________________
૩૦૮
જીવની મોટામાં મોટી ભૂલ કઇ છે ? પોતાનું સ્વરૂપ ન સમજ્યો, એ જ મોટી ભૂલ છે; અને તેથી જ પરિભ્રમણ થયું છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી બીજામાં રાગ-દ્વેષ કરે છે. સ્વરૂપનું ભાન થવા માટે, જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, તે પુરુષમાં વૃત્તિ રાખવી. સિદ્ધભગવાન સર્વ ક્લેશથી મુક્ત છે અને મારું સ્વરૂપ પણ તેવું જ છે. તે અજ્ઞાનને લઇને ભાનમાં આવતું નથી.
સંસારનું મૂળ કારણ ‘દેહ તે હું' એ છે. એ મોટી ભૂલ છે. પોતાનું નહીં, તેને પોતાનું માને છે. વિપરીતતા છે. જે ભૂલવાળો હોય, તે બધું ભૂલવાળું જ જુએ છે. જેને ભૂલ લાગે, તેને પોતાના સ્વરૂપનું ભાન થાય છે અને ત્યારથી શ્રાવકપણું કે સાધુપણું છે. ભૂલ જાણી મનમાં થયું કે આ જ મને નડે છે, તો પછી કાઢી નાખે; પણ એવો નિશ્ચય થતો નથી. ભૂલ બરાબર લાગી નથી, લાગતી નથી. (બો-૧, પૃ.૧૧૬, આંક ૨૯)
૫૨વસ્તુને પોતાની માનવાની અને તે માન્યતાને આધારે પ્રવર્તવાની, અનાદિની જીવની ટેવ છે, એ જ ભૂલ છે. તે ટાળવા અનેક મહાપુરુષો પોકારી-પોકારી, તે ભૂલથી છૂટવા માટે અનેક રીતે ઉપદેશ આપવાની કૃપા કરી ગયા છે; પણ આપણને તેવી ભૂલ લાગશે ત્યારે તે ભૂલ જોવા આંખ ઉઘાડીશું અને ભૂલ દેખાશે તો પછી ભૂલ નહીં રહે.
:
પરમકૃપાળુદેવે ક્ષમાપનાના પ્રથમ વાક્યમાં લખ્યું છે : ‘‘હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો.’’ એટલું જ વાક્ય ભરત ચક્રવર્તી મહારાજને કેવળજ્ઞાન આપવા સમર્થ થયું હતું. આપણે રોજ બોલીએ છીએ પણ તે ભૂલ સમજ્યા વગર, ભૂલ કર્યા જ જઇએ છીએ અને ભરતજી ભૂલ પકડી, ફરી કોઇ કાળે ભૂલ ન થાય, તેવી દશા પ્રગટ કરી, મોક્ષે ચાલ્યા ગયા. માટે સાચા થવાની જરૂર છે. મોક્ષનો માર્ગ ખુલ્લો છે તેમ જ સંસારમાર્ગ તો પરિચિત જ છે. જે માર્ગે જઇશું તે તેનું ફળ આપશે જ. (બો-૩, પૃ.૧૧૮, આંક ૧૧૪)
પાંચ ઇન્દ્રિયોના
U જીવને નીચે ઢાળે ઢળવાનું બહુ ગમે છે. અનાદિકાળથી બાહ્ય પ્રવૃત્તિમાં જ વિષયોમાં જ રસ લેતો આવ્યો છે; તે પડી મૂકી, સત્પુરુષ ઇન્દ્રિયોનો જય કરીને, મનને સદ્ગુરુને શરણે રાખવાનું કહે છે; તે કરવું મુશ્કેલ પડે છે. બળદને જેમ ચીલો કાપવો આકરો પડે છે તેમ સ્વચ્છંદે જીવ પ્રવર્તી રહ્યો છે, તેને સદ્ગુરુની આજ્ઞારૂપ નાથ અધરી પડે છે; પણ તે વિના જીવ અનાથ અને અશરણ છે; અને તે અનાથપણું ટાળવા, અનાથીમુનિ સરખા આત્મજ્ઞાન પામેલા સદ્ગુરુનું શરણું અને બોધ, શ્રેણિક મહારાજા જેવાને પણ ગ્રહણ કરવાં પડયાં હતાં અને તેવા પુરુષને યોગે જ જીવને પોતાની ભૂલ સમજાય છે.
-
એ અનાદિ ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દ૨૨ોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાધન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી, તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. (બો-૩, પૃ.૫૨, આંક ૩૭)
— સમાધિસોપાન તમે બધા સાથે વાંચો તો સારું, કેમ કે એકલા કરતાં સત્સંગમાં વંચાય તે વધારે સારું સમજાય, એકબીજાને પુછાય અને ચર્ચા થાય તો જેણે સત્સંગમાં કંઇ સાંભળ્યું હોય તે જાણવા મળે.
ચિ. વસુમતીના પ્રશ્નનો ઉત્તર, (તેને) સમજાય તેમ લખું છું. કોઇ પૂછે કે તું કોણ છે ? તો તું શું કહે ? વસુમતી; પણ હાથ વસુમતી ? આંખ વસુમતી ? પગ વસુમતી ? તું કહે કે બધુંય વસુમતી. તો મરી