________________
૯૮૮)
જેમ કોઈ કૂવામાં પડી ગયો હોય અને તેને તરતા આવડતું ન હોય છતાં દોરડું હાથમાં આવી જાય તો પછી તે ડૂબે નહીં, દોરડે-દોરડે બહાર નીકળી શકે; તેમ આ મંત્ર જ્ઞાનીની આજ્ઞાથી મળેલો, મારી ઉદ્ધાર કરનાર છે એટલો વિશ્વાસ રાખી, બને તેટલી વાર રાતદિવસ જગ્યા કરવા યોગ્ય છે. બીજેથી ચિત્ત પાછું વાળી એ મંત્રમાં રાખવું. શરીરમાં દુ:ખ, પીડા, વેદના થતી હોય ત્યારે મને ત્યાં જાય છે અને હું દુઃખી છું, દુઃખી છું એમ થાય છે તે આર્તધ્યાન કહેવાય છે; તેથી કર્મ બંધાય છે અને ઢોર-પશુના ભવમાં જવું પડે; પણ આ મંત્રમાં ચિત્ત રાખે તો ધર્મધ્યાન થાય અને સારી ગતિ થાય છે. જ્ઞાનીએ જામ્યો છે એવો આત્મા દેહથી, દેહનાં દુઃખથી અને દેહના સર્વ સંબંધોથી જુદો છે, પરમાનંદરૂપ છે, નિત્ય છે, તે મરતો નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, તે કપાય નહીં, છેદાય નહીં, બળે નહીં, સર્વ વખતે ક્ષણે-ક્ષણે નિરંતર જાણ-જાણ કરનાર છે; તે આત્મા આ મંત્રમાં કહ્યો છે, તે મારે વારંવાર સંભારવો છે. ગમે, ન ગમે તોપણ જેમ રોગ મટાડવા કડવી દવા આંખો મીંચીને પી જાય છે તેમ, પરાણે પણ મનને મારે મંત્રમાં જ હવે તો રાખવું છે; એવો દૃઢ વિચાર કરી, તે પ્રમાણે વર્તવા ભલામણ છેજી. શરીર ઠીક થયે પણ રોજ અમુક માળા, બે-ત્રણ, રોજ ફેરવવાની ટેક રાખવી અને હરતાં-ફરતાં, કામ કરતાં પણ જીભથી મંત્ર બોલતા રહેવાની ટેવ પાડી મૂકી હશે તો તે સમાધિમરણનું કારણ છેજી. જ્ઞાનીએ જણાવેલી જન્મમરણ ટાળવાની આ અમૂલ્ય દવા છેજી. માટે તેને સામાન્ય થઈ જવા ન દેવી. સ્મરણ કરતાં મન જ્ઞાની પ્રત્યે રાખવું. જ્ઞાની પુરુષ આત્મા જ છેજી. (બી-૩, પૃ.૨૭૮, આંક ૨૭૧) D પરમકૃપાળુદેવ રાળજ પધારેલા. તે વખતે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને, પરમકૃપાળુ પ્રત્યે જેવો દર્શનનો
પ્રેમ હતો, તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાળજના સીમાડાથી ખંભાત, દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા, તે પ્રેમની યાદી આપી, બીજે દિવસે પૂ. સોભાગભાઇને ખંભાત મોકલ્યા હતા અને મંત્ર ૫.પૂ. પ્રભુશ્રીજીને જણાવવા આજ્ઞા કરી હતી, તે જ મંત્ર આજે મને મળે છે તે મારાં મહાભાગ્ય છે, તે પરમકૃપાળુદેવનાં દર્શન કરી, હે ભગવાન ! આપની આજ્ઞાથી મંત્ર વગેરેની હું ઉપાસના કરીશ એમ તે ભાઈ જણાવે તેમ કરવા પ.પૂ. ગુણચંદ્રજી મહારાજને વિજ્ઞપ્તિ છેજી. મંત્ર જણાવતી વખતે બીજા માણસોનું ટોળું ન રહે અને પરમકૃપાળુદેવ પ્રત્યે તેને ઉપકારબુદ્ધિ પ્રગટે,
તેમ યથાશક્તિ કરવા વિનંતી છેજી. બીજા કોઇને મંત્ર જણાવવો નહિ. (બો-૩, પૃ.૧૦૭, આંક ૯૮) 0 ખામી આપણા પુરુષાર્થની છે; નહીં તો પ.પૂ. પ્રભુશ્રીજી તો કહેતા હતા કે સ્મરણમંત્ર આપ્યો છે, તે આત્મા જ આપ્યો છે. વિશ્વાસ અને પુરુષાર્થ વધારવાની જરૂર છે. તે ખામી પૂરી થયે, કોઈને પૂછવા
નહીં જવું પડે. (બી-૩, પૃ.૧૨૧, આંક ૧૧૬) D આપણને પરમકૃપાવંત પ.પૂ. પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમપુરુષ દ્વારા પ્રાપ્ત, જણાવી તે મંત્રનું એટલું બધું માહાત્મ તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ.” દવા વાપરીને જેમ રોગનો નાશ કરીએ છીએ, તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસારને વિસરી જઈ, તેમાં તન્મયતા રાખીને તેનું આરાધન કરવાથી જન્મમરણનો નાશ થાય, તેવું બળવાન સામર્થ્ય તેમાં