________________
(૫૭૪) T વિચાર જીવને ઊગતો નથી, તેથી દુઃખને સુખ જાણી નોતરે છે; અને દુઃખ આવી પડે છે, ત્યારે કોઇને
ગમતું નથી. વિચાર કરીને કે પુરુષે સંમત કર્યું છે તે સંમત કરીને, જીવ આટલા ભવનાં થોડા વર્ષ બાકી છે, તે પુરુષની આજ્ઞા ઉઠાવવામાં ગાળે કે તેવો પુરુષાર્થ કરવાની ભાવનામાં ગાળે, તોપણ જીતી બાજી હારી ન જાય; પણ જો કુસંગે અનાદિકાળની વાસનાઓને વધારીને, જીવ દેહ છોડી પરાધીનપણે, એકલો, અન્ય દેહ ધારવા ચાલી નીકળશે, ત્યારે તેની શી વલે થશે ? એનો ખ્યાલ અત્યારથી કરી લઇ, કંઇક આત્માને આધારભૂત આશરો મળે તેવું, આ ભવમાં બની શકે એમ છે. તે કાળ વ્યર્થ થોથાં ખાંડવામાં વહ્યો ન જાય, તેની કાળજી વિચારવાન જીવ રાખે છેજી. અનંતકાળથી ઇન્દ્રિયસુખની ઝરણા કરી, પણ જન્મમરણ ટળ્યાં નહીં; હવે સત્પષના યોગે તો કંઇક આંટા ઊકલે એવો માર્ગ લેવો છે, એવો નિર્ણય વિચારવાન જીવે જરૂર કર્તવ્ય છે'. મનને અઘરું પડે તોપણ, આંખો મીંચીને પણ, સત્પષે જણાવેલા સત્સાધનમાં વિશેષ કાળજી રાખી, કંઇક તેનો અભ્યાસ પડી જાય, સહેલાઇથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે, એવો ઉપાય કરી મૂક્યા વિના, ભારે વેદની કે મરણપ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુજીવે સત્સાધનનું અવલંબન, કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાન કરી, તેમાં જ ઘણો કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છેજી. વારંવાર મન ક્યાં ફરે છે, તેની તપાસ રાખતા
રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૭૦, આંક ૨૬૪) D આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. મનમાં ઉગ રાખવા યોગ્ય, મૂંઝાવા યોગ્ય નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે : “કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (30) એ ઉપદેશપૂર્ણ સુખદાયક વાક્યનો વિશ્વાસસહિત વિચાર થાય તો જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ ન રહે. ઉગ એ દુઃખનું કારણ છે, દયની નિર્બળતા છે, મોહમહેલમાં પેસવાનું દ્વાર છે. મનને પૂછવું કે તું શું ઇચ્છે છે? સુખ કે દુ:ખ? જો સુખને ઇચ્છે તો સુખનો માર્ગ લેવો છે કે દુઃખનો? ફિકર, ચિંતા, ઉદ્વેગ,
ક્લેશ એ તો સ્પષ્ટ દુઃખ દેનારાં દેખાય છે, તો તે કાંટાવાળી જગ્યાથી ખસીને જ્યાં દુ:ખ પેસી પણ ન શકે એવા સગુરુના સ્વરૂપનો વિચાર કરીએ, તેણે આપણને સુખી કરવા જે સત્સાધન ભક્તિ આદિ આજ્ઞા કરી છે, તે આરાધીએ તો વર્તમાનમાં પણ ક્લેશનાં કારણ વિસારે પડે અને પુણ્યબંધ થાય તો ભવિષ્યમાં પણ સુખનાં સાધન સાંપડે. આવો લાભકારક સુખનો માર્ગ તજી, કોણ દુઃખથી ભર્યા સંસારને સંભારે ? અથવા સંસાર ઊભો થાય તેવાં કર્મ કમાવા, કોણ ક્લેશ કે ક્લેશનાં કારણોને સેવે ? બળતામાંથી બહાર નીકળી જવા માટે સદ્વિચાર, અને સવિચાર બતાવે તેવો સદાચાર છેજી. જે કંઈ કરવું પડે તે આત્માર્થે, છૂટવા માટે કરવાની ધારણા રાખી, કરવા યોગ્ય છે. “ગઈ તિથિ તો જોયી પણ ન વાંચે' એ કહેવત પ્રમાણે, બની ગયેલા બનાવને સંભારી શોક કરવાનું, વિચારવાન ન કરે. જે થઇ ગયું તે થઈ ગયું, તે અન્યથા થાય તેમ નથી. હવે જેટલું જીવવાનું છે, તેટલું જીવન ઉત્તમ રીતે કેમ ગાળી શકાય, તેની વિચારણા કરી લેવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨૭૧, આંક ૨૬૫) T સર્વ ભાઇઓ સંપ રાખી, માન-કષાય નરમ પાડી અને સત્સંગમાં જોડાયેલા રહેશો, એ ભલામણ
છેજી.