________________
( ૭૪ )
તેને માર્ગે ચાલનાર, તે પરમપુરુષને પોતાના પ્રાણતુલ્ય ગણનારાં ભાઇબહેનો, એ આપણાં સગાંસંબંધી ગણવાયોગ્ય છે; કારણ કે આપણામાં જે મહાપુરુષે મંત્ર આદિ આજ્ઞારૂપ બીજ વાવ્યું છે, તેનું પોષણ કરવા તેમની સોબત કે સત્સંગની જરૂર છે; પણ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે જે અનન્ય પ્રેમ કરવો ઘટે છે, તેમની પૂજા, પ્રભાવના કે આશ્રય જેટલા પ્રેમથી કરવો ઘટે છે તેટલો પ્રેમ કોઈ પણ માણસ કે દેવાદિ પ્રત્યે અત્યારે કરવા યોગ્ય નથી. એટલું દયમાં જીવતા સુધી સાંભરે, તે પ્રકારે કોતરી રાખવા યોગ્ય છેજી. પ્રભુ, આ વાત આપે સાંભળી હશે તોપણ ફરી-ફરી સ્મૃતિમાં રાખવા યોગ્ય હોવાથી લખી જણાવી છે. આ, ઉપરથી તો સામાન્ય શિખામણ જેવી લાગશે, પણ વાંચન, વ્રત, નિયમ, પૂજા, ભક્તિ આદિ બધી ધાર્મિક ક્રિયાનો આધાર પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યેનો પ્રેમ છે. તે જેનો વધારે હશે, તે સર્વ સંતોને પ્રિય છે. તેમાં જેને જેટલી ખામી છે, તે પૂરી કર્યો છૂટકો છે; કારણ કે જેને જન્મમરણથી છૂટવું છે, તેણે તો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અનન્ય ભક્તિથી ઉપાસના કરવી જ પડશે. તેઓશ્રીએ પોતે જ લખ્યું છે કે, “ “ઇશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.' (૩૯૮) (બી-૩, પૃ. ૨૦૮, આંક ૨૦૬) ] પૂ. ....નો પત્ર આવ્યો હતો. તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ગુરુભાવ પ્રગટે અને ટકી રહે, તે
વારંવાર જણાવતા રહેવા યોગ્ય છેજી. આપણે મુમુક્ષુઓમાં એકબીજા દ્વારા જે પ્રકારની મદદ મળે, તે પરમકૃપાળુદેવના યોગબળનું ફળ છેજી. હું તો એક પામર પ્રાણી તેના શરણે રહી આત્મહિત કરવા મથી રહ્યો છું. જેના દ્વારા આપણને ઉપકાર થયો હોય તે ભૂલવો નહીં, પણ ભક્તિભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે પતિવ્રતાની પેઠે રાખવાથી ઘણો લાભ છે, એમ તેમને જણાવશો તથા હાલ આત્મકલ્યાણની ઇચ્છા છે, તે મંદ ન થાય તે પણ સાથે જણાવશોજી. (બો-૩, પૃ.૩૮૫, આંક ૩૯૦). પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિથી સર્વ જ્ઞાનીની ભક્તિ થાય છે. તેને માન્યાથી કોઈ જ્ઞાની માનવાના બાકી રહી જતા નથી. તેમાં સર્વ સમાય છે. એ વારંવાર વિચારી, દયમાં દ્રઢ કરવા યોગ્ય
છેજી. (બી-૩, પૃ.૨૨, આંક ૫૦) I પરાભક્તિ એ ગહન વિષય છે. અત્યારે આપણે સત્પષે આપેલા સાધનને, તે પરમપુરુષ ઉપર પ્રેમ
વધે તેમ, વારંવાર આરાધી, કષાય મંદ થાય અને પ્રમાદ ઘટે તેમ વર્તવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ભક્તિ રહે તેમ પ્રવર્તવા પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીનાં પ્રેરણાભર્યા વચનો તમને પણ સ્મૃતિમાં હશે; એટલે આ જ્ઞાની કે આ જ્ઞાની, એવો નિર્ણય આપણી મતિકલ્પનાએ કરવામાં કંઈ માલ નથી. પ.પૂ. પ્રભુશ્રીજીએ છાતી ઠોકીને આપણને કહ્યું છે કે પરમકૃપાળુદેવની ભક્તિથી કલ્યાણ ન થાય તો અમે જામીન બનીએ છીએ. આવી જવાબદારી લેનાર આપણને મળ્યા છે, એ આપણાં મહાભાગ્ય છે. હવે તો એક ઉપર વૃષ્ટિ રાખી, આપણા દોષો દૂર કરી, તેની ભક્તિમાં લીન થવા પ્રયત્નવાન થવું.