________________
૬૪૦) સમતા | તમે “ઉદાસીનતા' વિષે પૂછયું, તેનો અર્થ પરમકૃપાળુદેવે સમતા કર્યો છે અને તે થવાનું કારણ
સપુરુષની ભક્તિમાં લીન થવાનો ઉપાય જણાવ્યો હોય એમ લાગે છે. જગત પ્રત્યે વૈરાગ્ય-ઉપશમવૃષ્ટિ થયે, ભક્તિ પણ યથાર્થ થાય છે અને સમભાવ પ્રગટે છેજી. (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૩૯) | મહાપુરુષો અવિષમભાવે એટલે સમભાવે રહ્યા તો જ કર્મ છોડ્યાં છે. ઉદાસીનતા એટલે સમભાવ.' જેને કંઈ પ્રતિબંધ નથી, તે ઉદાસીન છે. રાગ-દ્વેષમાં ન તણાવું, તેનું નામ ઉદાસીનતા છે. ઉદાસીન એટલે ક્યાંથી ચોંટી ન ગયો હોય. આમ થયું તો ઠીક અને તેમ થયું તો ઠીક, એ ઉદાસીનતા છે. જે થાય તે ભલું માનવામાં આવે તો ઉદાસીનતા છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.'' (૭૭) ઉદાસીનતા આવે ત્યારે સુખ પ્રાપ્ત થાય. એ વગર સુખ ન આવે. વૈરાગ્ય હોય તો ઉદાસીનતા રહે.
વૈરાગ્ય ઉદાસીનતાનું કારણ છે. સમભાવ કે ઉદાસીનતા એક જ છે. (બો-૧, પૃ.૩૩૫, આંક ૮૫) D આત્માનું ખરું સ્વરૂપ સમભાવ છે. સમભાવ એ જ મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય લખે છે કે દેવલોક તો આગળ
છે અને મોક્ષ તેનાથી પણ આગળ છે, પરંતુ સમભાવમાં રહો તો અહીં જ મોક્ષ છે. સમભાવ એ કર્મ છોડવાનું કારણ છે. સમભાવથી જેટલી નિર્જરા થાય, તેટલી કોઇ ક્રિયાથી ન થાય. ઉદય વેદતાં સમભાવ રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં રહી સમભાવ રાખે તો મુનિ કરતાં ઘણી નિર્જરા થાય છે, કેમકે ગૃહસ્થાશ્રમમાં વધારે પુરુષાર્થ કરે ત્યારે સમભાવ રહે છે; અને જેટલો વધારે પુરુષાર્થ કરે, તેટલી વધારે નિર્જરા થાય, મુનિપણામાં અવકાશ બહુ હોય છે. તેથી થોડો પુરુષાર્થ કરે તોપણ સમભાવ રહી શકે છે. સમભાવ એટલે ઉદાસીનતા, ક્યાંય રુચિ ન રહે. પરમકૃપાળુદેવ આખા મુંબઈને સ્મશાન સમાન દેખતા હતા. (બો-૧, પૃ.૭૪) 0 પુણ્યનો ઉદય હશે તો વગર બોલાવ્યું જેમ રોગ આવે છે તેમ, નફો-સુખ-સામગ્રી પણ આવશે; અને પાપનો ઉદય હશે તો, ચોમાસામાં વરસાદ અચાનક આવે તેમ, ગમે ત્યાંથી દુ:ખ આવી પડશે. એ
ક્યારે જાય ? ક્યાંથી આ આવ્યું? આમ કર્યું કાંઈ તે જવાનું નથી અને કહીએ કે આવવું હોય તેથી વધારે ભલે આવે તો કંઈ વધારે આવનાર નથી; તો પછી સમતા રાખી જે આવી પડે તે સહન કરવું યોગ્ય છે. (બી-૩, પૃ.૪૬, આંક ૩૧) “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.'' (૩૦૧) આવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મૂંઝાતો નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ યોગ્ય બને છે એમ લાગ્યા કરે તો હર્ષ-શોકનું કારણ રહેતું નથી. જેમ બનવાનું હોય છે તેમ બન્યું જાય છે, તેવા આ પ્રારબ્ધજાળથી પ્રવર્તતા સંસારમાં, આપણું ધાર્યું કાંઈ બનતું નથી. આપણા ભાવ કેવા રાખવાં, તે આપણા હાથની
વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે, તે, જીવ કરી શકે તેમ છે. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦) 0 સમતા એ અપૂર્વ વસ્તુ છે, તે જ્ઞાનીના ઘરની વાત છે, પણ આપણને તે સમર્થ પુરુષનું શરણું મળ્યું છે;
તો ચક્રવર્તીની દાસી પણ તેની રસોઈનાં ખબડાં (વાસણે ચોંટી રહેલી ખીર વગેરે) ખાઈને એટલી પુષ્ટ થાય છે કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ તેને (શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને) આશરે