________________
(૪૨) D વિભાવપરિણામ એ જ મરણ છે. વિભાવ જુદો અને આત્મા જુદો છે. આત્મા વિભાવરૂપે પરિણમે એ જ મરણ છે. વિભાવભાવ એ ભાવમરણ છે. (બો-૧, પૃ.૩૫), આંક 10)
‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો?" મનુષ્યભવ વ્યર્થ ન જાય તે માટે પુરુષનો કોઈ મંત્ર કે બોધ પ્રાપ્ત થયો હોય તેનું વારંવાર કાળજીપૂર્વક સ્મરણ કર્તવ્ય છેજી. ‘‘ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં.'' આમ પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે આ મોહનિદ્રામાં ઊંધતા જીવને જાગ્રત કરવા અર્થે જણાવ્યું છે; તે લક્ષમાં લઈ, સપુરુષ મળ્યા પહેલાંનો કાળ અને પછીના કાળમાં કંઈ ભેદ પડે તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. કુંદકુંદસ્વામી “અષ્ટ પાહુડ'માં જણાવે છે કે જીવે જ્યાં સુધી સમ્યત્વની પ્રાપ્તિ કરી નથી, ત્યાં સુધી તે જીવતું મડદું છે. તે જ પરમ અર્થને પરમકૃપાળુદેવે આપણા જેવા બાળજીવોને સમજ પડે તેમ ‘ભાવમરણ'રૂપે કહ્યો છે. જેટલી ક્ષણો પુરુષના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ આવ્યા વિનાની જાય છે, તે સર્વ ક્ષણો ભયંકર સંસાર ઊભો કરાવનાર મરણ સમાન છે; તે જ ખરું મરણ છે. આયુષ્યને અંતે મરણ છે, તે તો સમજુ જીવને મહોત્સવ સમાન છે. જીવતાં પુરુષ કે તેનો વિશ્વાસ કરનાર, જીવતાં છે. સમયે-સમયે મરણ સંભારી, સંસાર પરથી આસક્તિ ઓછી કરી, પરમાત્મભાવ
માટે પરમપુરુષને શરણે પુરુષાર્થ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૫૦, આંક ૩૫) [ આ કાળમાં અલ્પ આયુષ્ય આ ક્ષેત્રે જીવોને હોય છે; છતાં જાણે મરવું જ નથી, એમ પ્રવર્તવાનો
અભ્યાસ પડી ગયો છે, તેથી આત્મહિતના કર્તવ્યમાં પ્રમાદ, ગૌણતા, સામાન્યપણું થઈ જાય છે; માટે રોજ મરણ સંબંધી વિચાર કરતા રહેવાની જરૂર છે. મરણ અચાનક આવી પડે તો હું કેમ પ્રવર્તે? મરણ સુધારવાનું કોઈ સાધન મને મળ્યું છે? તેમાં મારું ચિત્ત કેટલું પ્રવર્તે છે? બીજે મન ભટકતું ફરે છે, તેનું કારણ શું? સંસારમાં એવું શું સુખ છે કે જેને માટે આત્મહિત ભૂલી આમ પ્રવર્તવું થાય છે? હવે કેમ પ્રવર્તવું? વગેરે વિચારો અવકાશ વિસ્તારથી વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨૫૬, આંક ૨૫૦) T માંદગી કરતાં, માંદગી પૂરી થવા આવે ત્યારે વિશેષ કાળજી ડોક્ટરો રાખે છે; તેમ મુમુક્ષુજીવ પણ માંદગીને પ્રસંગે જેમ મરણ સમીપ લાગતું હોય, તેમ ત્યાર પછી પણ મરણને સમીપ જ સમજીને, ધર્મમાં વૃત્તિ રાખવાનો જ્ઞાનીનો માર્ગ આરાધે છે અને આપણે બધાએ તે જ અંગીકાર કર્તવ્ય છેજી. સમાધિમરણ કરવાની ભાવનાવાળા સર્વેએ, ક્ષણે-ક્ષણ સમાધિભાવને પોષે તેમ વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે; કારણ કે મરણ વખતે, અત્યારે જે ભાવો કરીએ છીએ તેના રહસ્યભૂત મતિ આવે છે; તો
જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણી, છેવટની ઘડીની અત્યારથી જ તૈયારી કરતા રહેનાર, વિવેકી ગણવા યોગ્ય છેજ. પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા, સાંભળવા, વિચારવા અને સ્મૃતિમાં રાખી, તેમાં ઉપયોગ રાખતા રહેવા, વિનય વિનંતી છેજી, (બી-૩, પૃ.૧૪૩, આંક પ૯૪)