________________
(૧૮)
યોગથી મહાત્માઓ પરમાત્મપદ પામે છે. પરભાવથી છૂટી સ્વભાવમાં સ્થિર થતાં અખંડ સુખ સધાય છે.
આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે; વિશ્વની સહુ વસ્તુનો નિજ કર્મ ઉભવ થાય છે,
નિજ કર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨૬ આ કડીનું સંસ્કૃત ઉપરથી ગુજરાતી કરતાં ક્લિષ્ટતા થઈ ગઈ છે. મૂળ ગાથામાં એમ ભાવ છે કે મારો આત્મા નિર્મળ, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ છે; બીજા બધા ભાવો બાહ્ય છે, અનિત્ય છે, કર્મથી થયેલા વિભાવભાવ છે, સ્વભાવરૂપ નથી. ગુજરાતી કરનાર ગુંચાઈ ગયો છે તેથી લખે છે કે મારો આત્મા એક છે, નિત્ય છે, નિર્મળ સ્વભાવી છે. કર્મથી – મોહનીય આદિ કર્મના વિકલ્પોથી સંસાર ઊભો થાય છે, અને કર્મથી – પુણ્યપાપથી સારીખોટી વસ્તુઓ મળે છે અને નાશ પામે છે; પણ પહેલાં જણાવેલ અર્થ સરળ અને શુદ્ધ છે. શાંત ચિત્તે વાંચશો તો ચારે કડીઓ, ઉપર જણાવેલ અર્થની મદદથી સમજાશે, કંઈક અંતવૃત્તિ કરવાના ભાવ થશે; બીજી કડાકૂટમાંથી મન પાછું પડશે. કરવાનું એક જ છે : જગતનું વિસ્મરણ કરવું અને સના ચરણમાં ચિત્ત રાખવું. પરમકૃપાળુદેવ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેનાં વચનના આશયરૂપ આત્મા
પ્રત્યે પરમ પ્રેમ જાગે, એવી વૃત્તિ રાખતા રહેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૩૯૩, આંક ૪૦૧) | આઠ વૃષ્ટિની સઝાયઃ
આ કાવ્ય જૂની ગુજરાતીમાં છે. તેમાં આઠે યોગનું ટૂંકામાં વર્ણન કર્યું છે અને મોક્ષે જનારને કેવા-કેવા ગુણો અને કેવી ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન છે. તે ઉપરથી, આપણે કેટલામાં છીએ, તેનું પણ માપ નીકળે તેવું છે. તાવ માપવાનું થરમૉમિટર જેમ કેટલો તાવ છે તે જણાવે છે, તેમ છૂટવાની ભાવના કેટલે અંશે જાગી છે, તેનું તેમાં માપ નીકળે તેવું છે. સંસ્કૃતમાં શ્રી હરિભદ્રસૂરીએ યોગદ્ગષ્ટિસમુચ્ચય ગ્રંથ લખી, પોતે તેની ટીકા કરેલી છે. તેનો સાર એ
નાના આત્મસિદ્ધિ જેવડા કાવ્યમાં છે. (બી-૩, પૃ.૪૩૦, આંક ૪૪૩) D આઠ દૃષ્ટિની સઝાય (ચોથી દ્રષ્ટિ, ગાથા ૩):
ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહિ ધર્મ;
પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દૃષ્ટિનો મર્મ. આ કળિકાળમાં ધર્મપરીક્ષામાં પાસ થનારા થોડા નીકળે છે. નિયમ થોડા લેવા પણ શૂરવીરપણે પાળવામાં આત્મહિત છે. એક ભીલને જ્ઞાની પુરુષે કાગડાનું માંસ ન ખાવાનો નિયમ આપેલો. અંત વખતે તેના ઓળખીતાઓએ દવા કરવાનો આગ્રહ કર્યો પણ તેણે માન્યું નહીં. દેહ છોડી તે દેવ થયો. તે દેવભવ પૂરો થયે, રાજગૃહી નગરીમાં રાજપુત્ર થયો. ત્યાં શિકાર કરવા એક દિવસ ગયો; ત્યાં અનાથીમુનિ