________________
૧૧૦
સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઇ રહ્યું છે; પણ તે રસ્તે જતાં જે મુશ્કેલીઓ મને જણાય છે તે તમને એટલા માટે જણાવવા ઇચ્છું છું કે મોટાભાઇ તરીકે તમારી મદદ અને આશિષ હોય તો મારું કામ પૂરું કરવાની મને આશા છે; કારણ કે તે કામમાં જરૂરનો માર્ગ બતાવનાર સદ્ગુરુની ખાતરી થઇ છે.
મારી ઉંમર એટલી મોટી નથી કે સદ્ગુરુએ બતાવેલે રસ્તે ચાલતાં હું થાકી જઉં કે થોડો લાભ મળતાં સંતોષ પામી અટકી જઉં. પરમકૃપાળુ પ્રભુની કૃપાથી હજી સુધી શરીરને રોગ અને વૃદ્ધાવસ્થાએ ઘેરી નથી લીધું, તેથી ધાર્યું કામ પાર પાડી શકાય તેવા સંજોગો છે; તેમાં આગળ ગણાવેલાં ચાર બંધનનાં કારણોમાંથી કુટુંબચિંતામાંથી મને મુક્ત કરવામાં તમે આજ સુધી મદદ કરી છે, તેમ તમારી મદદ અને આશિષ હવે ખાસ કરીને જોઇએ એટલે બબુની સંભાળ તમે સ્વીકારો તો હું છૂટો થઇ શકું અને સોસાયટી સંબંધી તથા મારા દેહાદિ સંબંધી ચિંતાઓમાંથી મારા બળ વડે મારે છૂટા થવાનું છે.
તેની મેં કેટલેક અંશે ખાતરી કરી લીધી છે કે જેવા ધર્મને અનુકૂળ સંજોગો અગાસ આશ્રમના વાતાવરણમાં છે તેવા સંજોગોમાં થોડાં વર્ષ રહેવાથી હું સોસાયટી, કુટુંબ, બબુ કે મારા દેહ સંબંધીની ચિંતાઓનો આવરો અટકાવી શકીશ. એક વાર તે સર્વની ચિંતા છોડવાનો નિશ્ચય થયા પછી કોઇ કાળે તે નહીં સાંભરે તેવી સ્થિતિ સદ્ગુરુકૃપાથી પ્રાપ્ત થવી સંભવે છે. મારી ઉપર ગમે તેટલી ભવિષ્યમાં આફતો આવી પડે તોપણ સાંસારિક સગવડો કે સુખની ઇચ્છા પણ નહીં જાગે એમ પણ અત્યારે લાગે છે; પણ એક મુશ્કેલ વાત છે કે હાલના કરતાં વધારે સાંસારિક સુખમાં ઘેરાઇ જવાનો ઉદય આવે તો શું ? તોપણ સદ્ગુરુકૃપાથી અને સદ્ગુરુને શરણે રહેવાથી તથા આ સંત મહાપુરુષોને હાથે હજી તેવી તાલીમ લેવાની ઇચ્છા છે, તેથી તેવા સાંસારિક અનુકૂળ સંજોગોમાં પણ નહીં ચળી શકાય તેવી સ્થિતિ પ્રાપ્ત થવાનો સંભવ લાગે છે.
હું ખાસ કરીને તેને માટે જ વહેલી દીક્ષા લેવા ઇચ્છા ધરાવું છું, કારણ કે અત્યારના અગાસના સંજોગોમાં હું સંપૂર્ણ વૈરાગ્યથી રહેવાનું શીખી લેવાની ઇચ્છા રાખું તો મોટા મહારાજશ્રીની દશા દ્વારા મારી વૃત્તિઓ સ્થિર થવાનો ઉત્તમ યોગ હાલ મને લાગે છે. તેની સાથે આજ સુધીના સાંસારિક જીવનમાં મને એટલું તો સમજાયું છે કે સંપત્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય છતાં તે પ્રાપ્ત થતાં ઘણી વાર લાગે છે, પણ ત્યાગની ઇચ્છા દૃઢ થતાં ત્યાગ કરવામાં વિશેષ વખત નથી લાગતો, માત્ર શિથિલતા અને અણસમજ જ નડે છે; અને અણસમજ દૂર કરવા તો હવેનું આયુષ્ય ગાળવું છે તથા શિથિલતાની પણ સામે પડવું છે તો ગમે તેવો ભારે પુણ્યનો ઉદય પણ યોગ લૂંટી લેવા સમર્થ નહીં નીવડે, તેટલી તાલીમ આ ભવમાં મળવાનો સંભવ દેખાવાથી, તમને બધાને અધૂરું લાગતું આ સાહસ હું ખેડું છું.
ટૂંકામાં, અત્યારે જે જાતની ઊણપ મારામાં મને લાગે છે તે પૂરી કરવામાં ઉત્તમ નિમિત્તભૂત એવા નિઃસ્પૃહી અને આત્માના પ્રગટ અનુભવવાળા સદ્ગુરુની જરૂર છે, તેવો જોગ પ્રાપ્ત થવાની તક દેખાવાથી, તમને હાથ જોડીને વિનંતી કરવાની કે તમે આશીર્વાદપૂર્વક રાજીખુશીથી એમ કહો કે તારે ભણવાની ઇચ્છા થઇ ત્યારે અમે વાંધો નથી લીધો અને ઊલટી બની તેટલી મદદ કરી છે, તો આવા સારા કામમાં અમે શા માટે વચમાં આવીએ ? બબુની સંભાળ તો અમારાથી બનશે તેટલી લઇશું અને તે બંને છોકરાઓના ભાગ્યમાં હશે તેટલું ભણશે અને નસીબ પ્રમાણે ધંધે વળગશે. દાણેદાણા ઉ૫૨