________________
(૩૧૨). 0 જેટલા રાગ-દ્વેષ ઓછા, તેટલો જ ધર્મ પરિણમે છે; અને રાગ-દ્વેષ ઓછા કરવા, એ તો પોતાથી બની
શકે છે. ક્રોધ આવ્યો હોય અને નથી કરવો એમ જો ધારે તો કદી પણ ક્રોધ આપોઆપ થતો નથી; અને ક્રોધ ન થાય તો પોતાને સુખ અનુભવાય છે. ક્રોધ કરે ત્યારે પ્રથમ તો પોતાના અંતરમાં સાક્ષાત્ દુઃખ થાય અને પછી ક્રોધ દેખાય છે; તેમ જ દરેક કષાય કરતાં પહેલાં પોતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પોતાને દુઃખી કરનાર એવા જે કષાયભાવો, તેનો જો જીવ વિચાર કરે તો તે શત્રુઓને પછી પોતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? પણ વિચાર જ આવતો નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. જો જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે
તો અવશ્ય વિચાર ઉત્પન્ન થાય, અને શું કરવું તે ધ્યાનમાં આવે. (બો-૧, પૃ.૩૫, આંક ૬) D મુમુક્ષુ : ક્રોધ ન થાય તેનો ઉપાય શો? પૂજ્યશ્રી : સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોધ આવે ત્યારે વિચારે કે ક્રોધ કરું છું, પણ એ તો ઝેર છે. મને તેથી નુકસાન થાય છે, માટે મારે નથી કરવો. “પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે.'' (૪૯૩) એ ઉપાય છે. જેમ જેમ દોષ દેખાય, તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તો નીકળે. (બો-૧, પૃ. ૪, આંક ૪૨) | માન સંસારમાં સર્વત્ર નજર આવે છે. ખાતાં-પીતાં, ચાલતાં-બેસતાં, જીવ માન સાથે રાખીને ફરે છે. વિચારે કે મેં શું કર્યું? અભિમાન કરવા જેવું તો કશું છે નહીં; પણ વિભાવ તથા અહંભાવને લઈને જીવને એવા વિચાર નથી આવતાં. અમૃતચંદ્રાચાર્યે તત્ત્વાર્થસાર ગ્રંથમાં છેવટે લખ્યું છે : “મેં કશું કર્યું નથી; ધાતુને લઈને શબ્દ થયા, શબ્દોથી વાક્ય બન્યાં અને વાક્યોથી આ ગ્રંથ બન્યો. એમાં મેં શું કર્યું? કશુંય કર્યું નથી.” સમજણ
હતી, તેથી અભિમાન ન થયું. (બો-૧, પૃ.૯૨) D પ્રશ્નઃ અભવ્ય માનની ઇચ્છાથી શાસ્ત્રો ભણે છે. જો માન છે તો નવરૈવેયક સુધી કેમ જાય છે? પૂજ્યશ્રી : વાસના રહી જાય છે. એ ઇચ્છતો નથી; પણ એવો જોગ મળે, માન મળે, તો રાજી થાય. અંદર વાસના છે, પણ બહારથી ઇચ્છા નથી. સંસાર સુખરૂપ છે, એવી તેને ભ્રમણા રહે છે. બરાબર સાધુપણું પાળે છે, પણ તેને સમ્યકત્વ, જે મોક્ષની રુચિ, તે જાગી નથી. તેથી સંસારના સુખ સારાં છે એમ લાગે છે. તપસ્યા કરી, બધું કરી પાછો સંસાર ભણી વળી જાય છે. સદ્ગુરુ સંસારને ઝેરરૂપ ગણે છે, એમ અભવ્યને નથી થતું. ભોગવે નહીં છતાં તેને અવ્યક્તપણે સંસાર સારો લાગે છે. એની ઊંડે ઈચ્છા રહે છે. થાય તેટલી કઠણાઈ વેઠે છે, પણ રુચિ એને જુદી જ હોય છે. એ સમવસરણમાં જાય, પણ શું કરે? ત્યાં જઈને જુએ પણ ભગવાનનું સ્વરૂપ તેને ખ્યાલમાં ન આવે. ઉપર-ઉપરથી દેખે છે.
શાસ્ત્રો વાંચી કરીને, જ્ઞાની મળ્યા હોય તોય એ અભવ્ય જીવ ફરતો નથી. એવી સારી જગ્યામાં એનો જન્મ પણ થતો નથી. મનુષ્યભવ મળે, શાસ્ત્રો વાંચે પણ કરવાનું છે તે રહી જાય છે. સાધુપણું બરાબર