________________
(૧૭ તો જે પરમકૃપાળુદેવે માન્યું છે તે જ મારે માનવું છે. “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે.'' (૪૦) કસોટીના પ્રસંગમાં, મહાપુરુષોને મરણાંત ઉપસર્ગોમાં પણ જે – આત્મા છે, નિત્ય છે આદિ છ પદનો અખંડ નિશ્ચય રહ્યો છે, તે વારંવાર યાદ કરવાથી, જીવને ધર્મધ્યાનમાં વૃત્તિ રહે છે. જ્યાં આર્તધ્યાન થાય, તેવા પ્રસંગોમાં ધર્મધ્યાન થાય, નિર્જરા થાય અને આત્મા બળવાન બને છે. આ વેદનાથી બમણી વેદના ભલે આવો, પણ મારે જ્ઞાનીનું શરણ મરણ સુધી ટકાવી રાખવું છે, તેમાં કોઇ વિપ્ન પાડી શકે તેમ નથી. વૃત્તિ કેમ રહે છે તેનો લક્ષ વારંવાર રાખી, જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં, શૂરવીરપણામાં વૃત્તિ વહ તો વીર્ય વિશેષ સ્લરી, આત્માનંદ અનુભવાશે. તે કઠણાઈનો પ્રસંગ, બહુ હિતકર અને ચિરસ્મરણીય બની રહેશે. માટે હિંમત રાખી, સપુરુષાર્થ ચાલુ રાખો. (બી-૩, પૃ.૪૫૧, આંક ૪૭૧) “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે.'' (૪૬૦) એ પત્ર વાંચ્યો તો ઘણી વખત હશે, પણ તે વારંવાર શ્રવણ થાય તેમ કરવા, આપને અને સેવામાં જે ભાઇબહેનો હોય, તેમને ભલામણ છેજી ટૂંકામાં, મુમુક્ષજીવે આર્તધ્યાનનાં પ્રબળ નિમિત્તા પ્રબળ દેખાવા છતાં આર્તધ્યાન ન થવા દેવું, એ અત્યારના પ્રસંગમાં મૂળ કર્તવ્ય છેજી, જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ આધાર છે. આવા ભાવો વડે મન દ્રઢ કરી, કોઈ મહા પ્રબળ પૂર્વપુણ્યના યોગે આ કાળમાં, દુર્લભ જેનાં દર્શન છે તેવા, મહાપુરુષનો યોગ થયો છે, તેમનાં વચનામૃત પ્રત્યક્ષ સાંભળ્યાં છે, તેમના શ્રીમુખથી સ્મરણમંત્ર આદિ સત્સાધનની આજ્ઞા પ્રાપ્ત થઈ છે તેવા મુમુક્ષુએ, કોઈ પણ કારણે મનને ક્લેશ તરફ વળવા દેવું ઘટતું નથી. કશામાં ચિત્ત પરોવી રાખવા જેવું નથી. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી, તો જ્યાં આપણો ઉપાય ન ચાલે તેવા પ્રારબ્ધની ચિંતા કરવી, વ્યર્થ છે. માત્ર જ્ઞાની પુરુષે જણાવેલા ધર્મધ્યાનમાં અહોનિશ તત્પર થવા, હવે તો કેડ બાંધી અંતરંગ પુરુષાર્થની જ જરૂર છે. તેનું શરણું જેને છે, તેને જ તે સૂઝી આવે છેજી, માટે હિંમત નહીં હારતાં, શૂરવીરપણું ગ્રહીને, જ્ઞાનીના શરણે બુદ્ધિ રાખશોજી.
(બો-૩, પૃ.૩૮૩, આંક ૩૮૮) | તમે બધા, શારીરિક વેદનાના ભોગ થતા જાણી, ધર્માનુરાગથી ખેદ થયો, પણ નિરૂપાયતા આગળ તે શમાવ્યા વિના છૂટકો નથી.
જ્યાં સુધી અસાધ્ય વ્યાધિ આવી નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞાનું મુશ્કેલીથી, આંખો મીંચીને પણ આરાધન કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવ લખે છે : ““કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.' (૨૫૪) સમજ્યા ત્યારથી સવાર ગણી, તેની જ ભાવના નિરંતર રહે એવો લક્ષ (ઘસારો પાડી દેવો – ઘસી નાખવું એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા) દયમાં વૃઢ કરવા યોગ્ય છેજી. ખાસ કરીને વેદનાના પ્રસંગમાં, જીવ જો ન ચેતે તો અનાદિનો અધ્યાસ હોવાથી, દેહાદિ અશાતામાં ઉપયોગ તણાઈ જાય અને મને દુઃખ થાય છે, હું માંદો છું, દુઃખી છું આમ થઈ જવું સહજ છે અને એને