________________
૪૯૪ ) ] પરમકૃપાળુદેવનાં વચનો જે જે સાંભળ્યાં હોય, મુખપાઠ કર્યા હોય કે વંચાય તેમાં વૃત્તિ જડી તે
મહાપુરુષની અલૌકિકદશા પ્રત્યે આશ્ચર્ય અને પૂજ્યબુદ્ધિ વધે, તેમનાં શરણે નિઃસ્પૃહદશા, નિષ્કષાયદશા પ્રાપ્ત થાય તેવી ભાવના, વિચારણા, વાતચીત કર્તવ્ય છેજી. નિજ દોષ અપક્ષપાતપણે જોવાની ટેવ પડે, તેના ઉપાય વિચારી, બને તેટલી આત્મશુદ્ધિ થાય, તેમ લક્ષ રાખવો ઘટે છેજી. જગતની વાતો ભૂલી ગયા વિના ચિત્તને તેવો અવકાશ મળવો મુશ્કેલ છે, માટે નિવૃત્તિનો યોગ હોય તેણે તે નિવૃત્તિમાં પરમકૃપાળુદેવની સત્સંગની ભાવના, ત્યાગભાવના, સહજ સ્વભાવે ઉદયાધીન પ્રાપ્ત થતાં કર્મો પ્રત્યે ઉદાસીનતા અને આત્મવિચારના અદ્ભુત ગુણોમાં વૃત્તિ લય થાય તેમ કર્તવ્ય છે'. આ કાળ દુષમ છે અને જીવ તે તે પ્રસંગો ઓળંગવાનો પુરુષાર્થ ન કરે તો લૌકિકપ્રવાહમાં તણાઈ જવાનો સંભવ છેજી. માટે પ્રથમ પોતાનું હિત સાધવું છે એ લક્ષ રાખી, પોતાને સંગે જે પરમકૃપાળુદેવની ઉપાસનાની ભાવના રાખતાં હોય, તેમનો સંગ આત્મહિતાર્થે કરવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારે બીજાના સંગમાં સ્વાર્થની ગંધ પણ ન રહે, એવી પોતાની વૃત્તિને તપાસી, અસંગપણા અર્થે
જ જીવવું છે, એ લક્ષ સર્વોપરી રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૬૮૦, આંક ૮૧૭) 0 થોડું વંચાશે તોપણ હરકત નથી; પણ મનન વિશેષ થાય, કલ્પનામાં તણાઈ ન જવાય અને વાંચેલામાંથી કે કંઈ સવિચાર કરતાં સારું લાગે તેની ડાયરીમાં નોંધ રાખવાનું શરૂ કરવા યોગ્ય છે; પોતાની વૃત્તિઓ પણ લખવા યોગ્ય છે; એટલે મનનને માટે વખત રાખો છો તેમ પોતાની જતા દિવસની વૃત્તિઓ તપાસી, યોગ્ય લાગે તે લખવાની ટેવ હશે તો આગળ વધાય છે કે પાછળ જવાય છે, તેનો કંઈક હિસાબ રહેશે; માત્ર મનોરાજ્યથી સંતોષ પામવા યોગ્ય નથી. થોડું પણ સંગીન કરતાં શીખવું છે. “ગજથી ભરે
ઘણું પણ તસુ વેતરે નહીં' એવું નથી કરવું. (બો-૩, પૃ.૬૮૯, આંક ૮૨૮). D સવારના સાડા-ત્રણ વાગે ઊઠવું અને ગોખવું, ફેરવવું. સૂતી વખતે તપાસવું કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કર્યું છે? એમ રોજ તપાસવું. તેથી દોષ હોય તો પકડાય કે આજે હું ક્યાં ઊભો હતો? ક્યાં વાતો કરી હતી? એ કામ ન કર્યું હોત તો ચાલત? એમ વિચારવું. એમ કરવાથી બીજે દિવસે દોષ ન થાય. સૂતી વખતે આટલું તો રોજ નામું મેળવવું. જેમ દુકાનદાર રોજ નામું મેળવે છે, તેમ આપણે પણ નામું મેળવવું. (બો-૧, પૃ.૧૨૮, આંક ૧) | ગમે તે કામ હાથમાં લીધું હોય તેથી કંટાળ્યા વિના તથા તેમાં આસક્તિ રાખ્યા વિના, બનતી ફરજ
બજાવી, બચતો વખત આત્મકલ્યાણને અર્થે વાંચન, વિચાર, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણમાં ગાળતા રહેવા ભલામણ છેજી.
સ્મરણમાં આનંદ આવે તેમ વૃત્તિ રાખતા રહેવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૪૭૭, આંક ૫૦૬) D આપણે તો જગતને પૂંઠ દઈ પરમકૃપાળુદેવ પ્રત્યે સન્મુખતા વધે તે પ્રયત્ન આદરવાના છે. પરમકૃપાળુદેવનું માહાભ્ય ૫.૫.પૂ. પ્રભુશ્રીજી દ્વારા જેને જાણવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેણે તો પોતાનું હૃય તે મહાપુરુષની આજ્ઞામાં સમર્પિત થાય તેમ વિશેષ-વિશેષ કર્તવ્ય છેજી. પરકથા અને પરવૃત્તિથી પાછું વળવું ઘટે છેજી. (બી-૩, પૃ.૬૪૫, આંક ૭૬૬).