________________
૧૪
પાપ અમાપ અમારાં સ્વામી, તમ કરુણાથી ટળશે, ગુરુ શરણું મેં ગ્રહણ કર્યું છે તે મુજ દોષો હરશે; ગુરુ પૂર્ણિમા સ્મરણ કરાવે પૂર્ણ સ્વરૂપ ગુરુવરનું, અમ ઉર ઉલસે આપ કૃપાથી ગ્રહી શરણું રાજશશીકરનું.
(બો-૩, પૃ.૩૨, આંક ૧૭). અનન્ય શરણના આપનાર અંતરજામી પ્રગટ પુરુષોત્તમ પરમાત્મદેવને
ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો ! રાજ ર્દયમાં રમજો નિરંતર રાજ દયમાં રમજો. પરમકૃપાળુ તમે પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજો રે ગુરુ - રાજ0 આ દિલ દાસતણું દીન જાણી, પદપંકજ ત્યાં ધરજો રે ગુરુ - રાજO આપ અમાપ અહો કરુણાકર, મુજ મનને વશ કરજો રે ગુરુ - રાજO શરણાગત બાળકને તારી, સમતાપદમાં ધરજો રે ગુરુ - રાજO કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે ગુરુ - રાજ0
સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજો રે ગુરુ - રાજO હે અંતરજામી, પરમ પાવનકારી, પરમપદાર્થદાયક, શરણાગત પ્રતિપાળક, દીનાનાથ, પરમાત્મા ! તારું ભવોભવ શરણું હો ! આ અનાથ બાળકના સર્વ અપરાધ ક્ષમા કર, તારી અનંત કરુણાનું દર્શન-ભાન કરાવ, સર્વ પ્રમાદ તજાવી તારું જ સદા સ્મરણ રહે, તું િતુંહિ નિશદિન સમક્ષ સ્મૃતિપટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત રહે એવી કરુણા કર. હે કરુણાસિંધુ ! આ બાળક તારી કરુણાના જ શ્વાસોશ્વાસ લે છે પણ મૂઢ તને આભારની પરમ ઉપકારની નજરે નિરંતર જોતો નથી એ જ તેની મૂઢતા તે તજતો નથી. સદાય સાથે વસનાર પ્રિયતમને વીસરી પરવસ્તુમાં રમતી આ જીવની વિભાવપરિણતિનો હે નાથ ! હવે તો સદાને માટે નાશ કર, અત્યંત ક્ષય કર અને તારું અક્ષય સ્વરૂપ તેની જગાએ સ્થાપન કર.
ૐ તથાસ્તુ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૩૨, આંક ૧૮)
મહા પ્રભુ શ્રી રાજચંદ્રજી પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહા પર્વ પર મેં કર્યા દોષ ઘણાય; આજ સુધીના બધા દોષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કોઈ ન થાઓ સદા રહો દિલ સાફ. દોષ સર્વના માફ કરી હું હળવો થાઉં આજ, સર્વ પ્રાણી પાસે માગું છું માફી હું મહારાજ; સહજ સ્વભાવ ભણી નજર રહો મુજ આપ Æયમાં આવો, પર પ્રત્યે તજી રાગદ્વેષ લ્યો સર્વ મોક્ષનો લ્હાવો.