Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 749
________________ (૭૪૦ D સંસારમાં જેની સાથે જેટલો સંબંધ હોય છે, તે પૂરો થયે વિયોગ થાય છે. પરંતુ બનનાર છે તે ફોન નથી અને ફરનાર છે તે બનનાર નથી.” (૪૭) એ વાત લક્ષમાં લેવા યોગ્ય છે. જે જ્ઞાન દેહ છોડ્યો છે, તેનું કલ્યાણ થાય છે. તેને માટે શોક કર્તવ્ય નથી. પરંતુ આપણા પોતાના માટે વિચાર કર્તવ્ય છે કે માથે મરણ છે. વિયોગના વખતે સંસારની અસારતા જીવને સહજે સમજાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓ વારંવાર વિચારવા યોગ્ય છે. સાંસારિક કારણોને લઈને ખેદ પ્રગટતો હોય, તે પલટાવીને વૈરાગ્યભાવની વૃદ્ધિ કરવા યોગ્ય છે. (બો-૩, પૃ. ૨૪, અંક ૭૨૯) “મૃત્યુનું આવવું અવશ્ય છે.” (૫૮) એમ પરમકૃપાળુદેવે જાગ્રત રહેવા લખ્યું છે, જીવે વાંચ્યું પણ છે, મોઢે બોલે છે, કલમે લખે છે, ભાષણો કરે છે; પણ તેની તૈયારી કેટલી કરે છે તે ઉપરથી, તેની સમજણ આંકી શકાય. કહેતા-કહેતી ધર્મ છોડી, સાચો ધર્મ ગ્રહણ કર્યો હોય, તેણે હવે સાચા જ થવાની જરૂર છે. મરણને વારંવાર સંભારવા યોગ્ય છે. બી-3, પૃ.૫૪૦, આંક પ૯૨) 0 થવાનું હશે તે થશે. બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં; એમ વિચારી નકામી ચિંતના, અમૂંઝણ જીવે દૂર કરવાં, અને મરણ વખને કંઈ કામ લાગવાનું નથી એમ વારંવાર સંભારવું. ગમે તેવાં સગાં હોય કે ગમે તેટલા પૈસા હોય, સુખભવની સામગ્રી ગમે તેટલી હોય પણ તે મરણ આવતું અટકાવે તેમ નથી. મરણ આગળ સર્વ અરણ છે. એ બધાને છોડીને એક વાર જવાનું અવશ્ય છે; તો આ નાશવંત વસ્તુ માટે હાયવોય કરી નકામો જીવ બાળવા, તેના કરતાં મનમાંથી માંડી જ વાળ્યું હોય કે જેમ થવું હોય તેમ થાઓ, હું તો અમુક કલાક કામ કરવાનું છે, તે કરી છૂટયો. હવે શી પંચાત ? (બી-3, પૃ.૪૪. આંક ૩૦) ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે રોજ મરણને સંભાર. વી મરણ વખતે અસહાય દશા છે, તેવી જ અત્યારે પણ એક રીત છે, પણ તે તરફ લક નથી. પોતાનાં કરેલાં કર્મ જ ઉદય આવે છે અને તે કર્મને ફેરવવા કોઈ સમર્થ નથી. કોઇનું દુઃખ કોઈ લઈ શકતું નથી, એ નજરે પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે ક્ષણે-ક્ષણે જે શુભાશુભ ભાવ થયા કરે છે, તેને અનુસરતાં કર્મોથી જીવ સમયે-સમયે ઘેરાય છે. તેમાંથી કોણ બચાવે તેમ છે ? તે ઉદય આવશે ત્યારે પરવશપણે ભોગવવાં જ પડશે. આ ક્રિયાઓ તરફ, નજર જ જીવ કરતો નથી. માત્ર બહારની લેવડદેવડમાં આંખો મીંચીને વર્યા કરે છે. (બી-૩, પૃ.૨૩૧, આંક ૨૨૬) D સંસાર દુઃખરૂપ છે, જન્મજરામરણ, આધિ (મનનાં દુઃખ), વ્યાધિ, ઉપાધિથી ભરેલો છે. ચોરાસી લાખ જીવયોનિમાં અનાદિકાળથી આ જીવ ભટકતો આવ્યો છે, પણ હજી થાક્યો નથી, કારણ કે દારૂડિયાની પેઠે, દારૂથી નુકસાન થાય છે છતાં, તે પીતી વખત આનંદ માને છે; તેમ કર્મવશ જીવ પોતાનું ભાન ભૂલી, બીજી તુચ્છ વસ્તુઓમાં રાજી થઇ જાય છે. અનાદિકાળથી જીવ ખા-ખા કરતો આવ્યો છે, પણ ખાવા બેસે ત્યારે જાણે કોઈ કાળે કાંઇ ખાધું ન હોય, તેમ દુકાળિયાની પેઠે ખાવામાં તન્મય થઈ જાય છે અને અા કે નગવાનને ભૂલી જાય છે. માટે જેને ભગવાન પ્રત્યે સદ્ગુરુકૃપાથી પ્રીતિ થઇ છે અને ભગવાનનું શરણ ગ્રહણ કર્યું છે, તે જીવે તો હવે વારંવાર મરણને સંભારી, બીજી વાતોમાંથી મનને ખેંચી લઇ મરણ, ભક્તિ, વાંચન, વિચારમાં જોડી રાખવાનો અભ્યાસ કરવા લાયક છે'. (બી-૩, પૃ.૧૫૭, આંક ૧૫૮)

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778