________________
(૧૯) D પ્રશ્ન : પરમકૃપાળુદેવને સં. ૧૯૪૪માં સમ્યફદર્શન હતું? પૂજ્યશ્રી : પરમકૃપાળુદેવે લખ્યું છે કે “અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય.'' (૪૫) મોક્ષમાળામાં કેટલો મહિમા છે ! સમ્યક્ત્વ વિના એવી મોક્ષમાળા લખાય જ નહીં. (બો-૧, પૃ.૧૮૫, આંક પ૭) પરમકૃપાળુદેવને એવું જ્ઞાન હતું કે આગળ-પાછળનાં કર્મો કેવાં છે, તે જાણી શકતા.
(બો-૧, પૃ.૩૧૩) 'પરમકૃપાળુદેવ વડવા સ્થાને રહેલા. એમણે કહેલું કે અહીં ચંદ્રપ્રભુનું દેરાસર થશે. ખંભાતના મુમુક્ષુઓ
મહિનામાં એક દિવસ ત્યાં ભક્તિભાવપૂર્વક ગાળતા. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૩) એક દિવસ પરમકૃપાળુદેવ બારણામાંથી બહાર આવતા હતા ત્યારે ઉપરનું લાકડું તેમને લાગ્યું. તે જોઈ પાસે ઊભેલા માણસોએ પૂછયું, તમને વાગ્યું ? પરમકૃપાળુદેવ બોલ્યા, અમને નથી લાગ્યું. તેમણે ફરી પૂછયું, વાગ્યું છે? ફરી પરમકૃપાળુદેવે ના પાડી કે નથી વાગ્યું. તે લોકોએ તો પ્રત્યક્ષ જોયું હતું, એટલે ફરી પૂછયું ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે “અમે જૂઠું બોલતા હોઇએ ? અમને નથી વાગ્યું.' આત્મા જેવી કોઈ વસ્તુ નથી. આત્મા અપૂર્વ વસ્તુ છે. એક આત્મા જોવાનો છે. જે જે દેખાય છે, તેને નથી જોવું, પણ જોનારને જોવો છે. દેહમાં જે જોનાર છે, તેને જોવો છે. (બો-૧, પૃ.૪૮, આંક ૨૨) D પરમકૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે એક વખતે પોતાનો કોટ ઉતારીને એક ભાઇને આપ્યો અને કહ્યું
કે જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે, એવું જેને થયું છે તેને દેહ છોડતાં, કોટ ઉતાર્યા જેવું લાગે છે. (બો-૧, પૃ.૯૦) પરમકૃપાળુદેવને કોઇએ પૂછયું કે તમારો દેહ કેમ સુકાઈ ગયો? પરમકૃપાળુદેવે કહ્યું કે અમારે બે બાગ છે; તેમાંથી એકમાં પાણી વધારે ગયું, તેથી બીજો બાગ સુકાઈ ગયો. (બો-૧, પૃ.૩૧૯) પરમકૃપાળુદેવ એક વખત જ્યારે બાનમાં લીન હતા ત્યારે એક ભાઇએ કાગળના નમૂના તેઓશ્રીને બતાવતાં ખરીદી માટે સલાહ માગી, ત્યારે એવો જવાબ મળ્યો કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તો ઠીક થાત. આવા પ્રકારે ધ્યાનમાં આત્માનંદ વર્તે છે ત્યારે પરપદાર્થનો પરિચય મૃત્યુ સમાન લાગે છે. ગૃહસ્થ વેશમાં, પ્રવૃત્તિમાં રહી ધર્મસાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓશ્રીને મુંબઈ સ્મશાનતુલ્ય લાગતું. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) પરમકૃપાળુદેવ જ્યારે દુકાનનું કામ પૂરું કરી એકલા શાંત બેસતા ત્યારે લોકો કહેતા કે નકામા બેઠા છે. સંચાનું પૈડું વધારે જોશથી ચાલે ત્યારે ચાલતું નથી એમ દેખાય છે, તેમ આત્મામાં પુરુષાર્થ વધારે થતો હોય ત્યારે લોકોને જડ જેવું દેખાય છે. આંખો મીંચેલી દેખાય, સ્થિર બેઠા હોય તેથી બહારથી જોનારને કંઈ પુરુષાર્થ કરતા નથી એમ લાગે છે, નકામા બેઠા છે એમ લાગે છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૬) ગાંધીજી પણ પરમકૃપાળુદેવને પોતાના ઉપકારી માનતા અને પરમકૃપાળુદેવની જયંતિ મનાવતા.