________________
(૫૮૪)
તેવો જોગ ન બન્યો હોત તો આ અભાગી જીવ કેવા-કેવાં કાર્યોમાં પ્રવર્તી, ભારે કર્મી બની ગયો હોત, તે વિચારતાં હૈયુ કંપી ઊઠે છેજી. આપણા માટે તો પરમકૃપાળુદેવને શરણે ચોથો આરો જ ફરી આવ્યો છે એમ ગણી, આજીવિકા-ક્લેશ મંદ કરી, બનતો વખત તે પુરુષનાં વૈરાગ્યપ્રેરક, આત્મપ્રબોધક, મોક્ષપ્રકાશક વચનો દયમાં વારંવાર વિચારી કોતરાઈ જાય તેમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૦૯, આંક ૮૫૪)
. ....નો આશ્રમમાં દેહ છૂટી ગયો, તે પ્રસંગે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટયો છે, તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય, તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. (બી-૩, પૃ.૭૭, આંક ૬૭) 0 પરમકૃપાળુદેવે એક મુનિને કહેલું : “તમે અમારી આજ્ઞા ઉઠાવશો તો ગમે ત્યાં મરણ પછી ગયા હશો તોપણ તમને પકડી લાવીશું.'' આવી આત્માની સંભાળ લેનાર સદ્ગુરુનું જેને શરણું છે, તે મહાભાગ્યશાળી છે'. ફિકર કરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૮૦) સંસારમાં ચાર ગતિમાં ક્યાંય સુખ નથી, બધે દુઃખ ને દુઃખ જ છે, ફરી જન્મવા જેવું નથી, એમ જેને વૈરાગ્ય થાય, આસક્તિ છૂટે તે ભાગ્યશાળી છે. જેને સત્વરુષનો યોગ નથી મળ્યો, તે તો બીજી વસ્તુની ઇચ્છા કરે; પણ યોગ થયા છતાં પકડ ન કરે, તે તો ઊલટો દુર્ભાગ્યશાળી છે, આસક્તિ ન થાય તે ભાગ્યશાળી છે. પૂર્વનાં સત્કાર્યોના ફળરૂપે આ મનુષ્યદેહ મળ્યો છે. વિદ્યા, સમજણ, સત્સંગ-પ્રીતિ અને સદ્ગનો આશ્રય, એ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પુણ્યનાં ફળ છેજી. આવી અનુકૂળ જોગવાઇનો યથાર્થ લાભ ન લઇ શકાય તો આપણા જેવા દુર્ભાગી કે અધમ બીજા કોણ કહેવા ? (બો-૩, પૃ.૩૦૨, આંક ૨૯૩) પૂ. .... અહીંથી તત્ત્વજ્ઞાન - સ્મરણ સાધન લઈ ગયા છે, એ તેમનાં અહોભાગ્ય ગણાય, તેનું અહોરાત્ર આરાધન કરે, તેનું તેથી પણ વિશેષ ધન્યભાગ્ય ગણાય; પણ એવું સુંદર સાધન મળ્યાં છતાં, સત્સંગનો લાભ અને તેના રૂપ આત્મસિદ્ધિ વિવેચન આદિ સદૂગ્રંથ, પરમકૃપાળુદેવ અને પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ આદિ ભક્તિનાં સાધન સમીપ હોવા છતાં જે આત્મા ક્લેશિત રહે, બળી મરવા
ઇચ્છે તેના જેવું દુર્ભાગી પ્રાણી કોઈ દેખાતું નથીજી. (બો-૩, પૃ.૪૫૬, આંક ૪૭૮) પ્રવૃત્તિ D “જ્ઞાનીઓએ, એક વીતરાગમાર્ગ મૂકી, અન્ય કોઈ માર્ગ, જીવને આ સંસારસમુદ્રમાંથી તારવા સમર્થ
નથી, એમ સ્પષ્ટ કહ્યું છે. રાગ, દ્વેષ, અજ્ઞાન જે માર્ગમાં ન હોય, આત્મા નિજ શુદ્ધસ્વરૂપને ભજે તે વીતરાગમાર્ગ છે. આ મનુષ્યદેહમાં આવી એક બોધબીજ, સમકિત, મુક્તિ સિવાયની અન્ય પ્રવૃત્તિ જ્ઞાનીઓએ કાર્યકારી કહી નથી. મનુષ્યભવનું સફળપણું, ઉપયોગિતા ગણતા તે માત્ર એક સમકિતની પ્રાપ્તિ છે અને તે સમકિત સિવાય કોઈ જીવ ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં સાચા અવિનશ્વર સુખને પ્રાપ્ત થયો નથી કે