________________
(૪૨૭) આ તપની વિધિ કહી અને તે તપ આજ્ઞા વિના માત્ર લાંધણ ગણાય છે. તેનું શારીરિક ફળ છે. વિશેષ ધાર્મિક ફળ થવા પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ જે કંઈ નિયમ કે વ્રત, તપ કરવા ઈચ્છા થાય તો તેમ નમસ્કારપૂર્વક ભાવના કરી, કર્તવ્ય છેજી. તા.ક. વ્રત-ઉપવાસ કરતાં પણ સ્મરણ વારંવાર જીભ ઉપર રહ્યા કરે, તેમ ટેવ પાડવી વિશેષ હિતકારી છેજી. (બી-૩, પૃ.૫૫૮, આંક ૬૨૦) ઊણોદરી તપમાં એંઠું પડી રહે તેનો બાધ નથી, પણ વધારે ખવાય તે દોષરૂપ છે. જોઈએ તે કરતાં વિશેષ ખવાયું તે ઊણોદરી તપનો ભંગ, સ્પષ્ટ છે. (બી-૩, પૃ.૭૯૨, આંક ૧૦૧૪) D બાહ્ય તપમાં શરીર-સંપત્તિની જરૂર પડે છે પણ અત્યંતર તપમાં (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય,
સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગમાં) વિશેષ શરીર-સંપત્તિની જરૂર નથી પડતી. બધા ધારે તો કંઈ ને કંઈ કરી શકે, પણ ધારતા નથી તેનું શું કારણ? જોઈએ તેવું અત્યંતર તપનું માહાત્મ હૃદયમાં હજી ઠક્યું નથી. મહત્તા લાગી હોય તો ન બની શકે તોપણ ભાવના રહે. ક્યારે એવી જોગવાઈ બની આવે કે તે હું કરું?' વિનય, વૈયાવચ્ચ સંબંધી તો પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર ઠોકી-ઠોકીને ઉપદેશ કરતા કે જીવમાં યોગ્યતા લાવવા તેની પ્રથમ જરૂર પડશે. “નમ્યો તે પરમેશ્વરને ગમ્યો.” એવી કહેવત પણ કહેતા. ‘વિનય વેરીને વશ કરે.” એમ પણ કહેતા. શત્રુના વાસમાં વસવું પડતું હોય તોપણ વિનય તે તેની રક્ષા કરે, એટલું જ નહીં પણ તે ગુણને લીધે શત્રુ પણ મિત્ર બને અને લાભ પામીને જાય. સાચા દિલથી મૈત્રીભાવનાની ભાવના થાય તો વાઘ, સિંહ આદિ ક્રૂર પ્રાણીઓ પણ ક્રૂરતા ભૂલી પ્રેમ કરતાં ગેલ કરવા લાગે, તો મનુષ્યનાં દિલ ફરી જાય એમાં શું આશ્ચર્ય છે ? આ બધો કષાય દૂર થયાનો પ્રભાવ છે. (બી-૩, પૃ.૧૧૩, આંક ૧૦૭) | સ્વાધ્યાયના પાંચ ભેદમાં પહેલો વાંચના, બીજો પૃચ્છના, ત્રીજો પરાવર્તના, ચોથો ધર્મોપદેશ અને
પાંચમો અનુપ્રેક્ષા છે; તેમાં છેલ્લો ભેદ પ્રાપ્ત થયે બીજા બધા ભેદની સફળતા છેજી.
(બી-૩, પૃ.૭૭૬, આંક ૯૯૨) D આ કાળમાં બીજાં તપ કરતાં સ્વાધ્યાય-તપ વધારે હિતકારી છે. એ અંતરંગ તપ છે. એ દરેક કરી શકે
એવું છે. મુનિ હોય કે ગૃહસ્થ હોય, ગમે તે એ તપ કરી શકે છે. ધ્યાન કરવા બેસે તો મન સ્થિર રહેવું
મુશ્કેલ છે, પણ સ્વાધ્યાયમાં મન ચોંટી જાય. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૩) || સત્સંગના વિયોગમાં જીવને બાહ્ય તપ ઉપર વિશેષ લક્ષ રહે છે. બાર પ્રકારનાં તપમાંથી સ્વાધ્યાય,
ધ્યાન, કાયોત્સર્ગ આદિ કરી શકાય. જે શીખ્યા હોઇએ તેના વિચાર, ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે, અત્યારે લાભ છે. તપથી પુણ્યસંચય થશે, તે એક ભવમાં સુખનું કારણ છે. જો સમ્યક્ત્વ થવા અર્થે, આત્માની યોગ્યતા વધવા તથા પરમકૃપાળુદેવનું કહેલું સમજવા અર્થે તપ થાય તો લેખામાં છે, પણ કુગુરુઓના સંગમાં કંઈ તો કરવું જ પડે, એમ કરીને કરે તો આત્માના ગુણો સમ્યક્ત્વ આદિ પ્રગટ થવાનું કારણ ન બને. (બો-3, પૃ.૭૮૭, આંક ૧૦૦૪).