________________
(૪૪)
એક કેવળી પાસે કોઈ મોટો રાજા દર્શનાર્થે ગયો. નમસ્કાર કરી પૂછે છે : “ “હે ભગવાન! ત્રણે લોકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે ?' ભગવાને કહ્યું : “ધર્મ જેવી કોઇ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી.' ફરી રાજાએ પ્રશ્ન કર્યો, ‘ઉત્તમ વસ્તુ મણિ આદિ રસ્તામાં મૂકીએ તો ગમે તે જનાર, ઉઠાવી લીધા વિના રહે નહીં, તો ધર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકો કેમ દોડાદોડ કરતા નથી ?'' ભગવાને કહ્યું, “પાંચ ઇન્દ્રિયના વિષયો તેમને ખાળે છે. ધર્મ ઉપર તેમની દ્રષ્ટિ પડી નથી, ધર્મ સુખકારક લાગ્યો નથી, ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? જો ધર્મનો સ્વાદ ચાખે તો તેને પછી મૂકે નહીં.'' પરમકૃપાળુદેવનાં વચનોમાં જે રસ ભર્યો છે, તે ચાખવા વૈરાગ્ય-ઉપશમની જરૂર છેજી, (બો-૩, પૃ. ૨૦૭, આંક ૨૦૫) D સત્પષની પિછાન, પ્રતીતિ અને તેના પ્રત્યે જેને પ્રેમભાવ પ્રગટયો છે, તેને પ્રાયે સર્વે પુસ્તકો સવળાં
થઈ પડે છે. તે પુરુષે કહેલાં વચનો દૃઢ થવાનું, તે નિમિત્ત બને છે. સર્વ શાસ્ત્રો સપુરુષનાં વચનની સાક્ષી પૂરે છે.
પરમકૃપાળુદેવે લખ્યું છે કે “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે એ વાત કેમ હશે? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સન્દુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે.'' (૧૬) એ પુરુષનો પરમ ઉપકાર સર્વોપરી રાખી, તેનાં વચનો વિશેષ સમજવા અમે કંઇ વાંચીએ, વિચારીએ તે આત્માર્થે જ છે. આ આપના પત્રના ઉત્તરરૂપે, ટૂંકામાં લખ્યું છે, તે સર્વ મુમુક્ષુજનો વિચારશોજી.
(બી-૩, પૃ.૧૨૩, આંક ૧૨૧) | પોતે જ્ઞાનીનાં વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તોપણ તે એમ
જ છે, અમ દ્રઢ કરી ન દેવું, કારણ કે જેમ જેમ દશા વધતી જાય, તેમ તેમ અર્થ અલૌકિક ભાસે. માટે
જ્ઞાનીએ જાણ્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં. (બો-૧, પૃ.૩૨, આંક ૪૨) ] જ્ઞાનીપુરુષના એક એક વાક્યમાં અનંત અર્થ - આગમ રહ્યાં છે, એ લક્ષ રાખી, આપણી બુદ્ધિને વિકાસ મળે તેમ વિચારણા કરવામાં હરકત નથી, પણ તેથી સત્વરુપોનાં વચનોનો આશય અત્યંત વિશાળ છે, અપાર છે એટલો લક્ષ રાખવો. આગમ અનુસાર હિતકારી વિચારણા કર્તવ્ય છે.
(બો-૩, પૃ. ૩૮૬, આંક ૩૯૨) T સદ્વાંચન રાખો છો, જાણી સંતોષ થયો છેજ. જ્ઞાની પુરુષનાં વચન ઘણાં વર્ષો પહેલાં લખાયેલાં હોય
તોપણ અબઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છેજી. મને ગમે છે, માટે તે વચનો સારાં છે એમ માનવા કરતાં, આત્મજ્ઞાનપૂર્વક લખાયેલાં તે વચનો, મારા જેવા અંધને લાકડીની ગરજ સારનારાં, પરમ ઉપકારી છે એવી ભાવના, ઉપકારવૃષ્ટિ રાખવાથી, તે વચનો મોક્ષમાર્ગદાતા બને છજી. જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિભાવ જાગે તો તેનું દય વિશેષ સમજાય અને સશ્રદ્ધાનું કારણ બની, આત્મજ્ઞાન પ્રગટાવનારાં તે વચનો ઉલ્લાસભાવ પ્રેરે છેજી. (બી-૩, પૃ. ૭૬૪, આંક ૯૭૧)