________________
(૩૩૧) મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય, તે પણ લોભ ઘટાડવાનો ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત
થવા સત્સંગની જરૂર છે. (બો-૩, પૃ.૪૬૭, આંક ૪૯૨) 3 આપે કંઈ હાર સંબંધી પુછાવેલું. આપને ભક્તિભાવમાં વૃદ્ધિ થાય તેમ લાગતું હોય તો જે રકમ કે હાર
મોકલવો હોય તે આશ્રમના કારભારીના નામે મોકલશો. તમારી ઈચ્છા હોય તો વવાણિયાના મંદિર માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી આવી છે તે અર્થે, જો તમો એકલા ધારો છો, તે રકમ મોકલો તો સારો enlarged ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું, વવાણિયામાં મુમુક્ષુઓ બહારથી આવે, તેને માટે એક ધર્મશાળા પણ બાંધનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે. આ તો એક લોભ છોડવા અર્થે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવા મહાપુરુષોએ કહ્યું છે, તે વિષે વાત થઈ; પરંતુ પરમકૃપાળુદેવે જે કરવાનું કહ્યું છે : ““રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.'' (૩૭) તેમાં વિશેષ લક્ષ રાખી, આપણું વર્તન તેના માર્ગને વગોવે તેવું તો ન જ હોય. અન્યાયમાર્ગ તજી શરીર, ધન, કુટુંબ કે કીર્તિ આદિનો મોહ મંદ કરી તેની આજ્ઞાને અનુસરી વર્તીશું - તે જરૂર આત્માનું કલ્યાણ કરશે, તેના આશીર્વાદને પાત્ર થઈશું. (બી-૩, પૃ.૫૬૨, આંક ૬૨૯) પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય, તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે, તે વચનો બીજા જીવને સુલભ થાય તે દરેક મુમુક્ષની ભાવના સહજ હોય. જેની પાસે ધનનું સાધન હોય, તે, તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ધનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે, મફત, યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય. આમાંથી જેમ ઠીક પડે તેમ ટ્રસ્ટીઓને જણાવી, જવાબ મેળવી શકો છો. પછી બીજા કોઇ ખાતામાં ભાવના રહેતી હોય તો તેમ. તમારા ભાવ ઉલ્લાસ પામે તેમ કર્તવ્ય છેજી.
(બી-૩, પૃ.૬૮૯, આંક ૮૨૭) || અનન્ય શરણના આપનાર એવા શ્રી સરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
પૈસા પ્રત્યેના પ્રેમની પ્રબળતાને બાળી નાખી તેમને નમસ્કાર. તમે દાન કરી ચૂક્યા છો, તે પૈસા પાછા માગવા ઘટતા નથી. શ્રી હરિશ્ચંદ્રના સત્ય વિષે ઘણું સાંભળ્યું હશે. એક વખતે ૫.પૂ. પરમકૃપાળુદેવ ઉત્તરસંડા હતા. તે વખતે કોઈ ભક્ત તેમને માટે ઉત્તમ વાની બનાવી તેમના આગળ ધરી. તે વખતે તેઓશ્રીએ કહ્યું: પેલી નળીમાં આવે છે, તેમને આપો. આવી ઉત્તમ ચીજ ઉત્તમ માણસને આપવા તે લાવેલા; તે રસ્તે જતા માણસને આપતાં તેનું મન ખંચાયું; પણ જો તેણે તે પુરુષને તે ચીજ આપી દીધી, તો પછી તે ગમે તેમ વાપરે તેમાં તેના મનને કંઈ થવું ન જોઈએ.