________________
(૭૪૪)
આ પત્ર મળે ત્યારથી તેવી કોઈ ગોઠવણ કરવા વિનંતી છે. જ્યાં બને ત્યાં જાતે, કે કોઈ મુમુક્ષુ દ્વારા તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૩૬, આંક ૭૫૧) | શુભેચ્છા સંપન્ન સાધ્વીજી ...નો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય, તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. બારમા વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન શ્રી દેવચંદ્રજીનું ચોવીસીમાં છે. તે વારંવાર વાંચી, તેમણે અભ્યાસ કરવા જેવું છે'. તેમાં જણાવ્યું છે :
આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ, દંશણ, નાણ, ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચંદ્રાનન, ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ,
આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન)'' તેમ પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા, તે ધર્મનું કારણ નથી. “TUITI ધર્મો ATM તવ' એવો શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તો હવે ધર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે, તેણે પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ્ લઘુરાજસ્વામીને જણાવેલી, તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી, તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશો અને પરમકૃપાળુદેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી, તે મહાપુરુષને સદ્ગુરુ ધારી, તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર, વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્ર પણ જણાવશો. તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી, ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જાણ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો, એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે, એમ શ્રી લઘુરાજસ્વામીએ જણાવેલું, તમને જણાવ્યું છે. બીજેથી મન ઉઠાવી, એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશો તો એકની ઉપાસનામાં સર્વ જ્ઞાની સમાઈ જાય છે. કોઇની વિરાધના થતી નથી. વીતરાગદશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દૃઢતા રાખી પ્રેમ-ભક્તિ વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં;
વહ કવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.' લોકરંજનનો માર્ગ મૂકી, સમાધિમરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશો, તે સદ્દગુરુ આજ્ઞાએ ઉપકારી, મોક્ષમાર્ગસાધક નીવડશેજી. (બો-૩, પૃ.૫૧૫, આંક ૫૫૮)