________________
(૪૮)
પરમકૃપાળુદેવે “આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે.'' એમ જણાવ્યું છે. તેનો વિચાર કરે તો મુમુક્ષજીવને પ્રગટ નજરે દેખાય તેવો કાળ આવી લાગ્યો છે. તેમાંથી આપણે કેવી રીતે બચવું ? બચવાની ચીવટ ર્દયમાં રહે છે કે આંખ મીંચીને તે બાબતમાં ઘાસતેલ છાંટી ઓલવવાનો પુરુષાર્થ કરીએ છીએ? તે વિચારી શાંતિને માર્ગે વૃત્તિ વળે અને મનમાં તેવી દશા ન આવે ત્યાં સુધી ખટકી રહ્યા કરે, બને તેટલો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપોઆપ થયા કરે અને અત્યારે અશક્ય લાગે તેવી ભાવના સેવાયા કરે તો ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ જ્ઞાનીની આજ્ઞાને આરધનારને આનંદ સ્ફર્યા વિના ન રહે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત એ ત્રિવિધ તાપથી બચવાનો અચૂક ઉપાય છે, તાપને તાપરૂપ સમજાવે તેવાં છે; તથા તે તાપની શાંતિના ઉપાય તરફ વૃત્તિ વાળે તેવાં રહસ્યમય, ચમત્કારી અને પ્રેરક છેજી. એક પરમકૃપાળુદેવ આપણને અને સર્વ શરણાગતને આધારરૂપ છે, પ્રગટ તેમનાં વચનો કાને આવ્યાથી સમજાય તેમ છેજી. સદ્દગુરુના ગુણગ્રામ, તેમાં ઉલ્લાસ અને પ્રેમ, એ કોટિ કર્મોનો નાશ કરનાર ઔષધિ છેજી. (બો-૩, પૃ.૪૧૦, આંક ૪૧૭) પરમકૃપાળુદેવે આખો લોક ત્રિવિધ તાપથી બળતો વર્ણવ્યો છે. તેવી જ દશા વર્તમાનમાં આખા દેશમાં પ્રગટપણે દેખવામાં આવે છે. તેમાંથી બચવાના ઉપાય પણ તેઓશ્રીએ જણાવ્યો છે કે કલ્પવૃક્ષ સમાન સપુરુષનાં વચનની શીતળ છાયા છે, તે મને-તમને-બધાને શાંતિનું કારણ થાઓ કારણ કે બીજું કંઈ ઇચ્છવા જેવું નથી. સાચા અંતઃકરણે પુરુષનું એક પણ વચન ગ્રહણ થશે તો જીવનું અવશ્ય કલ્યાણ થશે, એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે આપણે નિરંતર લક્ષમાં રાખતા રહેવું ઘટે છેજી. (બી-૩, પૃ.૪૨૪, આંક ૪૩૪) 0 સપુરુષનાં વચનને દયમાં બીજની પેઠે યોગ્ય ભૂમિકા કરી વાવવાં, તેને તેમ ને તેમ થોડો વખત
રહેવા દેવાં, એટલે તે સજીવન બીજ આપોઆપ મૂળ તથા પાનના અંકુરોને પ્રગટ કરી, ઉપર પથ્થર હોય તો પણ તેમાંથી માર્ગ કરી, તે ઉપર ઊગી આવે છે. જેમ જેમ મહાપુરુષોનાં વચનનું બહુમાનપણું અને પોતાની લઘુતા, દીનતા અને જિજ્ઞાસા વધે, તદ્અનુસાર વચનબીજનું પ્રસરવું, ફાલવું, ફૂલવું, ફળવું થાય છે. પોતાના દોષો જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષુતા પ્રગટવાનું કારણ છે, એમ પરમકૃપાળુદેવ કહે છે. પત્રાંક: ૨૫૪ “નિઃશંકતાથી નિર્ભયતા'વાળો કોઈ-કોઈ વખત વાંચવા-વિચારવાનો, પોતાને માટે રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૨૯૩, આંક ૮૩૩). D મરણ એ એક મોટી પરીક્ષા છે. પહેલાંથી તૈયારી કરી ન રાખી હોય તો સમાધિમરણ કરવું મુશ્કેલ છે.
માટે જ્ઞાની પુરુષનાં કોઈ વચન આપણને મળે તો તેમાં અપૂર્વભાવ લાવી, ચિત્તભૂમિમાં બીજની પેઠે રોપવા યોગ્ય છેજી. બીજા વિચારોનો અભ્યાસ થઇ ગયો હોવાથી, ન કરવા હોય તો પણ તે ચિત્તને ઘેરી લે છે. જેમ ખેતરમાં વગર વાગ્યે પણ ઘાસ ઊગી નીકળે છે, તેમ નકામા વિચારો સંયમનો અભ્યાસ ન હોય તો ફર્યા કરે છે; પણ કુશળ ખેડૂત જેમ નકામા રોપાઓને નીંદી નાખે છે, તેમ મુમુક્ષુ જીવે સદ્દગુરુના શરણથી અને