________________
(૧૩૦)
ઉત્તર : મોક્ષમાળામાં અનાથીમુનિના ઉપદેશરૂપ ૫, ૬, ૭ - ત્રણ પાઠ આપ્યા છે. તેમાં શ્રી શ્રેણિક સમ્યફદર્શન કેમ પામ્યા તેની કથા છે, તે વાંચી જશોજી. તેમાં જણાવેલા પ્રસંગ પહેલાં, એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા. ત્યાં એક હરણને તાકીને જોરથી બાણ માર્યું. તે હરણના શિકારને વીંધીને પાસે ઝાડ હતું, તેમાં ચોંટી ગયું તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન ફુરી આવ્યું અને ખૂબ કૂદ્યો અને અહંકારથી બોલ્યો, “દેખો મારું બળ, હરણના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું છે. મારા જેવો બળવાન જગતમાં કોઈ હશે ?' આમ આનંદમાં આવી, પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવો થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું. નરકગતિ બાંધી તે ફરી નહીં, પણ સમ્યક્દર્શનના પ્રભાવે અને સર્વ સન્માર્ગી જીવોની સેવા તથા ધર્માત્માઓ પ્રત્યે ઉલ્લાસભાવ વધતાં, સાતમી નરકનાં બધાં દુઃખ છૂટી જઇ, પહેલી નરકમાં ઘણા થોડા આયુષ્યવાળા નારકી, તે થયા છે. છતાં સમ્યક્દર્શન ત્યાં નિર્જરા સાધે છે, અને તે કર્મો પૂરાં થયે, તીર્થકર થઈ પોતે તરશે અને અનેક જીવોને તારશે. (બો-૩, પૃ.૧૯૪, આંક ૧૯૫).