________________
(૧૫૩
હું તો દોષ અનંતનું એનું બીજું રૂપ જ છે. મારામાં બહુ દોષો ભરેલા છે. ભગવાનમાં જેટલા ગુણ છે, તેટલા મારામાં દોષો ભરેલા છે. હું છેલ્લે પગથિયે ઊભો છું. મારે હજુ ઘણો પુરુષાર્થ કરવાનો છે. હું બધાથી અધમ છું, એમ પોતાનું અધમપણું લાગે ત્યારે પુરુષાર્થધર્મ વર્ધમાન થાય. (બો-૧, પૃ.૫૪, આંક ૨૯) પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં. (૨૫-૮) જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે. તે શરીરમાં, કુટુંબમાં વેરી નાખી છે. તે બધેથી ઉઠાવી, સત્પષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે, તે બધી પ્રભુ પ્રત્યે વપરાય તો તે પર પ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે. (બો-૧, પૃ.૩૫૧, આંક ૫૫) સબ આગમભેદ સુરિ બસે. (૨૬૫-૮) સર્વ આગમનો ભેદ દ્ધયે વસે, સર્વ શાસ્ત્રોનું કહેવું છે તે સમજાય. જ્યાંથી આગમની ઉત્પત્તિ થઈ છે, એવા શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ જેને છે, તેને પણ શ્રુતકેવળી કહે છે. ઉત્કૃષ્ટ ત્યાગ છે, ત્યાં ઉત્કૃષ્ટ જ્ઞાન છે. કેવળ અર્પણતા' એ કેવળજ્ઞાનનું કારણ છે. (બો-૩, પૃ.૩૮૩, આંક ૩૮૭)
“આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી;
તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી.” (૨૬૭-૬) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ - એ આઠ સમિતિ છે. આઠ સમિતિનું જો યથાર્થ જ્ઞાન થાય તો એટલામાં બધા પ્રવચનોનો સાર આવી જાય છે. મન-વચન-કાયાને યથાર્થ પ્રવર્તાવવાં એટલે અશુભમાં ન પ્રવર્તાવવાં. ઇર્યાસમિતિ એટલે ચાલવું પડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું. વચન બોલવું પડે તો તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બોલવું. મળમૂત્ર વિસર્જન કરવાં પડે તો તે જ્ઞાનીની આજ્ઞાએ કરવાં. વસ્તુ લેવી-મૂકવી પડે તો જ્ઞાનીની આજ્ઞાએ લેવા-મૂકવી. આહાર લેવો પડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે લેવો. આટલામાં બધું આવી જાય છે. આજ્ઞાએ વર્તે તો ઘર્મ થાય. એ ચારિત્ર છે. મોક્ષનો ઉપાય સુધર્મ છે. મોક્ષનો ઉપાય યથાર્થ વર્તન છે. જે જ્ઞાન મોક્ષને માટે થાય, તે જ્ઞાન છે. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૪) જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી વૃષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. (૨૭૨) સદ્ગુરુનું લક્ષણ પહેલા વાક્યમાં ટૂંકામાં એવું કર્યું છે કે “જે મહપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે.' આટલી વાત તો પૂછનાર અને સાંભળનાર બંનેને માન્ય છે, એ વાત સ્વીકાર કરી, નિઃશંક આમ જ છે એવું ગણી પછી પ્રશ્ન થાય છે કે “એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી ?'' મહાત્મા તો ઉપર જણાવ્યા તેવા છે એટલે તેમનું આચરણ જે શિષ્યની (મુમુક્ષુની) દ્રષ્ટિમાં નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય, છતાં વંદન યોગ્ય જ છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી,