________________
દ૬૮)
બધાં કામ કરતાં આ કામ વધારે અગત્યનું છે અને તે મનુષ્યભવ વિના બીજા ભવમાં બનવું મુશ્કેલ છે, માટે શૂરવીર થઈને, કર્મ આઘાપાછા થાય તેટલા કરીને, એક મોક્ષમાર્ગમાં ભાવ લાગી રહે, તેવા પુરુષાર્થમાં મંડી પડવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ કહે છે : “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને
જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.'' (૮૧૯) (બી-૩, પૃ.૬૪૨, આંક ૭૫૯) T બધા ભાવપૂર્વક ભક્તિ કરો છો, તે જાણી સંતોષ થયો છેજી. વિકટ પ્રસંગમાં વર્તવાનું છે તો પુરુષાર્થ
પણ વિકટ નહીં કરીએ તો વર્તમાન યુગમાં સહજ કર્મબંધનાં કારણો ઉપસ્થિત થાય છે, તેમાં તણાઇ જવું બને તેવું છે; તો તે ઉપયોગ રાખવા ભલામણ છેજી. ““ઉપયોગ એ જ સાધના છે.'' (૩૭) (બો-૩, પૃ.૪૫૫, આંક ૪૭૫) પ્રસંગ પડયે જે ભૂલ દટાઈ રહી હોય તે પ્રગટ થાય છે. જેમ ક્રોધનો પ્રસંગ ન હોય ત્યાં સુધી ક્રોધ ન જણાય પણ તેવો પ્રસંગ પડયે ક્રોધ કેટલે અંશે નરમ પડયો છે તે જાણી શકાય છે; તેમ બંધવૃત્તિઓને તપાસી-તપાસી તેને દૂર કરવાનો પુરુષાર્થ સર્વ મુમુક્ષુજીવોએ કર્તવ્ય છે જી. (બી-૩, પૃ.૫૮૫, આંક ૬૬૨) T કર્મબંધ ન થાય, તેને માટે વિચાર કરવાનો છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. રાગ-દ્વેષથી કર્મ બંધાય
છે. પુરુષની ભક્તિ, સત્સંગનું સેવન કરવું, તે રાગ-દ્વેષ ન થવાનું કારણ છે. સંસારના પદાર્થો ઉપર જે મન દોડે છે, તેને રોકી સત્સંગ અને ભક્તિમાં મન જોડવું, તે પુરુષાર્થ જ છે. મનને ભટકવા ન દેવું. પુરુષાર્થ તો કર્યા કરવો. નદીમાં પથ્થર હોય છે, તે પાણીના વહેણને લઈને ઘસાય છે; તો આ તો સત્ય વસ્તુ છે, તેનું ફળ જરૂર આવશે. જેને આત્માની દયા જાગી છે, તેનું જરૂર કલ્યાણ થશે.
(બો-૧, પૃ.૧૦, આંક ૧૨) D તમો બંનેની માગણી અશુભભાવો દૂર કરવાની ઘણા વખત થયાં છે; પણ કાગળ લખતી વખતે ભાવો
થાય છે તે ટકાવી રાખતા નથી. નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય છે, તે વારંવાર જાણ્યા છતાં નિમિત્ત પ્રત્યે ઝેર વર્ષતું નથી; તે તે નિમિત્તોથી દૂર થઈ, આંખમાં આંસુ સહિત, પરમકૃપાળુની કૃપા અર્થે ઝૂરતા નથી તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો ઘટાડતા નથી, જીભને જીતવાનો પુરુષાર્થ કરતા નથી. પાડાની પેઠે શરીરને પોષવાથી તેમાં ગોથાં ખાવા પડશે. તનને તપથી કૃશ કરી, રસસ્વાદથી તેને છોડાવી, જરૂર જેટલું દિવસમાં એકાદ વખત આહાર આપી, જેટલું તેને આપીએ તેથી વધારે પરમાર્થનું કામ રાતે અને દિવસે તેની પાસે કરાવવું છે એવો લક્ષ રાખી, તે પ્રમાણે નહીં વર્તે ત્યાં સુધી માત્ર વાણીથી યાચના કર્યો કંઈ વળે તેમ નથી. માટે આ કાગળ મળે ત્યારથી, કંઈક સંયમ તરફ વિશેષ વલણ થાય અને શું કરવા ધાર્યું છે અથવા કેટલું બની શકે છે તે જણાવતા રહેવા ભલામણ છેજી. હવે તો ઘણી થઇ. જીભે કે કલમે બોલી કે લખીને અટકી રહેવું નથી, કરી બતાવવું છે; અને તે પુરુષાર્થમાં કંઈ દોરવણીની જરૂર પડે તો લખશો. માત્ર માગણીથી કંઈ વળે તેમ નથી. આ વખતે કડક શબ્દોમાં લખાયું છે, તે કંઈ પરમાર્થે લખાયું છે એમ ગણી, દિલ દુભાયું હોય તેની ક્ષમા ઇચ્છું છું અને શું-શું તે દિશામાં પગલાં ભર્યા તે જાણવા ઇતેજાર છું. (બી-૩, પૃ.૭૧૨, આંક ૮૬૧)