________________
(૨૯૬ )
આત્મભ્રાંતિ એ દુઃખનું મૂળ છે. આત્મભ્રાંતિ જાય તો દુઃખ દૂર થાય. સદ્દગુરુનો ઉપદેશ સાંભળે, વિચારે, કહેલું ભૂલે નહીં તો દુઃખ જાય. દર્શનમોહ જાય તો સમ્યક્દર્શન થાય. જગતમાં “હું અને મારું' માનીને ભૂલો પડયો છે, નહીં તો ભગવાન જેવો છે. (બો-૧, પૃ.૧૩૩) સંસારી જીવને કંઈ ભાન નથી, હું દેહ છું.” એમ, જ્યાં જન્મે ત્યાં થઈ જાય છે. જે અનાદિકાળથી વિપરીતતા છે, તે અગૃહીત મિથ્યાત્વ છે; અને જે કુગુરુ-કુધર્મથી ગ્રહણ થાય, તે ગૃહીત મિથ્યાત્વ છે. (બો-૧, પૃ.૧૯૯, આંક ૭૬) I ભક્તિ કરે અને એમ ઇચ્છે કે મને ધન મળો, નોકરી મળો, પુત્ર મળો. એવી ઇચ્છા ન કરવી. ભગવાન
પાસે માગે તેથી કંઈ મળે નહીં, પુણ્ય હોય તો મળે. વીતરાગદેવ અલૌકિક છે. ભગવાન પાસે જઈને માગવું એ અલૌકિક મિથ્યાત્વ છે. તેમની પાસે માગવાથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. રોગ આવે કે ધન ન મળે ત્યારે રોગ મટવા કે ધન મળવા લોકો અંતરાયકર્મની પૂજા ભણાવે છે, તેથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦) જીવે પૂર્વે અજ્ઞાનભાવે બાંધેલાં કર્મોના મુખ્ય આઠ ભેદ છે; તેમાં મોહનીયકર્મ મુખ્ય છે, તેના બે ભેદ છે. : દર્શનમોહ અને ચારિત્રમોહ. પહેલા ભેદના ત્રણ ભેદ છે :- (૧) મિથ્યાત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય (સમ્યફ-મિથ્યાત્વ), અને (૩) સમકિતમોહનીય (સમ્યકત્વ પ્રકૃતિ). (૧) મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયે જીવને વિપર્યાસ (ઊંધી મતિ) ઉત્પન્ન થાય છે. હિંસામાં
(યજ્ઞાદિમાં) ધર્મબુદ્ધિ, અચેતન એવા શરીરમાં જીવને પોતાપણું મનાય છે (જડને ચેતન મનાવે છે); અપવિત્ર લોહી, માંસ, પરુ, વિષ્ટા, મૂત્રાદિના ભાઇનરૂપ સ્ત્રીશરીરને પવિત્ર સુખકર મનાવે છે; ધન, વૈભવ, કુળ આદિ પોતાનાં (ચેતન્યરૂપ જીવનાં) નથી છતાં પોતાનાં મનાવે છે –
આવી ગાઢ વિપરીતતા ઉત્પન્ન કરાવનાર કર્મ મિથ્યાત્વમોહનીય છે. (૨) મિશ્રમોહનીયમાં મંદ વિપરીતતા છે; તેથી ખોટાને ખોટારૂપે મનાય, તેની સાથે સાચાને પણ
ખોટારૂપે મનાય તેવી મિશ્રતા રહે છે, અથવા સતદેવ-ગુરુ-ધર્મને સાચા માને અને કુદેવ-ગુરુ-ધર્મને પણ સાચા માને, એટલે જૂના સંસ્કાર તદ્દન ન જાય અને નવા સંસ્કારો ગ્રહણ
થાય, તે વખતની એ મિશ્રદશા છે. (૩) સમ્યકત્વમોહનીયમાં નહીં જેવી જ વિપરીતતા છે, એટલે ચોવીસ તીર્થંકર સર્વ શુદ્ધરૂપે સરખા
પ્રભાવવાળા હોવા છતાં, કોઈ એક વધારે હિતકારી છે એમ માની, તે પ્રત્યે વિશેષ ભક્તિભાવ કે વિજ્ઞવિનાશક વગેરે વિશેષ પ્રભાવ માની, તેમાં બુદ્ધિનું અટકી રહેવું વગેરે મલિનતા ઉત્પન્ન કરે છે, પણ તે સમ્યક્દર્શનનો નાશ કરવા અથવા સદેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજવામાં વિઘ્નકર્તા
નથી. જેમ મેણિયા કોદરાનો રોટલો કોઈ ખાય તો બેભાન થઈ જાય; તેને ધોઈને રોટલો કરી ખાય તો કંઈક ભાન, કંઈક લડથડિયાં આવે, પણ કામ કંઈ કરી શકે નહીં; અને તેને વિશેષ ધોઈને કે કોદરી કરીને ખાય, તેને કંઈક અસર જણાય પણ કામ બધું કરી શકે; એવું ત્રણે પ્રકૃતિઓ સમજવા અનુક્રમે દૃષ્ટાંત છે. મિથ્યાત્વ અને મિશ્રમોહનીય સમ્યક્દર્શનનો ઘાત કરનારી છે; સમકિતમોહનીય માત્ર મલિન કરનાર છે. (બી-૩, પૃ.૩૫૫, આંક ૩૫૬)