________________
- ૩૬૧) અને તેમાં વૃદ્ધિ અત્યારે ન બને તો ભલે, પણ તેની સ્મૃતિ કરી તે ભાવના, તેની ઉત્તમતા વારંવાર સાંભરી આવે, તેમ વાંચન, સ્મરણ તથા વિચારથી આ નિર્માલ્ય જગતનો ઝાંઝવા જેવાં, સુખ કહેવાતાં દુ:ખોની ઇચ્છા તો જરૂર થવા દેવી જોઇતી નથીજી. વખતે પૂર્વ અભ્યાસને લઈને તેવી વૃત્તિ ઊઠે તો તેને ધિક્કારીને કાઢી મૂકવી ઘટે છેજી. (બી-૩, પૃ. ૨૪૨, આંક ૨૩૬). જેને મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થઇ છે, સપુરુષનો સંગ થયો છે, મંત્ર આદિ સાધન પ્રાપ્ત થયાં છે તેને પણ, આ કળિકાળમાં મોક્ષમા પ્રવર્તતાં અનેક અંતરાય આડા ફરે છે. અનેક પ્રકારના રોગની પીડા, વૃદ્ધાવસ્થા, પ્રમાદ, વિષય, કષાય, કદાગ્રહ, અસત્સંગ અને મરણ આદિ ચોરો, આ સંસારરૂપી ઝાડીમાં સંતાઈ રહ્યા છે. તે પોતાને અનુકૂળ નિમિત્તોની જ રાહ જોઈ રહ્યાં છે કે અમારી પાસે એ ક્યારે આવે કે એને અધોગતિમાં ગબડાવી દઈએ. આવો મહાભયંકર સંસાર છે, તેથી વિચારવાન પુરુષો ત્રાસ પામ્યા છે. તેથી સત્પષરૂપ વળાવો-નેતા અને તેની અમોઘ વાણીરૂપ શસ્ત્રનો આશ્રય લઈ, શીઘ તેનો પાર પામવા પુરુષાર્થ કર્યા કરે છેજી. (બી-૩, પૃ.૫૮, આંક ૪૩) D પ્રશ્ન : સંસારનો ક્ષય કેમ થાય? વખત વધારે ન લાગે, એવો કયો રસ્તો છે? પૂજ્યશ્રી સત્સંગનો યોગ એવો છે કે જીવના ભાવ ફરતાં વાર નથી લાગતી. થોડા વખતમાં ઘણું કામ થઇ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા. ત્યાં સાપ નીકળ્યો. સાપને ભગવાનનાં દર્શન થયાં, સ્મરણ મળ્યું, તેથી ધરણેન્દ્ર થયો. એ બધાનું કારણ સત્સંગ. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવો આ સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાનો ઉપાય સત્સંગ છે. સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય. “મારે શું કરવું કે જેથી સુખ મળે?' એવી મૂંઝવણ થાય, ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે, ત્યાં સુધી કોઈ ને કોઈ મહાપુરુષ તો હોય છે જ. ગરજ જાગવી જોઇએ. (બો-૧, પૃ.૮૭) પરમકૃપાળુદેવે કહ્યું છે : ““કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) સંસારમાં જન્મીને આજદિનપર્યત જીવે જે ગડમથલ કરી છે, તેનો હિસાબ કાઢે તો સરવાળે દુઃખ, દુઃખ ને દુઃખ જ જણાય તેમ છે. સર્વ બાજુથી જ્ઞાની પુરુષોએ વિચાર કરીને નિર્ણય કર્યો છે કે સંસાર એકાંત દુ:ખરૂપ છે, એકાંત શોકરૂપ છે, અસાર છે, ભયંકર છે, મોહની જાળરૂપ છે, રાગ-દ્વેષનાં ફળથી પ્રગટ બળતો છે. તેમાં વળી આ કળિકાળમાં તો જ્યાં જુઓ ત્યાં ક્લેશ, દુઃખ અને ઉપાધિથી જીવો બળી રહ્યા છે. સંસારનું સ્વરૂપ વિચારવાનો અને સમજવાનો યોગ, દુઃખનો પ્રસંગ છે. સુખના પ્રસંગમાં વિચાર આવવા મુશ્કેલ છે. સંસંગે કંઈ સાંભળીને વિચાર કરવા જાય પણ સંસારની અનુકૂળતા આગળ અસારતા ભાસવી બહુ કઠણ છે; પરંતુ આવા દુ:ખના પ્રસંગે જેમ જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ, ઘણો વિચાર કરી નિશ્ચિત કર્યું છે તેવું, ભાસવા સંભવ છે; કારણ કે વૈરાગ્યના પ્રસંગો મોહને મંદ કરે છે, તે વખતે દુ:ખને સુખ માનવાની ભ્રાંતિ ખસવા લાગે છે અને જ્ઞાનીનાં વચનો મીઠાં લાગે છે. તે મહાપુરુષે અનંત દયા લાવીને, જે બોધ આ જીવને જાગ્રત કરવા કર્યો છે, તેનો ઉપકાર જીવને સમજાય છે; અને અનંતકાળથી જન્મમરણ, જન્મમરણ કરી રહેલા આ જીવની દયા જાગે છે. હવે એ