________________
(૧૩૨)
[ આજે કોઇ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. (૨-૩૪) આ પુષ્પમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે વિશેષ વિચારવા યોગ્ય છે. સમય, શક્તિ અને પરિણામ વિષે વિચાર કરી, પછી જે કામ કરવા નિશ્વય થાય, તેની આજ્ઞા લઇ પ્રવર્તવાથી, તમને જે મુંઝવણ આવે છે, તે આવવાનો સંભવ ઓછો છે. એક કામમાં આપણું ચિત્ત વિશેષ વખત સુધી ન રહેતું હોય તો પાંચ, દસ કે પંદર મિનિટ સુધી આ કામ કરવું છે, એવી ચોક્કસ વખત સુધીની આજ્ઞા લઇ, તે પ્રમાણે વિશેષ કાળજી રાખી વર્તવું. વખત ટૂંકો રાખવાથી ચિત્ત થોડા વખત સુધી તો લીધેલા કામમાં જોડાય. તેટલો વખત પૂરો થવા આવ્યું, તે જ કામ માટે તેટલો કે તેથી ઓછો-વધતો વખત નક્કી કરી, આજ્ઞા લેવી. આમ પોતાની શક્તિ તપાસી, સમયનું માપ રાખી વર્તવું અને વારંવાર આજ્ઞા લઈને વારંવાર તૂટે તો પછી આજ્ઞાનો કંઈ અર્થ નથી. માટે મનની શિથિલતા પોષવારૂપ પરિણામ ન આવે તે લક્ષમાં રાખી, થોડું-થોડે પણ મનની કુટેવો તજાવવી છે અને નિયમમાં તેને લાવવું છે, એ વારંવાર સ્મૃતિમાં લાવી, નિશ્ચય કર્યા પ્રમાણે તો જરૂર વર્તવું જ, એવી દૃઢતા રાખવી. વખતે ભૂલ થાય તો શું કરવું, તે પણ પહેલેથી વિચારી લેવું. પ્રમાદ, નિદ્રા વિગ્ન કરે તો તેનો ઉપાય પણ શોધવો – જેમ કે ઊભા થઈ જવું, ફરતાં-ફરતાં વાંચવું, વિચારવું; આંખે પાણી છાંટવું; કે સુસ્તી વિશેષ જણાય તો ચિત્રપટ આગળ થોડા નમસ્કાર પાંચ-પચીસ કરવા. સાંજે વિશેષ ઊંધ નડતી હોય તો રાત્રિભોજન તજવું, કે દૂધ વગેરે ઓછાં કરવાં. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી હોય તો એલાર્મ ઘડીયાળ કે કોઈ મિત્ર જગાડનાર મળે, તેવી કોઈ યુક્તિ કરવી. જૂનો રિવાજ પંડિતોના વખતનો એવો હતો કે ખીલા વગેરે સાથે ચોટલી બાંધી વાંચતા એટલે ઊંઘ આવે કે ડોલું આવે તો ચોટલી ખેંચાય કે જાગી જાય. આ બધા બાહ્ય ઉપાય છે; પણ ખરો ઉપાય તો ખરેખરી ગરજ અંતરમાં સમજાઈ હોય તો વિશેષ જાગૃતિ રહે છે. જેમ પરીક્ષા વખતે વગર કહ્યું વહેલું ઉઠાય અને ઊંઘ પણ ઓછી આવે, તેમ આ મનુષ્યભવમાં ધર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદમાં અને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો પછી લખચોરાસીના ફેરા ફરતાં, કોઈ વખતે આવો લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ, આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો; પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે, તો તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. (બો-૩, પૃ.૨૯૨, આંક ૨૮૧). પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. (૨-૩૫) આ વાક્યમાં ઘણી શિખામણ સમાયેલી છે. આ જીવ અનાદિકાળથી મોહને વશ હોવાથી, તેની વૃત્તિ બાહ્ય પદાર્થોમાં જ ભમ્યા કરે છે. જીવને મોક્ષમાર્ગની શરૂઆત રૂપ સમકિત પ્રાપ્ત નથી થયું, ત્યાં સુધી પાપમાર્ગમાં જ તેની પ્રવૃત્તિ હોય છે. ગમે તે ક્રિયા, ધર્મને નામે જીવ કરે તો પણ તેના ભાવ તો સમકિત વિના મિથ્યારૂપ છે એટલે