________________
૯૮૫) ઉપાધ્યાય એટલે શાસ્ત્રોને ભણી, બીજા સાધુ વગેરેને ભણાવે તે; અને સાધુ એટલે આત્મજ્ઞાન પામી, સંસારનો ત્યાગ કરી, મોક્ષ અર્થે પુરુષાર્થ કરે છે તે મુનિ - એમ પાંચે પરમગુરુ છે. તે પાંચમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ નિગ્રંથ ગણાય છે એટલે તે મોહની ગ્રંથિ છેદી પરિગ્રહરહિત થયેલા છે, મોક્ષ સાધનાર સાધક છે. સર્વજ્ઞદેવમાં બે પરમેષ્ઠી છે. અરિહંત અને સિદ્ધ બંને પરમાત્મસ્વરૂપ છે. અરિહંત દેહધારી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. આમ
પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ''નો અર્થ વિચારશોજી. (બી-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૯) D તમે પૂછેલા પ્રશ્નોના ઉત્તર પત્રથી સમજાવા મુશ્કેલ છે, છતાં તમને સંતોષ થવા અર્થે ટૂંકામાં લખું છું.
જીવને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે, ગેડ બેસે તેમ છેજી. મંત્રોના સામાન્ય અર્થ : (૧) સહજાત્મસ્વરૂપ એટલે કર્મથી જે વિકારી કે વિભાવરૂપ જીવનું સ્વરૂપ થઇ ગયું છે, તે વિભાવ
ટળી કેવળ નિજસ્વભાવસ્વરૂપ થવું તે સહજાત્મસ્વરૂપ છે, તે કેવળજ્ઞાનસ્વરૂપ છે; તેની જેમને પ્રાપ્તિ થઈ છે અથવા તે પ્રગટાવવા જે પરમ પુરુષાર્થ સેવે છે એવા પાંચ પરમગુરુ છે : શ્રી
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ. (૨) પરમગુરુ એટલે ઉપર જણાવ્યા તે પાંચ પરમેષ્ઠી મહાત્મા બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિભાગ
નિગ્રંથ મહાત્માઓનો છે, તે સાધક છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ; બીજા વિભાગમાં જેમની સાધના પૂર્ણ થઈ છે એવા સર્વજ્ઞ ભગવંતો છે : અરિહંત અને સિદ્ધ. શ્રી અરિહંતને આયુષ્યાદિ ચાર કર્મ પૂરાં થતાં સુધી, તે દેહધારી ભગવંતરૂપે દર્શન દે છે અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધરૂપે બિરાજે છે. નિગ્રંથ એટલે જેમની મોહરૂપ ગાંઠ ગળી ગઈ છે, નિર્મોહી બન્યા છે. તે ચોથે ગુણસ્થાનકેથી, ખરી રીતે છટ્ટ ગુણસ્થાનકેથી તે બારમા ગુણસ્થાનક સુધીની દશાવાળા ગણાય છે. પછી તે
કેવળજ્ઞાની, સર્વજ્ઞ બની મોક્ષે જાય છે. (૩) “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનો ભાવ પરમકૃપાળુદેવ પ્રભુએ જ આ
પ્રમાણે દર્શાવ્યો છે: “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) રાગ-દ્વેષનો ક્ષય થયે
કેવળજ્ઞાન થાય છે. (બી-૩, પૃ.૭૬૨, આંક ૯૬૩) | તમે સ્મરણમંત્રનો અર્થ સમજવા વિનંતી કરી, તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે લખ્યું છે :
સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?''(૧૬) મંત્ર પણ પરમકૃપાળુદેવે જણાવેલો શબ્દ છે, તો તેમાં પણ અનંત શાસ્ત્રોનો પરમાર્થ સમાયેલો હોવો જોઇએ. તે ઉકેલવા માટે, સમજવા માટે તેવાં પ્રબળ જ્ઞાનચક્ષુ જોઇએ; પણ તેવી સામગ્રી ન હોય ત્યાં સુધી બેસી પણ રહેવું ઘટતું નથી. શ્રીમંતોને ત્યાં લગ્નપ્રસંગે ઘણી સામગ્રી હોય તો બત્રીસ પ્રકારની રસોઈ કરી, ઉત્તમ રીતે આવેલા મહેમાનોને સંતોષ પમાડે છે અને ગરીબને ત્યાં તેવો પ્રસંગ હોય તો જે મળી આવે તેવી સામગ્રીથી પણ પ્રસંગ ઊજવે છે. તેમ આપણી અલ્પ સમજણ પ્રમાણે સદ્ભાવનામાં ચિત્ત રાખવા, તે મહાપુરુષના બ્દયમાં રહેલા અનંત ભાવોની શ્રદ્ધા હાલ તો રાખી, તે પરમપુરુષે કહેલાં વચનામૃતને આધારે સહજ