________________
(૫૪૯) કરાવે તેવું બળ ભક્તિમાં રહેલું છે. માટે ભક્તિભાવમાં ચિત્ત રાખવું, રોગમાં ચિત્ત રોકવું નહીં; કારણ કે રોગ તો કર્મ છે, તે જાય છે; પણ ત્યાં નવાં કર્મ ન બંધાય કે પાપકર્મ ન બંધાય, માટે આત્મભાવના અર્થે નીચે જણાવેલી શિખામણ મોઢે કરી, રોજ બોલવાનો નિયમ રાખશો તો કલ્યાણ થશે.
શ્રી સદૂગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) આટલા વચનો મુખપાઠ કરી, રોજ બોલી જવાં; તેનો વિચાર કરવો અને સદ્ગુરુએ જામ્યો છે તેવો આત્મા મારો છે, તેની હું ભાવના કરું છું. મને આત્માની ઓળખાણ નથી પણ જે પુરુષે આત્મા જાણ્યો છે તે પુરુષની આજ્ઞાએ, તેને આશરે હું તેણે જાણેલા આત્માની ભાવના કરું છું. તે સદ્ગુરુ પરમકૃપાળુદેવ સાચા પુરુષ છે, તેમણે આત્મા ઓળખ્યો છે, શુદ્ધ આત્મરૂપ જ છે, તેથી તેનું અવલંબન, તેનું શરણ હું ગ્રહું છું. એ સત્પષ સિવાય, તેણે જાણેલા આત્મા સિવાય, કોઈ વસ્તુ ઉપર મને પ્રેમભાવ, આશા કે વાસના દ્ધયમાં ન રહો. તે જ એક પ્રાપ્ત કરવા યોગ્ય આ ભવમાં છે. તેથી બીજું કંઈ મારે ઇચ્છવું નથી. ભલે રોગ હો કે મોત આવો પણ બીજું કંઈ મારે જોઇતું નથી, માગવું નથી. આત્મા, શુદ્ધ આત્મા, સહજ આત્મસ્વરૂપ જ જોઇએ, થઈએ એ જ પ્રાર્થના.
(બો-૩, પૃ.૧૦૩, આંક ૯૪). || જ્ઞાની પુરુષે જાણ્યો છે, પ્રગટ કર્યો છે, ઉપદેશ્યો છે તેવો મારો આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી,
અછઘ, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમસુખનું ધામ છે, એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૩૮, આંક ૯૦૬). | ધર્મ એક સારી વસ્તુ છે. આત્મસ્વભાવ તે ધર્મ છે અને તે જ્ઞાની પુરુષે જાણ્યો છે. હું કંઈ જાણતો નથી
પણ જેણે યથાર્થ આત્મા જાણ્યો છે, આત્મારૂપ જે હતા, તે પરમકૃપાળુદેવનું મને શરણું હો. તેની શ્રદ્ધાએ, તેના કહેવાથી આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય છે – એ છે પદની મને શ્રદ્ધા છે, એ જ મારે ભાવવા યોગ્ય છે, એ લક્ષ કર્તવ્ય છેજી.
(બો-૩, પૃ.૨૯, આંક ૫૬). || જેણે, સંસારમાં જન્મમરણ થઈ રહ્યાં છે તેથી, છૂટવું હોય તેણે પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી,
તેમણે જાણેલો આત્મા ચિંતવવા યોગ્ય છે. મને કંઈ ખબર નથી, પણ એ પરમકૃપાળુ જ્ઞાની પુરુષે જાણ્યું છે, જોયું છે, ઉપદેશ્ય છે તે સાચું છે, તે મને માન્ય છે અને તેની મને પ્રાપ્તિ થાઓ એવી ભાવના વારંવાર કર્તવ્ય છે. પરમકૃપાળુદેવના ચિત્રપટનું દર્શન, તેમની આજ્ઞારૂપ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, મંત્રનું સ્મરણ અને પુરુષનું શરણ, વિશ્વાસ અને તેનો આશ્રય કલ્યાણકારી છે, એ ભાવના વિશેષ પ્રેમથી કર્તવ્ય છે. સપુરુષના યોગબળથી કંઈ-કંઈ પાપી જીવોનાં પણ કલ્યાણ થઈ ગયાં છે. વિશ્વાસ અને ટેક જોઇએ. કોઇ પણ પ્રકારની ઇચ્છા રાખવા યોગ્ય નથી. સંસારને સાવ ભૂલી જઈ, એક પુરુષનું શરણ એ જ મારો ઉદ્ધાર કરનાર છે એવો નિશ્ચય કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૧, આંક ૫૯)