________________
૪૧) રહેવાથી, તેનાં વચનોનું સેવન કરતા રહેવાથી, તેમણે કરેલી આત્મભાવનાની ભાવના કરતા રહેવાથી જરૂર, આ જીવ પણ તે જ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરશે. માટે ગભરાયા વિના સત્સાધનમાં આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેનો પ્રવર્તતા રહેવા પુરુષાર્થ કર્યા કરો એ જ ભલામણ છે.
(બો-૩, પૃ.૩૨૫, આંક ૩૧૮) D મુમુક્ષુ સમભાવ રહેતો નથી. પૂજ્યશ્રી : સમભાવ ન રહે પણ ભાવના તો કરાયને કે હે ભગવાન ! મને સમભાવ રહો? સવારમાં ઊઠીને ભાવના કરવી, પછી ફરી સાંજે ભાવના કરવી, ફરી સૂતી વખતે ભાવના કરવી, એમ અભ્યાસ
પાડે તો વારંવાર સાંભરે. (બો-૧, પૃ. ૨૧૮, આંક ૧૦૫). T સમભાવ કેમ આવે ?
“સમજ સાર સંસારમે, સમજુ ટાળે દોષ;
સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.'' સમજ આવે તો સમભાવ સહજ રહે. સમજ કેવી જોઇએ? સવળી. આ દેહ તે જ હું, આ સ્ત્રી, આ પુરુષ, આ પશુ, આ ઘર, આ ધન - એમ દેહદ્રષ્ટિ થઈ ગઈ છે. તે જો મટે તો સહજ સમજ પ્રગટે. વિચાર કરે તો પોતાને પ્રગટ લાગે કે શરીર મારું માનું છું, પણ ક્ષણમાં એનું રૂપ બદલાઈ જાય છે. તેમ જ, એની અંદર શું ભરેલું છે? એમાં કેવી વસ્તુઓ છે? એમ જો વિચાર કરવા બેસે તો બધાનું સ્વરૂપ જેવું છે, તેવું જ સદ્દગુરુ આજ્ઞાએ જીવને પ્રત્યક્ષ દેખાય. એમ જો વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય તો પછી રાગ-દ્વેષ ન થાય. માટે વિચારે કરી સમજ આવે તો સમભાવ અવશ્ય થાય. મનને બધેથી ખેંચી, સદ્ગઆજ્ઞામાં રાખે તો વિચાર પ્રગટે.
આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે."
(બો-૧, પૃ.૩૬, આંક ૮). T સમભાવ એ મોક્ષનો દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી અને તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાનો આધાર સમ્યક સમજણ – આત્મજ્ઞાન છે. તેનો આધાર સદ્ગુરુ પ્રત્યે શરણભાવ, તેનાં વચનોની-બોધની ઉપાસના અને તેનાં વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ છે. એક રીતે આપણાં અહોભાગ્ય છે કે હડહડતા કળિકાળ જેવા નાસ્તિક યુગમાં, આત્માનું માહાભ્ય હૃદયમાં ઘોંચી ઘાલે તેવા પ્રત્યક્ષ ઉપકારી પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મનાં બીજની પ્રાપ્તિ થઈ છેજી; અને તેને પોષણ મળે તેવા સત્સંગધામને તે પાછળ મૂકતા ગયા
છે). (બી-૩, પૃ.૪૫૯, આંક ૪૮૧) T સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે શુભાશુભ બની આવે છે, તેમાં સમતા એ જ બચવાનું સ્થાન અને ઉદ્ધાર
કરનાર છેજી, (બી-૩, પૃ.૬૭૬, આંક ૮૧૧) D કર્મ કોઈનાં લઈ-દઈ શકાય તેમ નથી એમ સમજી, નિરુપાયતા આગળ સહનશીલતા જ સર્વોત્તમ
ઉપાય છેજી. સમભાવ એ સર્વ પ્રસંગ વખતે બચવાનો સર્વોત્તમ ઉપાય છેજી. (બો-૩, પૃ.૭૯૭, આંક ૧૦૨૫)