________________
(૧૮૭) D શ્રી કુંદકુંદાચાર્યકૃત ભાવપાહુડ :
एगो मे सासदो अप्पा णाणदंसणसंजुदो ।
सेसा मे बाहिरा भावा सचे संजोगलक्खणा ॥ મારો આત્મા - આત્મદ્રવ્ય - એક છે. રાગ-દ્વેષરહિત એકલો શુદ્ધ છે. જ્ઞાન એટલે દેહાદિથી ભિન્ન ઉપયોગસ્વરૂપ અવિનાશી મારો આત્મા છે એમ સદ્ગુરુ દ્વારા જાણવું, તે વડે આત્મજ્ઞાન થાય છે, તેથી તે આત્માનું લક્ષણ છે; તેમ જ દર્શન પણ ઉપયોગનું સામાન્ય સ્વરૂપ છે. પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય એમ છદ્મસ્થ જીવોના ઉપયોગનું વર્તવું થાય છે. કેવળી ભગવંતને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થયેલો હોવાથી, બંને ઉપયોગ એક સાથે વર્તે છે, એમ શ્રી દિગંબર આચાર્યોનું અને શ્રી સિદ્ધસેન દિવાકર આદિ શ્વેતાંબર આચાર્યોનું પણ કથન છે. શ્રી દેવચં દ્રજીની ગતચોવીસીના, પહેલા સ્તવનમાં સમયાંતર ઉપયોગનું વર્તન કેવળી ભગવંતને પણ વર્ણવેલું છે, કારણ કે આગમમાં એક સમયે બે ઉપયોગનું વર્તવું ન બને, એમ વારંવાર કહેલું છે. તે દશા તીર્થકર આદિ કેવળીની જેમ હો તેમ હો, પણ તે પરિપૂર્ણદશારૂપ શુદ્ધ આત્માની ભાવના કરવાથી કેવળજ્ઞાન થાય છે, એમ સર્વ જ્ઞાનીઓ કહે છે. તે લક્ષ રાખી, બાહ્યભાવો, આત્મભાવથી પર જે ભાવો છે, વિભાવ તથા પરપદાર્થો માત્ર સંયોગરૂપ છે, શાશ્વત નથી, તો તેવી ક્ષણિક બાબતોમાં લક્ષ
ન દેતાં શુદ્ધ બુદ્ધ શાશ્વત આત્માનો પરિચય કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૬૬, આંક ૯૭૨) || શ્રી જયસેનાચાર્યકૃત પંચાસ્તિકાય ટીકા :
अभिमतफलसिद्धेरभ्युपायः सुबोधः स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात् ।
इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धि - नं हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ઈષ્ટફળનો (મોક્ષનો) ઉપાય સબોધ (આત્મજ્ઞાન) છે. તે થવાનું કારણ સત્પરુષની વાણીરૂપી શાસ્ત્ર છે; તેની ઉત્પત્તિ આપ્તપુરુષથી છે; તેથી આપ્તપુરુષ (ગુરુરાજ) પૂજ્ય છે. તેની કૃપાપ્રસાદીથી પ્રબુદ્ધિ (પ્રજ્ઞા-વિવેકજ્ઞાન) પ્રાપ્ત થાય છે. માટે સારા માણસો-સજ્જનો પોતાના ઉપર પરમપુરુષે કરેલા ઉપકારને કદી વીસરતા નથી, નિરંતર સ્મરણ કરે છે. [ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સપુરુષો, તેનાં ચરણારવિંદ સદાય &યને વિષે
સ્થાપન રહો ! (૪૩)] (બી-૩, પૃ.૧૦૪, આંક ૯૬) D શ્રી દેવચંદ્રજીકૃત ચોવીસી, સંભવનાથ ભગવાનનું સ્તવન:
અવિસંવાદી નિમિત્ત છો રે, જગતજંતુ સુખકાજ. બે પ્રકારનાં નિમિત્ત હોય છે : એક તો જરૂર કારણથી કાર્ય નિપજાવે તેને અવિસંવાદી કહેવાય છે અને બીજું વિસંવાદી એટલે કાર્ય થવામાં કારણરૂપ પણ હોય અને કાર્યનો નાશ કરવામાં પણ કારણરૂપ બને. અવિસંવાદી = અચૂક લાભ આપે તેવું, અવિરોધી. જેમ કે ઘડો બનાવવા કુંભાર દંડ વડે ચાક ફેરવે છે, ત્યાં દંડ એ ઘડો બનાવવામાં કારણરૂપ થાય છે; પણ તૈયાર થયેલા ઘડાને ફોડી નાખવામાં પણ દંડ કારણરૂપ થાય છે. તેથી તે અચૂક કાર્ય કરે જ એવું કારણ ન કહેવાય, કાર્ય બગાડી પણ નાખે; માટે વિસંવાદી કારણ કહ્યું છે; અને જિન ભગવાન જીવનું અવશ્ય