________________
૨૫૧) (૭) વાત્સલ્યતા : ગાય જેમ નવા જમેલા વાછડા ઉપર પ્રેમ રાખે, તેવો ભાવ જિનમાર્ગ અને સન્માર્ગે
ચાલનાર સમકિતી, વતી, મુનિ, આર્થિકા આદિ પ્રત્યે રાખે. તન, મન, ધન - ધર્મ અર્થે જાણે,
તે વાત્સલ્યતા નામે સાતમું અંગ છે. (૮) પ્રભાવના : સત્યમાર્ગનો ઉદ્યોત કરે. વિદ્વત્તાથી, તપથી, અભ્યાસથી, સદાચારથી તથા
જિનમંદિર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, લહાણીઓ વગેરે વડે ધર્મનો મહિમા વધારે, તે પ્રભાવના નામે
આઠમું અંગ છે. (બી-૩, પૃ.૪૮, આંક ૩૩) 'T દર્શનમોહનો ઉદય ન હોય ત્યારે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ નિઃશંક, નિઃસ્પૃહ,
નિર્વિચિકિત્સાવાળો, અમૂઢ, ઉપગૂહન ગુણવાળો, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ આઠે અંગ શુદ્ધ હોય ત્યાં સમકિતમોહનો ઉદય હોતો નથી, ત્યારે તે કાં તો ઉપશમ-સમકિત કે ક્ષાયિક-સમકિતવાળો હોય છે; અને સમકિતમોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહ્યું છે. (બી-૩, પૃ.૨૮૬, આંક ૨૭૫) D “કર્ભે શૂરા તે ધર્મ શૂરા.” છોડવા બેઠા ત્યારે બધું છોડ્યું. સમ્યફદર્શન થયા પછી ધર્મમાં શૂરવીર થવાય
છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૭) પરમકૃપાળુદેવે લખ્યું છે કે “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું.' (૮૫) પછી સમ્યક્દર્શન થાય ત્યારે બધું સવળું. બાકી બધાં સૂત્રો વાંચીને અભિમાન કરે કે અમે તો બધાં સૂત્રો વાંચી લીધાં છે. પ્રશ્ન : બધાં શાસ્ત્રો વાંચતાં જીવને જ્ઞાન ન થાય? પૂજ્યશ્રી : કેવી રીતે થાય? એમ હોય તો પુસ્તક પણ જ્ઞાનવાળું થઈ જાય ! આખું પુસ્તકાલય જ્ઞાનવાળું થઈ જાય ! અજ્ઞાનદશામાં ધર્મ કરે તે બધું અજ્ઞાન છે. લોઢા ઉપર ભાત પાડે તોપણ લોઢું જ ને? કંઈ સોનું ન થાય. સમ્યક્દર્શન વિના જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવાય, ચારિત્ર પણ કુચારિત્ર કહેવાય. અજ્ઞાનદશામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અનુભવાય છે. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીથી અજ્ઞાન મટે, ત્યારે જ્ઞાનદશા આવે. જ્ઞાનદશામાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્મચારિત્ર છે. જેમ સુવર્ણ ઉપર ભાત પાડે તે સુવર્ણમય જ છે, તેમ જ્ઞાનીના બધા ભાવ
જ્ઞાનમય જ છે. (બો-૧, પૃ.૨૮૨, આંક ૨૩) 0 ડિગ્રી મેળવવા જેવું સમક્તિ નથી કે અમુક પુસ્તકો વાંચવાથી થઇ જાય. સમ્યક્દર્શન અપૂર્વ વસ્તુ છે.
એટલાં પુસ્તકો વાંચે તો થાય એવું હોત તો ઘણા સમકિતી થઈ જાત. અગિયાર અંગ સુધી ભણે તોય ન થાય, એવું દુર્લભ છે અને ઝટ પણ થઈ શકે છે, પણ તેને માટે ઘણી તૈયારીઓ જોઈએ. જ્ઞાનાવરણીય એવું છે કે ગોખે તો મોઢે થઈ જાય, પણ જ્ઞાની પુરુષો મુખ્ય દર્શનમોહને કાઢવાનું કહે છે. દર્શનમોહ જવા બોધની જરૂર છે. આટલા કાળ સુધી મેં મારો કંઈ વિચાર કર્યો જ નહીં? એ વિચારમાં જીવને પોતાનું અસ્તિત્વ ભાસે. તેથી પહેલું પોતાનું સ્વરૂપ ભાસે. ઉપર કર્મરૂપી માટી પડી ગઈ છે, તે