________________
(૦૨૮
“રોના કહા વિચારકે, હસના કહા વિચાર;
ગયે સો આવનકે નહીં, રહે સો જાવનાર.'' આપના પિતાના દેહત્યાગના સમાચાર જાણ્યા. તમે બનતી સદ્ગની સ્મૃતિ આપવા જે પ્રયત્ન કર્યો, તેથી તમને અને તેમને, બંનેને લાભનું કારણ છે. મરણ અચાનક આવી ઉપાડી જાય છે એ જાણી, ભય કે શોક કરવા યોગ્ય નથી, પણ ચેતવા જેવું છે. વૈરાગ્યનાં નિમિત્તો નજરે જોવા છતાં જીવ જાગતો નથી, એ મોહનું જોર છે. મનુષ્યભવ વિશેષ ટક્યો હોત તો વૃદ્ધાવસ્થા કે વેદના ભોગવતાં પણ સરુની આજ્ઞા ઉપાસી, ધર્મમાં દૃઢ થવાનો યોગ બનત. તે યોગ તેમને છૂટી ગયો, એ ખેદનું કારણ છે. આમ એક દિવસે આપણે સર્વેને ચાલી જવાનું છે એમ વિચારી, દેહ ઉપરનો મોહ, ધન ઉપરનો મોહ તજી, સગાંસંબંધી, કુટુંબ, ઘર, ખેતર, કપડાં, ઘરેણાં સર્વનો સંબંધ અનિત્ય અને પર જાણી, તેને અર્થે
પાપ કરતાં અટકવું ઘટે છે. (બો-૩, પૃ.૧૨૨, આંક ૧૨૦) [ પૂ... ના અચાનક દેહત્યાગના સમાચાર સાંભળી ખેદ થયો છેજી. સર્વ મુમુક્ષુવર્ગને પણ નવાઇ અને ખેદ થયેલ છે.જી. તેમના અલ્પ પરિચયવાળા જીવોને પણ, તેમના મળતાવડા અને ગંભીર સ્વભાવથી, આ સમાચાર સાંભળી ખેદનું કારણ બને તો તેમના વિશેષ પરિચય અને સગાઇ-સંબંધવાળાને વિશેષ શોકનું નિમિત્ત બનવા સંભવ છે. છતાં વિચારવાન જીવે તે ખેદને વૈરાગ્યમાં પલટાવી, આત્મહિતમાં વિશેષ જાગ્રત થવું ઘટે છેજી. પોતાના સ્વાર્થમાં ખામી પડી એમ ગણી, ખેદ કરવા કરતાં, તે જીવનું આયુષ્ય વિશેષ હોત તો વિશેષ ધર્મ-આરાધન કરી, વિશેષ કલ્યાણ સાધી શકત, એવા દુર્લભ મનુષ્યદેહની સામગ્રી તેમની લૂંટાઇ ગઇ, તે ખરું ખેદનું કારણ તો જ્ઞાની ગણે છે.
જોકે ઉપાધિ તો કર્મવશાત્ સર્વ જીવાત્માને ઉદયમાં છે, તે વેદવી જ પડે છે. એમાં કોઇ સુખદુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી; પણ જો એક યથાતથ્ય સતશ્રદ્ધા થાય તો આ મનુષ્યભવનું મૂલ્ય કોઈ રીતે થાય એવું નથી અને તે સર્વ કરી ચૂક્યો, એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યો છે અને આ ક્ષણભંગુર દેહ ત્યાગ થાય છે, તેમ દેખાય છે અને વળી સ્વજન-પ્રિયજનનું તેવું થતું પ્રત્યક્ષ ભળાયું છે એમ જાણી, સમભાવ રાખી, ધર્મમાં ચિત્ત જડવું એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે, બનવાનું બની રહ્યું છે, કંઈ કોઈના હાથમાં નથી.'' આપણે માટે પણ એક દિવસ નિર્ણિત થયેલો છે; તે દિવસે આપણે પણ સર્વ સંબંધ, સગાં કુટુંબ, ધન, ઘર, મિલકત, સર્વ ઓળખાણ મૂકી, એકલા જવાનું છે. તે દિવસે સંસાર પ્રત્યેની વાસના આપણને દુઃખ, ખેદ ન ઉપજાવે તેવી તૈયારી કરવા જેટલું આયુષ્ય હજી આપણી પાસે છે, ત્યાં સુધીમાં સદ્ધર્મનું આરાધન વિશેષ ભાવથી કરી, સમાધિમરણ થાય તેટલા માટે આજથી જ વૈરાગ્ય, ત્યાગનો અભ્યાસ કરીએ તો છેવટે પસ્તાવો ન થાય અને નિશ્ચિતપણે, નિર્ભયપણે, નિઃખેદપણે સત્પષના આશ્રય સહિત હર્ષપૂર્વક દેહ છોડી શકીએ અને મોક્ષને નિકટ લાવી શકીએ, એટલે આવા કળિકાળમાં પણ આપણાથી બને તેવું છે; તે મૂકી, શોક અને ખેદમાં કાળ નહીં ગાળો એમ ઇચ્છું છુંજી. આત્મસ્વરૂપને આવરણ કરે તેવા આર્તધ્યાનવાળું પ્રવર્તન, સત્પષના શિષ્યોને પાલવે નહીં. (બી-૩, પૃ.૧૪૨ આંક ૧૪૩)