________________
૪૦૧) તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય, તેવી પ્રવૃત્તિ આજે થઇ છે? પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બે-ઇન્દ્રિય, ત્રણ-ઇન્દ્રિય, ચાર-ઇન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં, કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? મૃષાવાદ : જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થસત્ય શું? તે સમજી મારે બોલવાની ભાવના છે, તે કેમ પાર પડે ? કેવી
સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિષે કરવા. (૩) ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે? અનુમોધું છે? તેવું બન્યું હોય તો તે વિના
ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. (૪) મૈથુન : મન-વચન-કાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી
જાય છે? તેમાં મીઠાશ મન માને, તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે? તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં, પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. પરિગ્રહ લોભને વશ થઈ, જીવને આજે ક્લેશિત કર્યો છે? પાંચ ઇન્દ્રિયોમાંથી વધારે મૂછ કયા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ધન, ઘર, કુટુંબ આદિ ઉપરની,
ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું ઠે
છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? (૬) ક્રોધઃ કોઇની સાથે અયોગ્ય રીતે ક્રોધ થયો છે? કોઇના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર
રિસાવાનું બન્યું છે? વેરવિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઇ જવા.
માન : પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે ? બીજાને અપમાન દીધું છે? - વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. (૮) માયા : કોઈને છેતરવા માટે વર્તવું પડયું છે? ઉપરથી રાજી રાખી, સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન
થયું છે? કોઈને ભોળવી, લોભ આદિ વધાર્યો છે? (૯) લોભઃ પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે અને લોભમાં નવી ઇચ્છાઓ વસ્તુ મેળવવાની કરી
હોય, તે તપાસી જવી. (૧૦) રાગ : જેના જેના પ્રત્યે રાગ છે, તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પોતાને ગમતી
ચીજો મળે, ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ ઓછો કરવો છે, એવો લક્ષ રહે છે? વગેરે
વિચારવું. (૧૧) દૈષ પણ તેમ જ. (૧૨) કલહ થાય તેવું કંઈ બન્યું છે? (૧૩) અભ્યાખ્યાન કોઇને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે?