________________
૨૪0)
આ ગાથાનો વિચાર કરી, શાંતિમાં વિશેષ રહેવાય, ઈચ્છાઓ અલ્પ થાય અને શરીર, ભોગ અને ભવ પ્રત્યે વૈરાગ્ય જાગે, તેવી વિચારણા અને આચરણ કર્તવ્ય છે. આવી યોગ્યતા આવ્ય, સદ્ગુરુના યોગે બોધની પ્રાપ્તિ થયે, જીવને આત્મજ્ઞાન કે સમ્યફદર્શન પ્રગટે છે. તે વિચારી વૈરાગ્ય-ઉપશમ વધારશોજી. (બી-૩, પૃ.૭૮૨, આંક ૯૯૯) અસાર અને ફસાવનાર, એવા સંસારથી જેનું મન ઉપશમ પામ્યું છે, જડ વસ્તુઓથી નિરંતર ઉદાસીનતા જેને વર્તતી રહે છે, સદ્ગુરુનાં વચનો અમૃતતુલ્ય લાગે છે અને તેનું જ જેના આત્માને સદાય પોષણ મળ્યા કરે છે, તેને ધન્ય છે. સમકિત પામવાને તેવા જીવ યોગ્ય બને છે. (બો-૩, પૃ.૭૬૦, આંક ૯૬૧) | નર, તિર્યંચ, દેવ અને નારકી – એ ચારે ગતિમાં સમકિત થઈ શકે છે. એક તો ભવ્ય હોય; જેને મન પ્રાપ્ત થયું હોય; જેને વિશુદ્ધિલબ્ધિ (સારાં કામ કરવામાં ઉત્સાહ) પ્રાપ્ત થઈ હોય; ઊંઘમાં કે સ્વપ્નમાં સમકિત ન થાય, તેથી જે જાગૃત હોય; જેને પર્યાપ્તિ પૂરી થઇ હોય અને જેને અર્ધપગલપરાવર્તનથી વધુ સંસાર બાકી રહ્યો ન હોય; એટલી યોગ્યતા હોય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે. સાતમી નરકમાં પણ કોઈ જીવ ત્યાં ઘણું દુઃખ હોવાથી સમતિ પામે છે. હવે ત્યાં તો કોઈ ઉપદેશ દેનાર નથી, છતાં સમકિત થાય છે. કોઈ એમ કહે કે મારે આજે જ સમકિત કરવું છે, મરી જઉં પણ સમકિત તો પ્રાપ્ત કરવું જ, એમ કર્યાથી ન થાય. એ પોતાના હાથની વાત નથી. એને માટે યોગ્યતાની જરૂર છે. ઘણી યોગ્યતા વધે ત્યારે થાય છે. પુરુષાર્થથી જ મુખ્યપણે થાય છે, પણ એ એકદમ થતું નથી. કર્મોની સ્થિતિ ઓછી થાય ત્યારે થાય છે. જેને પૂર્વે બાંધેલાં કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરની થઈ જાય છે, તેને જ સમકિત થાય છે. આસન્નભવ્યપણું, મનસહિતપણું, કર્મની વિશેષ નિર્જરા અને વિશુદ્ધ પરિણામ - એ સમત્વનાં અંતરંગ કારણ છે. (બો-૧, પૃ.૨૮૭, આંક ૩૫) સમ્યફદર્શન પામવાની યોગ્યતાનાં પાંચ કારણો, ક્રમ કે ભૂમિકાઓનું શાસ્ત્રીય નામ લબ્ધિ છે. (૧) લયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્ય લબ્ધિ અને (૫) કરણ લબ્ધિ. (૧) ક્ષયોપશમ લબ્ધિ : વિશદ્ધભાવના બળે, પૂર્વે બાંધેલાં કર્મના રસમાં (ફળમાં) દરેક સમયે
અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં, તે મંદ થવા લાગે
તેવી યોગ્યતા અને તેવા ભાવરૂપ પુરુષાર્થ. (૨) વિશુદ્ધિ લબ્ધિઃ ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ-ભારે કર્મ દૂર થતાં, શાતા વગેરે શુભ કર્મબંધનું
નિમિત્ત બને, પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરોધભાવ અથવા અણગમો થાય. (૩) દેશના લબ્ધિઃ યથાર્થ તત્ત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે
ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ધારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા.