________________
આ કાળમાં જીવમાં વૈરાગ્યની ખામીને લીધે નાશવંત, અસાર સંસાર મોહક, સુખરૂપ લાગે છે પરંતુ જીવનમાં પૂર્વકર્મના બળે એવા પ્રસંગો પણ પ્રાપ્ત થાય છે કે જ્યારે સંસાર ભયંકર, નિરાધાર, દુઃખના દરિયા જેવો ભાસે છે અને આવા સંસારમાં જીવવું કે ફરી જન્મવું તે અસહ્ય થઈ પડે છે. તેવા પ્રસંગે આત્મજ્ઞાની પુરુષ કે તેના અનુભવરસથી છલકાતાં વચનોનો આધાર પ્રાપ્ત થાય તો જીવને સંસારનું ભયાનક સ્વરૂપ, જે જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તે, યથાર્થ સમજતાં વાર લાગતી નથી; અને આવા દુઃખદ સંસારથી મુક્ત થવાનું અને આત્માના અનંત સુખની સદા કાળ, જ્યાં અનંતકાળ સુધી પ્રાપ્તિ ટકી રહે તેવા મોક્ષ માટે જીવ સર્વ પ્રયત્ન, શક્તિ ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાનું કરે છે અને જયવંત નીવડે છેજી. સમજાય, ન સમજાય તો પણ પરમકૃપાળુદેવનાં વચનોનું આરાધન કર્યા રહેશો તો એવો યોગ આવી મળશે કે જ્યારે તે પરમ આનંદનું કારણ, યોગ્યતા ફળે થશેજી. (બી-૩, પૃ.૫૦૭, આંક ૫૪૮) પવિત્ર મહાપુરુષોનાં અમૂલ્ય વચનો વાંચવા, વિચારવા, સમજવા, સમજાવવા પ્રયત્ન કરવો; ના સમજાય તો ફરી-ફરી વાંચવા અને આત્માર્થે જ્ઞાની પુરુષોએ આપણા માટે પરમ કૃપા કરીને આવાં વચન કહ્યાં છે, તે નથી સમજાતાં તે આપણાં દુર્ભાગ્ય છે; પણ તે સમજવા ભાવ રાખીશું તો આજે નહીં તો કાલે, આવતે માટે કે આવતી સાલ સમજાશે એવી વૃઢ શ્રદ્ધા રાખી, પુરુષાર્થ જારી રાખશો તો જરૂર કંઈ ને કંઈ તેમાંથી સમજાતું જશે. કંટાળીને, નથી સમજાતું કરી, વાંચવાનું પડી ન મૂકવું પણ રોજનો રોજ વાંચવાનો ક્રમ રાખ્યાથી, આગળ જતાં પરમાર્થ સમજાશે, આનંદ આવશે, અપૂર્વતા ભાસશે અને તે સિવાય બીજું ગમે જ નહીં, તેવું થશે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પોતે શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિનાં સ્તવનો રોજ સવારે ભક્તિમાં ગાતા. બીજા સાંભળનારને કે ઝીલનારને કંઈ સમજાય નહીં, પણ રોજ એનો એ ક્રમ ચાલુ રહ્યો તો આજે, તેનાં તે સ્તવનો અમૃત જેવાં લાગે છે; અને તેઓશ્રીને કેમ તેમાં ઉલ્લાસ આવતો તે સમજાય છે. તેમ અભ્યાસ ચાલુ રાખશો તો ટીપે-ટીપે સરોવર ભરાય, તેમ આગળ ઉપર લાભ સમજાશે. સારા વાંચન વગેરે માટે વખત મળે નહીં તો સારી ભાવના કે સારું જીવન ક્યાંથી થાય ? માટે મહાપુરુષોનાં વચનોમાં જ બચતો વખત ગાળવો છે; ન સમજાય તોપણ ગભરાવું નહીં. સત્સંગે થોડા વખતમાં ઘણું કામ થાય એ વાત સાચી છે, પણ તેવું ભાગ્ય ઉદયમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાની પુરુષોનાં
વચનો જ આધારભૂત છે. (બો-૩, પૃ. ૯૫, આંક ૮૩૬). 1 વારંવાર વિચાર કરવા યોગ્ય તો જ્ઞાનીએ જામ્યો છે તે આત્માનું સ્વરૂપ છે; તે મહાપુરુષનાં વચનના
અવલંબને બને તેટલા કષાય શમાવી, શાંતભાવે વિચારવા યોગ્ય છે. સત્સંગે વિવેક-જાગૃતિ થાય છે; માટે સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. પોતાની બુદ્ધિને જો જ્ઞાનીનાં વચનરૂપ અંકુશ ન વાગ્યા કરે તો મદોન્મત્ત હાથીની પેઠે, તે સર્વને નષ્ટ-ભ્રષ્ટ કરી દે તેવી છે. માટે બુદ્ધિ દ્વારા સ્વચ્છંદ ન પોષાય પણ જ્ઞાનીની આજ્ઞાનો વિચાર થાય, તે લક્ષ રાખી “ના, ઘમો વITU તવો’ - જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ તપ છે; એ વારંવાર વિચારી, પોતાની મૂઢદશા વિચારવામાં સચેતપણું રાખવું
ઘટે છેજી.