________________
(૨૯૦) D કર્મનાં ઉદય કયે વખતે, કેવા આવે તેનું કંઈ પ્રમાણ નથી, માટે પ્રમાદ નહીં કરતાં સાવચેત
રહેવા જેવું છે. કર્મથી ગભરાવાનું નથી. અનંત પ્રકારનાં કર્મ અનંતકાળથી આ જીવમાં છે. તે ઉદયમાં આવે અને જાય છે. તેવી દ્રષ્ટિ રાખવી. તેનો અભ્યાસ રાખવો. જે આવે છે, તે જવાને માટે આવે છે. સાવચેત ન હોઇએ તો આત્માને, કર્મ ક્યાંનો ક્યાંય લઈ જાય. માટે તેનો ઉપયોગ રાખવો. અગિયારમા ગુણસ્થાનક સુધી ગયેલા જીવને પણ એવા કર્મના ઉદય આવે છે કે નીચે આવી જાય છે. પ્રમાદથી ક્યાં જઈ પડે, તેનું કંઈ પ્રમાણ નથી. જીવનું મૂઢપણું છે, તે અહિતકારી છે. જ્ઞાની પુરુષોનાં વચનો આધારરૂપ છે, તે જીવને ટકાવી રાખનાર છે. શાંતપણે વૃત્તિ ન રહે તેવા વખતે પણ ભક્તિ, સ્મરણ વગેરે કર્યા જ કરવું. (બો-૧, પૃ. ૧૭, આંક ૨૦) આ ભવમાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો યોગ મહાપુણ્ય બન્યો. તેની વારંવાર સ્મૃતિ આવ્યા કરે, તેના ઉપકારની કથા પ્રસંગે થયા કરે, તેની અમાપ દયા દ્ધયમાં તાજી રહે અને તેની આજ્ઞા હવે તો ઉઠાવવી જ છે એમ વૃઢતા વર્ધમાન થયા કરે તો ગમે તેવાં આકરાં કર્મ પણ ભસતા કૂતરાની પેઠે નુકસાન કર્યા વિના આપોઆપ નાસી જશે. કર્મથી ગભરાવાની જરૂર નથી; કર્મ બાંધનારો જો ફરી ગયો, મોક્ષમાર્ગી થયો, જ્ઞાનીના પક્ષમાં તણાયો તો પછી ગમે તેવા વિકારો જખ મારે છે; તેમનું કાંઈ ચાલવાનું નથી. (બી-૩, પૃ.૭૧૬, આંક ૮૬૬) D આપનો પત્ર મળ્યો. કોઈનો દોષ આપણા દિલમાં ન વસે, પણ પૂર્વનાં બાંધેલાં તેવા પ્રકારે છૂટે છે. આપણે પણ કર્મ છોડવા જ જીવવું છે, નવાં બાંધવાં નથી એવો નિશ્ચય કર્તવ્ય છે.
જગતજીવ હૈ કર્માધીના, અચરિજ કછુ ન લીના;
આપ સ્વભાવમાં રે, અબધૂ સદા મગન મન રહના.” પરમકૃપાળુદેવની આજ્ઞા ઉલ્લાસથી આરાધવી છે અને યથાશક્તિ આરાધાય તેથી આનંદ માનવો. સ્મરણમંત્રનું રટણ રહ્યા કરે તેવી ટેવ પાડવાનો લક્ષ રાખીને વર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૭, આંક ૮૭૦) કર્મ આગળ કોઈનું ચાલતું નથી. ઇન્દ્ર, નરેન્દ્ર જેવા પુણ્યશાળીને પણ માંકડાની પેઠે નચાવે છે, તો પછી આપણા જેવા હનપુણ્ય જીવોને સતાવે તેમાં નવાઈ નથી. તેમ છતાં જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહના સંતાન જેવા છે. મોટા ગિરિશિખરવતુ હાથીના શરીરને દેખીને પણ સિંહના બાળક ડરી ન જાય તો “જો જિન તું છે પાંશરો રે લોલ, કર્મ તણો શો આશરો રે લોલ.' એમ ભક્તાત્માઓ બોલી ઊઠયા છે. કર્મ અને ધર્મની લડાઇમાં ધર્મનો જય થાય છે કારણ કે તે સત્ છે અને સત્નો જ જય સદાય થાય છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દવામાં મોટા ડોક્ટરો સેવાભાવે તત્પર હતા, પણ કર્મ આગળ કોઈનું ચાલ્યું નહીં. તેઓશ્રીએ એક દિવસે કહેલું કે અમને આ દવાઓ ગમે તેટલી ઉત્તમ હોય પણ તેની શ્રદ્ધા હોય ? શ્રદ્ધા તો એક જ્ઞાનીએ નિર્ણય કરેલો, અનુભવેલો, ઉપદેશેલો શુદ્ધ આત્મા તેની જ અટલ રહે છે. તે એક આંગળી ઊંચી કરી વારંવાર પ્રદર્શિત કરતા હતા.