________________
(૬૧૧ ) વીરહાક, અમને અંત સમય ઉપકારી, મૃત્યુ-મહોત્સવ, અપૂર્વ અવસર, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, ઇચ્છે છે જે જોગી જન, ધન્ય રે દિવસ વગેરે અવસર જોઈ સંભળાવતા રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૫૭૬, આંક ૬૪૮). દુઃખ, વ્યાધિ, પીડા દેહમાં થાય છે તેને જાણનાર માત્ર હું છું. એ વેદના તેનો કાળ પૂરો થતાં ચાલી જશે, લાંબી હશે તો દેહ છૂટશે તેની સાથે છૂટશે પણ કોઈ કર્મ કે કોઇ દુઃખ સદાય રહેનાર નથી, તેથી અકળાવાની, ગભરાવાની જરૂર નથી. ધીરજથી, બાંધેલાં કર્મ પ્રમાણે સુખદુઃખ દેખાય છે, તે જોયાં કરવાં અને બને તેટલો સમભાવ રાખવો.
સ્મરણમંત્રમાં ચિત્ત વારંવાર લઇ જવું. દેહ ઉપરથી ભાવ ઉઠાડી આત્માનું કલ્યાણ થાય એવું સપુરુષનું વચન, તેના કહેલા વીસ દોહરા, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર વગેરે જે યાદ હોય કે કાનમાં પડે તે પુરુષનું વચન અમૃતતુલ્ય ગણી, તેમાં પ્રેમ-પ્રીતિભાવ રાખવો. છોકરાં, સગાંવહાલાં કોઈ આત્માનું કલ્યાણ કરનાર નથી. એક સપુરુષ ઉપર, તેનાં વચન ઉપર જેટલો ભાવ રહેશે તેટલું આત્માનું કલ્યાણ થશે અને એ જ સાથે આવશે. એ જ સાચું ભાથું છે, માટે બીજું બધું ભૂલી જઈ સંતે જણાવેલું પરમકૃપાળુદેવનું શરણ અને મંત્ર એ જ આધાર છે એમ મનમાં વૃઢ કરી, જે, શરીરમાં દુઃખ થાય છે, તે સમભાવે સહન કરવું. શરીરનું જેમ થાય તેમ થવા દેવું, પણ આત્માનો વાળ વાંકો થાય તેમ નથી, એવી દૃઢ શ્રદ્ધા રાખી સપુરુષ સિવાય બીજે ક્યાંય ચિત્ત જવા ન દેવું. આ વાતની પકડ કરશો તો કામ થઈ જશે. (બી-૩, પૃ.૬૧૪, આંક ૭૧૨) પૂ...નાં ધર્મપત્નીની માંદગી સંબંધી પત્ર મળ્યો છે. તેમને જણાવશો કે પૂર્વે જીવે જે પાપ કરેલાં, તેનાં ફળરૂપે આ દુઃખ દેખવું પડે છે. તે થાય છે દેહમાં; અને અજ્ઞાનથી, મને થાય છે એમ જીવ માની લે છે. સુખ અને દુઃખ બંને મનની કલ્પના છે અને તે કરવા યોગ્ય નથી, એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે. તે ભૂલીને હું દુઃખી છું, મારાથી રહેવાતું નથી, હવે મરી જવાશે, છોકરાંનું હવે શું થશે? મારી ચાકરી કોઈ કરતું નથી, મારું ઘર, ધન, સગાં બધાં મૂકવાં પડશે, આદિ પ્રકારે ફિકરમાં જીવ પડે છે તે આર્તધ્યાન કહેવાય છે; તે પાપરૂપ છે. તે વખતે જીવ આયુષ્ય બાંધે તો તિર્યંચગતિ એટલે ઢોર-પશુમાં જવું પડે તેવું આયુષ્ય બાંધે છે એટલું તેનું ફળ દુઃખ જ આવે છે. આમ જીવ દુઃખ કે અશાતા વખતે શરીરમાં વૃત્તિ રાખીને, દુઃખી થવાનો વેપાર કરી દુઃખની કમાણી કરે છે. તેને જ્ઞાની પુરુષો વારે છે કે કોઈ પણ કારણે મુમુક્ષુજીવે આર્તધ્યાન ન થવા દેવું અને તેમ થાય તો પશ્ચાત્તાપ કરી જ્ઞાનીએ આપેલું સાધન મંત્ર, વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ આદિ જે મુખપાઠે કરેલું હોય તેમાં ચિત્તને રોકવા પુરુષાર્થ કરવો તો બચી શકાય તેમ છે. કૂવામાં પડેલા માણસને તરતાં ન આવડતું હોય પણ ભાગ્યયોગે દોરડું લટકતું, ઉપર ચઢાય તેવું, હાથ લાગી જાય તો તે બચી શકે તેમ તે પ્રસંગે મંત્રનું સ્મરણ બહુ ઉપયોગી છે. ભક્તિમાં ભાવ રાખવો; ૫.ઉ.પ.પૂ. પભુશ્રીજીનાં દર્શન, સમાગમ કે બોધમાંથી જે યાદ આવે તેમાં વૃત્તિ રાખવાથી જીવનું કલ્યાણ થવા યોગ્ય છેજી. સંસારમાં કે દેહમાં મન ભટકતું રોકવાને સપુરુષ, તેનાં વચન અને તેનું આપેલું સાધન ઉત્તમ ઉપાય છેજી.