________________
(ફ૨૪) D પરમકૃપાળુદેવે શરીરને વેદનાની મૂર્તિ કહી છે; તેમાથી અન્ય પ્રકારની આશા રાખવી વ્યર્થ છે. પરંતુ
પરમકૃપાળુદેવનાં વચનો જેમ વિશેષ વિચારાશે તેમ તેમ વધારે ધીરજ રહેશે. “ “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પ્ર', પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો.'(૮૪૩) એ પત્રમાં ટૂંકામાં આ વાત જણાવી , તને વારંવાર વિચારી અનુભવમાં લેવા જેવી છે. જીવ પોતાનું સ્વરૂપ ભૂલી પારકી પંચાતમાં પડવાના અભ્યાસવાળો થઈ ગયો છે. તેને ચેતાવવા આ શિખામણ છે. મૂળ વસ્તુ બે છે : જડ અને ચૈતન્ય. શરીર જડ છે, રૂપી છે, દ્રશ્ય છે; અને આત્મા ચૈતન્ય છે, અરૂપી છે, દ્રા છે. બંનેના સ્વભાવ તદ્દન જુદા છે. જેમ છે તેમ માનવાથી જીવ સુખી થાય છે. પરવસ્તુનો બોજો તેને લાગતો નથી. પરમાં મારાપણાની માન્યતા ઘટી જાય છે અને સ્વરૂપસંભાળ લેતો જીવ થાય છે. વેદનાના વખતમાં આ વિચારો બહુ લાભકારક છે કારણ કે તેથી આર્તધ્યાન અટકે છે અને ધર્મધ્યાન થાય છે. અનાથીમુનિ જેવા સંસ્કારી જીવોને ઊંડા ઊતરવાથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ હતી. માટે આવો અવસર વ્યર્થ ન જાય, આર્તધ્યાનમાં ન જાય તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. છ પદની જેને દ્રઢ શ્રદ્ધા છે તેને, હું દેહ નથી પણ આત્મા છું, હું કદી મરતો નથી પણ નિત્ય છું, સ્વભાવનો કર્તા છું, સ્વરૂપાનંદનો ભોક્તા છું, નિજશુદ્ધતારૂપ મોક્ષપદ એ મારો શાશ્વતો વાસ છે અને તે મોક્ષના ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞા, ભક્તિ આદિ આરાધવા યોગ્ય છે એવી સમજણ વેદના વખતે પણ ભુલાતી નથી. અત્યંત વેદનામાં પણ અલૌકિક આનંદની પ્રતીતિ થાય છે. માટે શ્રદ્ધાપૂર્વક છ પદના વિચારમાં વિશેષ રહેવા વિનંતી છેજી. જેના ઘરમાં પરમકૃપાળુદેવનાં વચનો છે, તેને ઘેર સત્પરુષ જ છે; પ્રમાદ તજી તેનું શરણ લેવા યોગ્ય છે. વિશેષ વેદનામાં વિશેષ બળથી, સપુરુષનો આશ્રય અંગીકાર કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૩૨, આંક ૭૪૪) [ પૂ...ને આંખે વેદનીય થયાના સમાચાર જાણી, ધર્માનુરાગે ખેદ થયો છેજી. હે પ્રભુ! કર્મ કોઈને છોડતાં નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણ ઉદયને પણ, પરમાત્માની પ્રસાદી ગણીને, પ્રસન્નચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરવી, જે ભોગવી લે છે, તેમને કર્મ દૂર થતાં, આત્મા વિશેષ ઉજ્વળ થયેલો અનુભવાય છે.
આ જગતમાં જે જે ભક્તો પ્રસિદ્ધ થયા છે, તે સર્વેએ કષ્ટો સહન કર્યા છે અને પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે શૂરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિમાર્ગ, આવા કળિકાળમાં આપણને પણ અવલંબનરૂપ નીવડ્યો છે અને આપણા ઉદ્ધારનું કારણ પણ તે જ ભક્તિમાર્ગ છે. આ જીવ અનાદિકાળથી દેહની કાળજી કરતો આવ્યો છે પણ તેથી કલ્યાણ થયું નથી; પણ જે જે પ્રસંગોએ એ દેહની પ્રિયતા ઘટે, તેનું મિથ્યામોહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અશુચિપણું અને વંચકપણું, ક્ષણભંગુરપણું સમજાય; તે તે પ્રસંગો જીવને જાગ્રત કરનાર અને પરમ હિતસ્વી છે. આત્માર્થી જીવો તો પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા પુરુષાર્થને જાગ્રત કરી આ અસાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે.