________________
(૩૧:)
પોતાના દોષો બારીક દ્રષ્ટિએ શોધ્યા પણ જયા નહીં; પત્નીને પૂછયું કે કોઇ પાપ એવું આજે થયું છે કે જેથી મારું મન સામાયિકમાં ચોંટતું નથી ? તેણે પણ વિચાર કર્યો અને જડી આવ્યું કે પાડોશીને ત્યાંથી દેવતા સાથે છાણાંનો ભૂકો સળગાવવા વગર પૂછયે આણેલો. આ જમાનામાં આ વાત નજીવી લાગે પણ મન જેને સ્થિર કરવું છે તેને તેવા દોષો પણ વિનરૂપ જરૂર જણાય છેજી. પરમકૃપાળુદેવે લખ્યું છે : “તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાળનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ?' (પુષ્પમાળા-૨૦) આ બધું આપણે પણ વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૫૨, આંક ૫૬૭) D ધર્મમાં વિઘ્ન પાડનાર ઘણા દોષો છે. સામાયિક કરવાથી મને ધન મળશે, યશ મળશે, એમ બહારની વસ્તુઓની ઇચ્છા રહે ત્યાં સુધી ધર્મ ન થાય. જ્યાં સુધી સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું, ત્યાં સુધી સંસારની ઇચ્છા રહે છે. હું સામાયિક કરું છું, મને સામાયિક કરતાં આવડે છે એમ અહંભાવ કરે, તે બધા જીવના દોષો છે. નિદાન નામના દોષમાં ઇચ્છાની ઘણી તીવ્રતા છે કે મને આ વસ્તુ મળો જ, મને દેવલોક મળો જ, એમ તીવ્ર ઇચ્છા હોય છે. નંદિણમુનિ બહુ સેવાભાવી હતા. તેઓને ઇન્દ્ર વખાણ્યા, પણ બે દેવોને તે વાત સાચી ન લાગી. તેથી નંદિ૨ણની પરીક્ષા કરવા આવ્યા. નંદિષણ તેમાં પાસ થયા; પણ મરણ વખતે નિદાનબુદ્ધિ થઇ કે મારા મામાએ મને એક પણ કન્યા ન આપી. આ મારી સેવાનું ફળ હોય તો હું હવેના ભવમાં સ્ત્રીવલ્લભ થાઉં. એવી ભાવનાથી દેહ છોડયો, પછી દેવનો ભવ કરી વસુદેવ થયા.
(બો-૧, પૃ.૨૫૯, આંક ૧૬૫) શિથિલતા
જે કામ પ્રસંગે-પ્રસંગે, ક્ષણે-ક્ષણે કરતા રહેવાની જરૂર છે, તે કામ “થશે', “થશે', “વખત મળશે તો કરીશું” એમ રહે છે, તે જીવની શિથિલતા છે. તે દૂર કરવા, બને તેટલી જાગૃતિ વધારતા રહેવાની જરૂર છે. બીજે બધેથી પ્રેમ ઉઠાડી સન્દુરુષ, તેનો બોધ, તેનો સમાગમ, તેની આજ્ઞા, તે પ્રત્યે વાળવા યોગ્ય છેજી. એ જ વિચાર હરતાં-ફરતાં, કામ કરતાં, જતાં-આવતાં, સૂતાં-બેસતાં કરતા રહેવાય, તેવી ટેવ મારે પાડવી છે એવો નિશ્ચય કરી, તે તરફ દિવસમાં ઘણી વાર લક્ષ દેવાય છે કે નહીં, તે જોતા રહેવાની જરૂર છે). (બો-૩, પૃ. ૨૭૫, આંક ૨૬૮) D જીવનો મોટામાં મોટો દોષ, મારો હિસાબ તપાસતાં, મને તો શિથિલતા સમજાય છે. શિથિલતા ટાળવી
જીવને વસમી લાગે છે; પણ વિકટ પુરુષાર્થ, વિશેષ જાગૃતિ વધારીને શિથિલતા હવે તો વેળાસર ટાળવા યોગ્ય છેજી, સત્સંગથી જ જીવનું કલ્યાણ થાય છે, એ પ્રથમમાં પ્રથમ જીવને નિશ્ચય જોઇએ, અને તેને માટે જે વિપ્નો નડતાં હોય તેના ઉપાય અપક્ષપાતપણે વિચારી, શિથિલતાને માથે ઘણ પડે તેવા નિશ્રયબળની જરૂર છેજી.