________________
(૪૫૭) કંઈ ન બને તો તે વાક્યનો સ્મૃતિમાં રણકાર રહ્યા કરે, એમ લક્ષ રાખવો છે. આટલો લક્ષ રાખી, એક દિવસ એક વાક્ય વિચારવું. તે દિવસે અવકાશજોગ ન લાગે તો તે જ વાક્ય બીજે દિવસે પણ વિચારવું છે, એમ રાખવું; પણ વાક્ય બદલાય તો કંઈક ચિત્તને પણ નવીનતા અને વિચારની ફુરણાનું કારણ છે. આમ થોડું વંચાય પણ વિચાર અને સ્મૃતિને બળ મળે, તેવી કાળજી રાખવાની ટેવ પાડવી છે.” આટલો નિર્ણય કરી તેમ વર્તાય, તો ઘણી જાગૃતિનું કારણ બને તેમ છેજી. (બી-૩, પૃ.૬૮૩, આંક ૪૨૦) D આપનો પત્ર મળ્યો. શહેરના ઝેરી વાતાવરણમાં ધર્મભાવના નિર્જીવ ન થઈ જાય, તે અર્થે સર્વાંચન,
સરખી ભાવનાવાળાનો સમાગમ, સવિચાર, ભક્તિનો નિયમિત અમુક વખત અને અવકાશ સ્મરણ કરતા રહેવાની ટેવ, ચૂકવા યોગ્ય નથી. રિસેસ કે રજાના વખતે શું કરવું તે સંબંધી સૂચના જણાવવા પુછાવ્યું; તેના ઉત્તરમાં જણાવવાનું કે પા કલાક ઉપરાંત વખત મળે ત્યારે કોલેજ પાસે બોટનિકલ ગાર્ડન છે, તે ઉઘાડો રહેતો હોય તો ત્યાં જઈ એકાંતમાં, બે-ત્રણ જણે નિત્યનિયમની ભક્તિ મંગળાચરણપૂર્વક કરી લેવી. એકલા ઘેર કરી હોય તોપણ સમૂહમાં અહીં જેમ કરીએ છીએ તેમ, ભક્તિ કરવાથી શાંત ભાવનાની અસર ભણતી વખતે પણ રહેશે. બીજી ટૂંકી રિસેસમાં એકઠા થઈ શકાય તો ફરતાં-ફરતાં પણ આત્મસિદ્ધિ આદિ કાવ્યોની કોઈ-કોઈ કડી સામસામી પૂછી, બને તેટલો અર્થનો વિસ્તાર કરવાની ટેવ પાડવી. જેમ એકાંતમાં વિચારવાનો વખત રાખવાની જરૂર છે તેમ પરસ્પર ચર્ચા તે કડી વિષે થાય, તેના સમર્થનમાં કે વિરોધમાં જે જે વિચારો દર્શાવાય તે નિખાલસપણે દર્શાવવા, અને આખરે પરમકૃપાળુદેવને જે કહેવું હોય તે ખરું, એ નિર્ણય છેવટનો મનમાં રાખવો. કોઈ બાબતમાં આગ્રહ કરી ખેંચતાણ ન કરવી, પણ ઢીલું મૂકી ખરું હોય તે આપણે ગ્રહણ કરવું છે, એવો ભાવ રાખવો. નિબંધનો વિષય આપ્યો હોય તેના ઉપર જેમ વિચાર કરીએ છીએ, તેમ કોઈ પણ પરમકૃપાળુદેવનું વચન લઈ, તેના વિષે બને તેટલા વિચાર કરતા રહેવા
ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૫૪, આંક ૩૫૫). કથાનુયોગ D દ્રઢપ્રહારીની કથા પરમકૃપાળુદેવે ભાવનાબોધમાં (વચનામૃત પૃ.૫૫) ટાંકી છે, ત્યાં “તપ એ નિર્જરાનું
કારણ છે.” તે મુદ્દો લક્ષમાં રાખીને લખી છે. જે અભિપ્રાયે કથા લખાઈ હોય તે લક્ષ કથાનુયોગમાં રાખવો ઘટે છે. કથાનુયોગ અને સિદ્ધાંતગ્રંથોમાં ઘણો ફેર છે, માટે કથાનુયોગમાં જે ઉદેશે કથા લખાઈ હોય તે તરફ લક્ષ રાખવાથી વાચકનું હિત થાય છે. આજના વાંચનમાં આવ્યું હતું કે “થપથના SFT :: कर्तव्यपथमें लग जाना ही श्रेयस्कर है ।'' અન્ય રીતે તે જ કથા ‘અભિધાન રાજેન્દ્રકોશ'માં આજે જોઇ. નગર લૂંટવા દ્રઢ હારી જાય છે ત્યાં સુધી સરખી કથા છે, પછી ફેર છે.