________________
(૧૨૬
પછી કહ્યું, “આત્માના માહાભ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુ:ખ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે.” તે બોઘલાગતાં ભર્તુહરિ મોટાભાઈ પાસે રહી, આત્માને ઓળખી, આત્મધ્યાનમાં લીન થયા. તેમને
વૈરાગ્ય વધવા “જ્ઞાનાર્ણવ' નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્યે લખ્યું છે. (બી-૩, પૃ.૧૯૭, આંક ૧૯૮) મરુદેવીમાતા T મોક્ષદશા (શુદ્ધ આત્મદશા સદા કાળ) આ કલ્પકાળમાં પ્રથમ પ્રાપ્ત કરનાર મરુદેવીમાતા હતાં.
ઋષભદેવ ભગવાનનાં તે માતા થાય. અનંતકાળ નિગોદ અવસ્થામાં (એકેન્દ્રિયરૂપે જન્મી, એક શ્વાસ લઇને મૂકીએ તેટલા વખતમાં સત્તર-અઢાર વાર જન્મમરણ કરવાની અવસ્થામાં) રહી, તેમને કેળનો ભવ પ્રાપ્ત થયો. તે વખતે પાસે કંથાર નામનો કાંટાનો છોડ ઊગેલો. તેના કાંટા વડે કેળનાં પાન નિરંતર અથડાતાં, ફાટતાં, તૂટતાં એમ ઘણું દુઃખ તે ભવમાં સહન કરી, જુગલિયાનો જન્મ, આ ભરતક્ષેત્રમાં તેમનો થયો. તેમને નાભિરાજા સાથે પરણાવ્યાં અને ઋષભદેવ પ્રથમ તીર્થકર તેમના પુત્ર થયા. ઘણાં વર્ષ રાજ્ય કરી, વૈરાગ્ય પ્રાપ્ત થતાં, રાજ્ય ભરત ચક્રવર્તીને સોંપી, પોતે મુનિપણે હજાર વર્ષ કષ્ટમાં ગાળ્યાં ત્યારે ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવી સમવસરણ સભામંડપ આદિ રચના બહુ આકર્ષક કરી. તે જોઈ લોકોએ મરદેવીમાતાને ખબર કહી કે તમે તો મારો પુત્ર શું કરતો હશે? શું ખાતો હશે? એવા શોકમાં રડી-રડીને આંખો ખોઇ, પણ તે તો દેવો પૂજે તેવો મહાદેવ બની ગયો છે. ચાલો તમને બતાવીએ, એમ કહી, હાથી ઉપર બેસાડી તેમને સમવસરણમાં લઈ જતાં હતાં. રસ્તામાં દેવદુંદુભિના અવાજ અને દેવોનાં ગીત સાંભળી મરુદેવી બોલ્યાં, “મેં તો તારે માટે રડી-રડીને આંખો ખોઈ અને તે તો મને સંભારી પણ નહીં કે મારી મા શું કરતી હશે?' એમ વિચારતાં, કોના પુત્ર અને કોની મા? એવી વૈરાગ્યશ્રેણીએ ચઢતાં, તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આયુષ્ય પૂર્ણ કરી, તે મોક્ષે પધાર્યા. તેમના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાન ઘણા જીવોને બોધ દઈ પોતે મોક્ષે ગયા, અને ઘણા જીવો તરે તેવા ધર્મની સ્થાપના કરી તેને સનાતન જૈન ધર્મ કે સહજાત્મસ્વરૂપ ધર્મ કહે છે.
(બી-૩, પૃ.૧૮૭, આંક ૧૯૦) મહાવીરસ્વામી D અનાદિકાળથી જીવ સ્વચ્છેદે ચાલ્યો છે અને તેથી જ રખડતો આવ્યો છે. સંસ્કાર પડેલા, મટવા બહુ મુશ્કેલ છે.
મહાવીર ભગવાનનો જીવ પૂર્વભવે બ્રાહ્મણને ઘેર જન્મેલો. ત્યાં વેદશાસ્ત્ર ભણીને તાપસ થયો. ત્યાંથી મરીને ફરી તાપસ થયો. એમ ઘણી વાર તાપસ થયો. છેવટે જ્યારે મુનિ મળ્યા ત્યારે તે સંસ્કાર મટયા. કોઈ વખતે ભલું થવાનો વખત આવે ત્યારે જ એવા સંસ્કાર મટે છે. (બો-૧, પૃ.પર, આંક ૨૮)