________________
$50
જેની જેવી ભાવનાની પ્રબળતા, તેને તેવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છેજી. માટે જ્ઞાનીપુરુષે ‘‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે'' એ લક્ષ આપણને ઉપદેશ્યો છે, તે ભૂલવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૪૮૭, આંક ૫૨૦)
D આપનો પત્ર મળ્યો. વાંચી તમારી મનોરથદશા જાણી છેજી. પ્રશસ્તભાવો પૂર્વઆરાધનના સંસ્કારરૂપ છે, તેને આ ભવના દૃઢ પુરુષાર્થે સફળ કરવાના છેજી.
ખરો પુરુષાર્થ તત્ત્વ-વિચારણારૂપ છેજી. વૈરાગ્ય અને દૃઢ જિજ્ઞાસા તેનો આધાર છે. પ્રાપ્ત સંયોગોમાં બની શકે તેટલો કાળ સાંચન, સદ્વિચાર, સદ્ભાવનામાં ગાળવો ઘટે છેજી. જે જે મુખપાઠે કર્યું છે
બધાં વચનો મનનનો વખત માગે છે. યથાશક્તિ દરરોજ પા-અડધો કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ બંધ કરી સત્પુરુષના એકાદ વાક્ય, કડી કે વિચારને આધારે પોતાના બળ પ્રમાણે ખીલવવા, વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કર્તવ્ય છેજી.
‘‘લિંગ ધણી માથે કિયા હૈ, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ જિન.''
જેણે યથાર્થ આત્મા જાણ્યો છે, એ સદ્ગુરુનું શરણું આ ભવમાં જે મહાભાગ્યશાળી જીવને મળ્યું છે તેને હવે તો સદ્ગુરુએ બતાવેલ માર્ગે સત્પુરુષાર્થ કરવાનો છે.
મોટી મૂંઝવણ – કોનું કહ્યું માનવું ? અને કોને પૂછવું ? - તે જીવને હોય છે. તે તો જીવને હવે ટળી ગઇ. જેટલો પુરુષાર્થ જીવ હવે ક૨શે તેટલું તેનું વીર્ય સફળ બની પ્રગટ જણાઇ આવશેજી. (બો-૩, પૃ.૨૩૩, આંક ૨૨૮)
હવે દીન થયે પાલવે તેમ નથી. કર્મોની સામે આપણા જ બાહુબળથી ઝૂઝવાનો અવસર આવી પડયો છે, ત્યાં કચાશ રાખીશું તો જરૂર પાછા આપણને તે ભાવો સંસારની અધોગતિમાં ખેંચી જશે; માટે જેટલો બને તેટલો પુરુષાર્થ કરી, પોતાના દોષો દેખી, તેથી કાયર નહીં બનતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલવાનો પુરુષાર્થ પ્રગટાવવાનો કટોકટીનો પ્રસંગ આવી લાગ્યો છેજી.
સિંહના સંતાન સિંહ સમાન જ હોય. આખું જગત બકરાંના ટોળા જેવું છે; તેનાં સંગે તેવો રંગ સત્પુરુષના શિષ્યોને રખેને લાગી જાય એવો ભય રાખી, બીજા સંગ તજી, જ્ઞાનીપુરુષનાં પુરુષાર્થપ્રેરક વચનો જ સેવી, પ્રબળ બળ જગાવી, આ ભવમાં જરૂર આત્મજ્ઞાન કરી છૂટી જવું છે, એવો દૃઢ નિશ્રયવાળો વિચાર ટકાવી રાખવો ધટે છેજી. (બો-૩, પૃ.૨૪૨, આંક ૨૩૬)
D જીવે મંડયા રહેવું તો આઠ દિવસમાં પણ કામ થઇ શકે છે. અંજનચોરે દૃઢતાથી આકાશગામિની વિદ્યા સાધી, મેરુ પર્વત ઉપર જિનદત્ત શેઠ પાસે જઇ ચૈત્યાલયોમાં પૂજા કરી. પછી ચારણમુનિ પાસે દીક્ષા લઇ આઠ દિવસનું આયુષ્ય હોવાથી અનશન કરી, બધાં કર્મ ખપાવી મોક્ષે ગયા.
(બો-૧, પૃ.૨૫૦, આંક ૧૪૪)
પૂજ્યશ્રી : (મુમુક્ષુઓને ઉદ્દેશીને) તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધો વખત નકામો જતો રહે છે, કંઇ થતું તો નથી ?
મુમુક્ષુ : નકામું તો નથી લાગતું, પણ કંઇ થતું નથી, એમ તો થાય છે.