________________
૭૩૪
‘સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ-મમત્વભાવ ઉઠાવી લઇ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ-મૂર્છાભાવ બાળી-જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું - એ સર્વ પર્યાયવૃષ્ટિ છોડી, શ્રી સદ્ગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું, એવી આત્મભાવના રાખવી. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’' મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી, તેમાં રાખવો. એના જેવું કોઇ બીજું શરણ નથી; તો જ કલ્યાણ થશે.’' (ઉપદેશામૃત પૃ.૩૯૨)
આ શિખામણ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ આખર વખતે લક્ષમાં રાખવાની જણાવી છે, તેની જેને પકડ થશે, તેનું કલ્યાણ થાય તેમ છેજી. (બો-૩, પૃ.૩૧૬, આંક ૩૦૫)
] પૂ.
...બહેનનો કાગળ હતો. તેમાં તે લખે છે : “મારા મોટા મામા ગુજરી ગયા, તેથી મારી બાને બહુ જ આઘાત થયો છે.’' શરીરની વેદના કરતાં પણ, માનસિક વેદના વિશેષ દુઃખદાયી છે અને ઘણાં કર્મ બંધાવે છે, એમ જ્ઞાનીપુરુષો કહે છેજી.
તેથી, એવા પ્રસંગમાં સત્સંગ, સાંચન, ભક્તિ, મંત્રના સ્મરણમાં રહેવું કે પોતાના મરણનો વિચાર કરવો કે મારે પણ સમાધિમરણ કરવાનું મહાન કામ કરવાનું હજી બાકી છે, તો જે બાબતમાં મારું કંઇ ચાલે તેવું નથી, તેમાં ચિત્ત દેવું, તેને માટે ખેદ કરવો કે તેના વિચાર કરવા, મને છાજે નહીં. ટ્રેનમાં બેસી સંઘ સાથે જાત્રાએ જવું હોય અને ટ્રેનનો ટાઇમ થવા આવ્યો હોય, ત્યારે બીજી નકામી વાતો કરવામાં કોઇ ખોટી થતું નથી, તો હવે વૃદ્ધાવસ્થાનો વખત તો ટ્રેનના ટાઇમ કરતાં વધારે અગત્યનો ગણી, જેટલું ભાગ્યમાં, આ ભવમાં રહેવાનું હોય તેટલી ક્ષણો સન્માર્ગમાં જ જાય, તેવો પ્રબંધ કરી રાખવો ઘટે છેજી.
ભરત ચક્રવર્તી જેવા ઉદ્યોગી, છ ખંડની સંભાળ રાખનાર, તેણે પણ પરમાર્થ ન ચુકાય માટે એક નોકર રાખ્યો હતો કે તે વારંવાર પોકારે કે ‘‘ભરત ચેત, મરણ માથે ઝપાટા દેત.'' તો આપણા જેવાએ તો, બચતી ક્ષણો જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં ગાળવા યોગ્ય છે.
હવે તો એક પરમકૃપાળુદેવનું શરણ, આ ભવમાં પુણ્યના યોગે મળી આવ્યું છે, તો તેને જ આશરે દેહ છોડવો છે. પતિવ્રતા મીરાંબાઇ જેવી ભક્તિ લઇ મંડવા યોગ્ય છેજી.
કર્યું તે કામ; ‘કરીશું, કરીશું' કરતાં-કરતાં, ઘણા મરણની જાળમાં ફસાઇ ગયા, તો આપણે બીજાના દૃષ્ટાંતે પણ ચેતી લેવું કે અચાનક મરણ આવી ઉપાડી જનાર છે, તો પહેલેથી બને તેટલું ધર્મધ્યાન કરી લેવું. આખરે પરાધીન અવસ્થા થશે, ત્યારે કંઇ નહીં બને. માટે એક ક્ષણ પણ પરભાવમાં કે પકથામાં ન જાય તેમ કરવા ભલામણ છેજી.
રોજ મરણ સંભારીએ તો વૈરાગ્ય આવે, પણ જીવ બીજામાં રાચીને ભૂલી જાય છે. આખરે શું કામનું છે ? તેનો લક્ષ રહેતો નથી. પ.પૂ. પ્રભુશ્રીજીએ બોધમાં કહેલું : ‘‘શું કરવા આવ્યો છે ? અને શું કરે છે ?'' આટલામાં તો ઘણી ગહન વાત સમાય છે; પણ વૈરાગ્ય વિના હૃદયમાં આવી વાતો રહેતી નથી, પથ્થર ઉપર પાણીના રેલાની પેઠે વહી જાય છે.
‘કથા સુણી સુણી ફૂટયા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.' આવી ગાળો જ્ઞાનીપુરુષોએ દીધી છે, તેવી ગાળોને પાત્ર હવે નથી રહેવું, એવો દૃઢ નિશ્ચય કરી, તે જ્ઞાનીપુરુષની અનન્ય ભક્તિ કરી, આત્મજ્ઞાન