________________
(૫૧૬. સ્વચ્છેદ અને પ્રતિબંધ T સાચા પુરુષને આશ્રયે જે કરવામાં આવે, તે સત્સાધન છે. પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે, તે સ્વચ્છંદ છે.
જ્ઞાનીને સારું લાગે, તે કરવું. કોઈ પણ ક્રિયા, સદ્ગુરુને સંભાર્યા વિના કરવા જેવી નથી. આજ્ઞા ન હોય તો સ્વચ્છેદ છે. સ્વચ્છંદ ટાળવા માટે આજ્ઞા છે. જેને સ્વચ્છેદે વર્તવું હોય, તેનાથી એ ન થાય. સ્વચ્છેદે વર્તે, તે અજ્ઞાની છે. અલ્પ આજ્ઞા હોય, તોય ધર્મ પ્રગટ થાય છે. જ્ઞાનીએ આને તો ધ્યાન કરવા કહ્યું અને મને બીજું કહ્યું, એમ ન કરવું. આજ્ઞાનું માહાત્મ હોય તો જીવનું ભલું થાય છે. જ્યાં સુધી સ્વચ્છંદ છે, ત્યાં સુધી ધર્મ પરિણમતો નથી. શ્રદ્ધાની ખામી છે, તેથી સ્વચ્છેદ પોષાય છે. “હું કહું, તે જ થાય' એમ કર્યું કલ્યાણ ન થાય. જ્ઞાની કહે તેનાથી મારું કલ્યાણ છે, એમ થાય તો પછી જીવને કષાય ન થાય. કષાય ન થવા દે અને જ્ઞાનીની
આજ્ઞા આરાધે, તો કલ્યાણ થાય. (બો-૧, પૃ.૯૮, આંક ૧૭) D આ જગતમાં બંધનનાં બે મુખ્ય કારણો પરમકૃપાળુદેવે જણાવ્યાં છે : “જીવને બે મોટાં બંધન
છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ છે.” (૧૯૬) તે બંનેને નિર્મૂળ કરવા મુમુક્ષુજીવો પુરુષાર્થ કરે છેજી. સ્વચ્છંદને નિર્મૂળ કરવા સરુનો યોગ જોઈએ.
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.” એ લક્ષ સર્વ સાધનની પહેલાં રાખવા યોગ્ય છેજી. સદ્ગુરુકૃપાથી જેનો સ્વછંદ હાનિ પામ્યો છે કે મંદ થયો છે, તેનો પ્રતિબંધ ક્રમે કરીને ટળવાયોગ્ય છે. સર્વનો શ્રેષ્ઠ ઉપાય સત્સંગ છે, પણ તેમાં જે પ્રતિબંધ કરનાર અસત્સંગરૂપ દેહાદિ સંબંધી બંધન, સ્વજન-કુટુંબાદિ બંધન, સંકલ્પ-વિકલ્પરૂપ બંધન આદિ બંધન જીવના પુરુષાર્થબળે ઘટવા કે ટળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૦, આંક ૪૭) પ્રશ્ન : “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય.” પ્રત્યક્ષ સગુનો યોગ કોને કહેવો? અમારે વિષે તે શી રીતે સંભવે? તે ન હોય તો પછી સ્વચ્છંદ શી રીતે રોકી શકાય? ઉત્તર : “જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે (મોક્ષ પામે છે).''(૪૯૧) આમ પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર લખ્યું છે. ““રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ.” આમ સ્વચ્છંદ રોકાય તો જ મોક્ષ થાય છે; અને આજ્ઞાનો આરાધક સ્વચ્છેદે વર્તી શકે નહીં. બીજું, “જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય.” (૪૯૩) આમ ભક્તિ કરતાં પણ સ્વચ્છંદ રોકાય છે.