________________
(૭૬૧) પોતાના દોષ જોવા અને બીજાના ગુણ જોવા. કોઇ આપણને ગાળ ભાંડતો હોય તો એમ વિચારવું કે મારામાં અનંત દોષ ભરેલા છે અને આ તો એક દોષ દેખીને જ મને ગાળ ભાંડે છે; એમ વિચારે તો કર્મ ન બંધાય. આત્મા જાગવો જોઇએ. (બો-૧, પૃ.૫૮, આંક ૩૪) જે સંયોગોમાં આપણે રહેતા હોઇએ, તેમાંથી સાર ગ્રહણ કરવો. એક ગંધાતા કૂતરાથી બધા લડવૈયા દૂર ગયા; પણ શ્રીકૃષ્ણ હાથી ઉપરથી ઊતરી જોયું તો એના દાંત અને નખ કેવા સુદર છે ! એમ ગુણ ગ્રહ્યો.
આ દેહ ગંધાતા કૂતરા જેવો છે; આ દેહમાં આત્મા છે, તે ગ્રહણ કરવો. (બો-૧, પૃ. ૨૬૮, આંક ૫) 0 કર્મ બાંધવામાં જીવ શૂરો છે. કર્મ આવે એવાં કારણો મેળવે છે, પણ કર્મ છૂટે એવી પરમકૃપાળુદેવની કોઈ શિખામણ લક્ષમાં લેતો નથી; તો તેની શી વલે થશે? અનંતકાળથી કડાકૂટ કરતો આવ્યો છે, કર્મનો ભાર વધારતો આવ્યો છે; તેથી નિવૃત્ત થયા વિના, કંઈ
અવકાશ થઈ સંયમ આરાધ્યા વિના, જીવને શાંતિ ક્યાંથી આવશે? (બી-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) D પૂર્વનાં સત્કાર્યોનાં ફળરૂપે આ મનુષ્યદેહ મળ્યો છે. વિદ્યા, સમજણ, સત્સંગ-પ્રીતિ અને સદ્ગુરુનો
આશ્રય, એ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પુણ્યનાં ફળ છેજી. આવી અનુકૂળ જોગવાઇનો યથાર્થ લાભ ન લઈ શકાય તો આપણા જેવા દુર્ભાગી કે અધમ બીજા કોણ કહેવા? રોજ બોલીએ છીએ કે “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય'', પણ તે વિચાર જો Æયમાં ઊંડો ઊતરે તો કેવળ કરુણામૂર્તિ”ના ચરણ મરણ સુધી મૂકે નહીં એવી દ્રઢતા, એ લઘુતાથી પ્રગટે; પણ વર્તમાનદશા આપણી કેટલી કફોડી છે તેનો યથાર્થ ખ્યાલ નથી, તેથી જેટલી જોઇએ તેટલી શક્તિ ધર્મકાર્યમાં સ્કુરતી નથી. ધન, કીર્તિ કે કામિની સુખનાં સાધન મનાયાં છે અને તેની જેટલે અંશે પ્રાપ્તિ થઈ છે તેટલે અંશે કૃતાર્થતા મનાય છે, ત્યાં સુધી અજ્ઞાનદશાનાં દુઃખ દેખી શકાતાં નથી, સાલતાં નથી, તો તેને દૂર કરવા ““પ્રભુ પ્રભુ લય' ક્યાંથી લાગે ? સદ્ગુરુ શું કરવા શોધે ? અને નિજ દોષો દેખવાની બુદ્ધિ ક્યાંથી જાગે ? અને કલ્યાણનાં કારણો ન શોધે તો કલ્યાણ પણ ક્યાંથી થાય ? આમ તરવાનો કોઈ ઉપય ન જડતો હોય અને ડૂબકાં ખાતો હોય અને બચવાની જેવી તીવ્ર અભિલાષા હોય છે તેવી ઉગ્ર ભાવના વગર ગળા-રાગે ગાઈ જવાથી શું વળે તેમ છે ? માટે આપણે સર્વેએ છૂટવાની ભાવના દિન-પ્રતિદિન વધારતા જવાની છે, સત્સાધન મળ્યું તેટલાથી જ સંતોષ રાખીને બેસી રહેવાનું નથી. “સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?'' સમજણ, સાચી અને ઊંડી પ્રગટે તે માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય આદિ સાધન ખરા દિલથી કરવાનાં છેજી.
કર્યો અન્ય વિચારો રે, નહીં નિજ સુખ મળે; ગંગાજળ મીઠું રે, ઢળી જલધિમાં ભળે. મનમંદિર) સુસંગ, સુશાસ્ત્રો રે, ઉપાસવાં સિદ્ધિ ચહી; મોક્ષમાર્ગ જ ચૂક્યા રે, આશા જો બીજી રહી. મનમંદિર,
(પ્રજ્ઞાવબોધ પુષ્પ-૨૧) (બી-૩, પૃ.૩૦૬, આંક ૨૯૩)