________________
૪૫.
““આતમસાખે ધર્મ જે, તિહાં જનનું શું કામ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. દૂર રહિજે વિષયથી, કીજે શ્રત અભ્યાસ;
સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ.” પરમકૃપાળુદેવનાં વચનો હવે આપણ સર્વને પરમ ઉપકારી અને માર્ગદર્શક છે. તે પ્રત્યે જેટલી ચિત્તની વૃત્તિ વિશેષ તન્મય થશે, તેટલો આનંદ અને જાગૃતિ મળતાં રહેશે, એ તો નિઃસંશય છે. ઉપકારી પુરુષના ઉપકારની વિશેષ સ્મૃતિ આપણને તેના આશયમાં પ્રવર્તાવે, એ પ્રાર્થના છે. (બી-૩, પૃ.૧૨૧, આંક ૧૧૭) પરમકૃપાળુદેવનાં વચનો છે, તે લબ્ધિવાક્યો છે. જેવી જેની પાત્રતા, તે પ્રમાણે તેને તેમાંથી બધું મળી રહે તેવાં છે. જેને આગળ વધવું છે, તેને માર્ગદર્શક છે, મૂંઝવણ ટાળનાર છે. જેને વખત જ પસાર કરવાનું ધ્યેય છે, તે વાંચે તો તેને તેટલું ફળ મળે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૨) પથ્થર, લાકડું કોમળ હોય તો જેવું કોતરકામ કરવું હોય તેવું થઇ શકે છે; બરછટ ઉપર કોતરણી થઈ શકતી નથી, તેમ આત્મા કોમળ હોય તો જ્ઞાની પુરુષનો બોધ અસર કરે. જ્ઞાની પુરુષનાં વચનો જીવને નીચે પડતાં બચાવે છે.
“નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, એ ભગવાન સમાન.' આટલું યાદ આવી જાય તો કેટલું કામ કરી નાખે ! શાસ્ત્ર ભણી પંડિત થયો હોય તો પણ જ્ઞાનીપુરુષનાં વચન કરતાં વધુ આગળ ન પડે. તે વખતે શાસ્ત્રો કામ ન લાગે, પરંતુ જ્ઞાનીપુરુષનાં અનુભવવાળાં ટૂંકા વચનો ઘણાં ઉપયોગી નીવડે. (બો-૧, પૃ.૩, આંક ૧) પ્રશ્ન : જેમ કોઈ પત્ર મુખપાઠ કરીએ અને ફેરવીએ નહીં તો તે ભૂલી જવાય છે; તેમ પુરુષોના બોધથી જે કંઈ ભાવોમાં ફેરફાર થાય, તે આ દેહ છોડયા પછી રહે કે ભૂલી જવાય? પૂજ્યશ્રી : પત્ર એક જ દિવસમાં મુખપાઠ કર્યો હોય, તો તે થોડા વખત સુધી યાદ રહે અને વારંવાર, રોજ યાદ કરે તો ઘણા દિવસ સુધી યાદ રહે. તેમ સત્પરુષનો બોધ એક વાર જીવ સાંભળે, કંઈક સંસાર અનિત્ય લાગે; પાછો તે નિમિત્તથી દૂર થાય કે તે અસર મટી જાય છે. ઘણા કાળ સુધી સત્પષના બોધને માત્ર છૂટવાની ભાવનાએ સાંભળે, તો તેની અસર ઠેઠ મરણ સુધી રહે અને ખાતાં-પીતાં, કામ કરતાં, સૂતાં-જાગતાં જ્ઞાનીની આજ્ઞામાં રહે; તેને જીવનનો સાર સમજીને, બીજી બધી ઈચ્છાઓ ત્યાગીને એક મોક્ષનો ઉપાય કરે; જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો તે
ભાવના બીજા ભાવમાં પણ કાયમ રહે. તેનું ફળ મોક્ષ છે. (બો-૧, પૃ.૭૦, આંક ૫૫) I પરમકૃપાળુદેવનાં વચનોમાં આપની વૃત્તિ રહે છે તે પ્રશંસાને પાત્ર છેજી. પોતાની મતિ, બુદ્ધિ, કલ્પના
મંદ કરતાં રહી, નિર્મળ રહી, નિર્મળભાવે, જે જ્ઞાનીને કહેવું છે તે સમજવું છે અને સમજાય તે પ્રકારે વર્તવું છે, આટલો લક્ષ રાખી પરમપુરુષનાં વચનો પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય સમજી આરાધતા રહેશો તો