________________
(૪૫૨
અને બને તો આ પત્ર, બંને, થોડું-થોડે કરીને મુખપાઠ કરી લેશોજી. તેમાં કષાયની મંદતા, સમતા,
સશ્રદ્ધાનું જણાવ્યું છેજી. (બો-૩, પૃ.૬૫૬, આંક ૭૭૮) ID ૫. પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ વટામણવાળો પત્ર, બને તો રોજ વાંચવાનો કે મુખપાઠ થઇ જાય તો મોઢે
બોલવાનો નિયમ રાખશો તો શ્રદ્ધાને બળવાન કરે તેવો પત્ર, હિતકર અને નિર્મળભાવ પ્રગટાવનાર છેજી. (બી-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૨) 1 પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૮માંથી બાર ભાવનાઓ (દોહરા ૩૧થી ૪૩) મુખપાઠ કરી, વારંવાર વિચારવા
જોગ છે તથા તીર્થંકરપદ પ્રાપ્ત કરાવે તેવી સોળ ભાવનાઓ સમાધિસોપાનમાં છે, તે અવકાશ
થોડે-થોડે, વાંચતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ. ૨૫૧, આંક ૨૪૫) સમયનો સદુપયોગ I બીજી માથાકૂટમાં ન પડશો. લિસ્ટ વગેરે કરવામાં ખોટી થવા કરતાં કોઈ શિક્ષક આદિ કરી આપે તેમ
હોય તો કંઈ રકમ આપી, તેની મારફત કરાવી લેવું. આપણો વખત અમૂલ્ય છે. જ્ઞાન, ધ્યાન, વિચારમાં વખત જાય તેમ કરવા ભલામણ છે. જેને સમાધિમરણ કરવું છે. તેણે ક્ષણે-ક્ષણનો સદુપયોગ થાય તેમ વર્તવું ઘટે છેજી, સ્મરણનો અભ્યાસ વધારતા રહેશોજી. આખરે એ જ કામનું છે.
(બી-૩, પૃ.૭૨૫, આંક ૮૮૩) || જ્ઞાની પુરુષોને સમયની કેટલી કિંમત છે ! એક સમયે પણ નકામો જવા દેતા નથી. નદીનું પાણી વહ્યું
જાય, તેમ જીવન વહ્યું જાય છે. જેમ નદીનું પાણી દરિયામાં ગયા બાદ પાછું વળે તેમ નથી, તેમ વખત ગયા બાદ પાછો આવતો નથી. પાછળથી કંઈ વળે તેમ નથી. માટે વખતનો સદુપયોગ કરી લેવો. (બો-૧, પૃ.૩૩૮, આંક ૪). જે કામ કરવા હાથમાં લીધું હોય, તે કાળજી રાખી કરી લેવું. નકામા સંકલ્પ-વિકલ્પોની નદીમાં તણાયા જવું નહીં. નિત્યનિયમ અનુકૂળ વખતે કરી લેવો. અભ્યાસમાંથી બચતો વખત કંઈ સદ્વાંચન મુખપાઠે કર્યું હોય તેનું પરાવર્તન કે મનન વા ભાવના, સ્મરણમાં વગેરેમાં ગાળવો. કોલેજજીવનમાં ઘણી વખત મળી શકે એવો લાગે છે. તેનો સદુપયોગ કરનાર, પછીના જીવનમાં સુખી, પરોપકારી, યશસ્વી અને
સાર્થક જીવન કરનાર નીવડયા છેજી, (બી-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) I જેને છૂટવાની વૃત્તિ જાગી છે, તેણે તો બચતો બધો વખત પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવામાં જ
વ્યતીત કરવા યોગ્ય છેજી. તેમાંથી પોતાને શું કર્તવ્ય છે, તે સહેજે સૂઝી આવશે તથા વૈરાગ્યની વૃદ્ધિ થતાં આત્મહિત સધાશેજી. ન જોઇતી ફિકર-ચિંતા તજી ધર્મધ્યાન અર્થે, બને તેટલો વધારે વખત ગાળતા રહેશો તો છ માસમાં આપોઆપ જિંદગી પલટાતી સમજાશેજી. (બી-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩) પ્રમાદમાં, આળસમાં બચતો વખત ગાળવાને બદલે સારા વાંચનમાં, ગોખવામાં, ગોખેલું ફેરવી જવામાં, વિચારવામાં કે વાંચેલાની વાત, ચર્ચા કરવામાં વખત ગાળશો તો તે સફળ થશે, જીવન સુખરૂપ લાગશે, ભક્તિમાં રસ વધશે. નાટક, સિનેમા કે રમતોમાં વખત ગુમાવશો તો પછી સારાં કામોમાં પ્રીતિ રહેશે નહીં. સારા વાંચન વગેરે માટે વખત મળે નહીં તો સારી ભાવના કે સારું જીવન ક્યાંથી થાય ? (બી-૩, પૃ.૬૯૬, આંક ૮૩૬).