________________
(૭૬૨)
જીવ જેવાં કારણ મેળવે, તેવું કાર્ય થાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે : He paves the way to hell with good intentions. સારી ઇચ્છારૂપ લાદી વડે નરકનો રસ્તો જીવ રચે છે. એમ કહેવાનું કારણ શું હશે ?
શ્રદ્ધા જ્ઞાન લહ્યું છે તોપણ જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, જો સંયમ ઠાણે ન આયો રે.
ભલે વીર જિનેશ્વર ગાયો રે.'' એમ જિનમાર્ગમાં પણ કહ્યું છે, તેનું કારણ એમ સમજાય છે કે જીવને લક્ષ, સાચો, અચૂક રહે તો તે આગળ વધ્યા વિના રહે નહીં; પણ રુચિ જ જો પલટાઈ ગઈ (અનાદિના પ્રવાહમાં વળી ગઈ) અને પરમાર્થ, માત્ર વાણીના વિલાસરૂપે રહ્યો તો તેને તે નરકે જતાં ખાળે, તેટલું તેમાં બળ નથી. બાજરીના રાડા વડે પાડાને ખેતરમાંથી કાઢવા જાય તો તે ન નીકળે, તેમ જીવે શૂન્યક્રિયાઓ, શૂન્ય વાતો કરી હોય કે કરતો હોય, તે કસોટી પ્રસંગે ટકે નહીં, તેને બચાવે નહીં. (બી-૩, પૃ.૫૪૦, આંક પ૯૨) D આત્મા દિવસે-દિવસે શાંત થતો જાય, ક્લેશનાં કારણો દૂર થતાં જાય અને જ્ઞાની પુરુષના અદ્ભુત આત્મચારિત્રની પ્રતીતિ થતી જાય તેમ પ્રવર્તવા ભલામણ છે). તે બધાનું કારણ સત્સંગ, સન્શાસ્ત્ર અને સદ્વિચાર છે. ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્યભાવ અને કષાયની મંદતા, તે સદ્વિચારને પ્રગટાવે છેજી.
““જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.''
(બી-૩, પૃ.૭૬૯, આંક ૯૭૮) [ આ જીવે મહા મૂલ્યવાન નરભવ પામીને, આજ સુધી કાંઈ આત્મકલ્યાણનું સાધન કર્યું નથી, એ
વારંવાર વિચારવા યોગ્ય છે અને આવા ને આવાં શિથિલ પરિણામ અને સંસારભાવના વર્તતી હોય અને મૃત્યુ આવે તો કેવી દુર્ગતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે, તે પણ ભૂલવા જેવું નથી. (બો-૩, પૃ.૪૪, આંક ૩૦) T કોઈ માણસને રાજાએ ફાંસીએ ચઢાવવાનો હુકમ આપ્યો હોય કે અમુક દિવસે તને ફાંસીએ ચઢાવવામાં
આવશે અને પછી તે માણસને સારા મહેલમાં રાખે, સારું ભોજન આપે, સારું પહેરવા આપે તો તેને એ ગમે? ન ગમે; કેમ કે તે જાણે છે કે મારે હવે મરવાનું છે – એવો ભય રહે છે, તેથી તેને કંઈ ન ગમે. એવું, બધાને માથે મરણ છે, તે ફાંસીના હુકમ જેવું છે. કોણ જાણે ક્યારે મરણ આવશે. ફાંસીએ ચઢાવે ત્યારે તો અમુક દિવસ નક્કી કરેલો હોય અને આ મરણ તો રાતદિવસ માથે જ ભમી રહ્યું છે; છતાં મોહને લઈને વિચાર નથી આવતો. મરણ એકલું હોય તોય કંઈ નહીં, પણ પાછું જન્મવું, ફરી મરવું, એમ અનાદિકાળથી થઈ રહ્યું છે.
(બો-૧, પૃ.૭૬, આંક ૨) D પૂ. ... ના દેહોત્સર્ગના સમાચાર જાણી આ કળિકાળ શુભ નિમિત્તોને સંકેલી લેવાનું કામ કરી રહ્યો
છે, એવી ચેતવણીની વિચારણા જાગી હતી.