________________
બતાવ્યા હતા. ત્યાર બાદ મુંબઇથી સુરત વિહાર કરી, ત્રણ વર્ષ (મુખ્યપણે) મૌન રહી, એ પુસ્તકનું અધ્યયન પ્રભુશ્રીજીએ કર્યું હતું. (બો-૧, પૃ.૧૬, આંક ૧૮)
પ્રભુશ્રીજીને મંત્ર મળ્યો ત્યારે તેની રાતદિવસ ધૂન લગાવી. પછી પરમકૃપાળુદેવને પૂછ્યું કે કેમ કંઇ દેખાતું નથી ? પરમકૃપાળુદેવે કહ્યું : ‘‘કર્યા જવું અને દેખવા-કરવાની ઇચ્છા પણ ન કરવી.'' જ્ઞાનીને આત્મા જાણ્યો છે, તે મારે જાણવો છે. આજ્ઞા મળી, તેનો પુરુષાર્થ કરવો. મંત્ર મળ્યો છે, તેનો ધ કરવો. એથી કર્મ જાય છે. (બો-૧, પૃ.૨૬૮, આંક ૫)
એક વખતે પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું : ‘‘મુનિ, હવે તમારે શું છે ? હવે તમારું શું છે ? તમાર આત્મા.'' તે તરત જ પ્રભુશ્રીજીને બેસી ગયું. ત્યાગ-વૈરાગ્ય એ મુખ્ય વસ્તુ છે. એની તેમની તૈયાર હતી, તેથી પકડ થઇ ગઇ.
બધું છોડીને બેઠા હતા. એક સત્પુરુષનાં વચનની ખામી હતી. તે આવ્યું તો ચોંટી ગયું. છીપ મો ફાડીને બેઠી હોય અને વરસાદ પડે તો તરત મોતી બની જાય; તેમ પ્રભુશ્રીજીને ત્યાગ-વૈરાગ્યન યોગ્યતા હતી, તો પરમકૃપાળુદેવનું વચન માન્ય થઇ ગયું. વાત છે માન્યાની. માનવું કોના હાથમાં છે ? પોતાના જ હાથમાં છે. મનાય તો કામ થયું. આપણું ડહાપણ બધું ગાંડપણ છે. (બો-૧, પૃ.૩૪૯, આંક ૪૪)
I ૫.પૂ. પ્રભુશ્રીજી જેવા પુરુષાર્થી તો આ આંખે કોઇને જોયા નથી; અને તેવો પુરુષાર્થ કર્યા વિના, આ કઠિન કાળમાં કલ્યાણ સાધવું વિકટ જ છે, એમ સમજાય છે. છતાં જીવ કોની રાહ જોતો હશે ? તે બહુ વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૯, આંક ૬૮૪)
[] પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ-સિદ્ધિને તો લાત મારીને કાઢી મૂકી છે. તેને રોગ જેવી જાણતા હતા.
ઘણી વખત હું આણંદથી પ્રભુશ્રીજીને પ્રશ્નો પૂછવા માટે આવતો, પણ પછી સેવામાં રહેતો કે બધું ભૂલી જવાતું. મહાપુરુષના યોગે વગર ઉપદેશે બોધ પ્રાપ્ત થાય છે; કંઇ કહે નહીં, કરે નહીં તોય.
પ્રભુશ્રીજી સ્ટેશને જતા. ત્યાં બેઠા-બેઠા દોરાની આંટી કાઢે અને વીંટાળે. અમે કહીએ કે અમને આપો તો અમે વીંટીએ; તો કહે ના, તમારાથી ન થાય, બહુ શાંત હતા. બિલકુલ શમાઇ ગયેલા, ઠરી ગયેલા. (બો-૧, પૃ.૨૨૨)
જ્ઞાનપ્રચાર નામનું માસિક મારા નામે પ્રસિદ્ધ થતું હતું. તેમાંનો એક અંક પંચાંગ તરીકે બહાર પાડેલો. તેમાં તિથિઓ સામે મહાપુરુષોનાં વાક્યો રોજ નજરે પડે તે અર્થે લખેલાં. તેમાં ગાંધીજીનાં વાક્યો પણ હતાં. તેવો એક અંક મેં ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને ભેટ કર્યો. તેઓશ્રી ચશ્માં ચઢાવી વાંચતાં.
એક વખતે હું આવ્યો ત્યારે તે અંકમાંથી નીચેનું વાક્ય મને વંચાવ્યું : ‘‘હું તો માટીનો માનવી છું. માટીમાં મળી જવાનો છું.'' પછી કહ્યું : ‘‘આ જ્ઞાનીનાં વચન હોય ?'' આટલું તેઓશ્રી બોલ્યા, ત્યાં તો વર્ષો સુધીની જે મહત્તા, મહાત્મા તરીકેની મારા હ્રદયમાં જામી ગઇ હતી, તે ક્ષણમાં વિલય પામી ગઇ, તે ફરી નજરે આવતી નથી.
આવું કોઇ તે સાચા પુરુષનું અલૌકિકબળ હતું; નહીં તો તે શ્રદ્ધા મહાપુરુષ તરીકેની ખસવી મુશ્કેલ હતી, પણ પળવારમાં તે નિર્મૂળ થઇ ગઇ. પછી તો સ્વપ્ને પણ મહાત્માપણું ભાસતું નથી. આ કોઇના