Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 741
________________ ૭૩૨ મારે-તમારે-બધાને જેમ બને તેમ ઉતાવળે, પહેલી તકે આરાધનાનું કામ, પ્રમાદ તજી, હાથમાં લેવું ઘટે છેજી. બે-ત્રણ વર્ષ તો શું પણ કાલની કોને ખબર છે ? માટે વેળાસર ચેતવું. (બો-૩, પૃ.૩૯૯, આંક ૪૦૮) શોકકા૨ક સમાચાર પૂ. બન્યું છેજી. .ના દેહત્યાગના જાણી, ધર્મપ્રેમને લઇને સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ કોઇ અજાણ્યો માણસ પણ, આવા સમાચાર સાંભળી ખેદ પામે તો નિકટનો સમાગમ અને જેને પોતાનો આધાર માનવાનો વ્યવહાર ઘણા વખત સુધી સેવ્યો હોય, તેને કેટલું દુઃખ થાય, તે તેનો અંતરાત્મા જાણી શકે કે પરમાત્મા જાણી શકે; તેમ છતાં જે જીવને આવા અસાર સંસારમાં, અનંતકાળથી જન્મમરણનાં દુઃખ ખમતાં-ખમતાં, મહાભાગ્યે મનુષ્યભવ મળ્યો અને તેમાં દેવને પણ દુર્લભ એવાં સત્પુરુષનાં સાક્ષાત્ દર્શન થયાં છે, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ હૃદયમાં થઇ છે, તે મહાપુરુષની અનંત કરુણાથી સુખદુઃખના સર્વ પ્રસંગોમાંથી બચાવી લેનાર, મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તો મોક્ષ પણ સુલભ થાય, તેવા મહામંત્રનો લાભ જેને થયો છે, તેવા જીવે હવે ગભરાવા જેવું, જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં. રોજ રાત પડે છે ત્યારે અંધારું થાય છે, તેથી મોટા સમજુ માણસો ગભરાતા નથી, દીવા વગેરેથી કામ ચલાવી લે છે; અણસમજુ નાનાં છોકરાં જેવા હોય તે કંઇ ભયનું કારણ ન હોય, છતાં અંધારું ભાળીને ડરે છે, તેમ મુમુક્ષુએ દુઃખના પ્રસંગે ન જોઇતી ચિંતાઓ કરીને, નકામી રોકકળ કરીને આત્માને ક્લેશિત કરવો ઘટતો નથી; પણ હવે સારી રીતે કેમ જીવી શકાય તેના વિચાર કરી, ગઇ ગુજરી વાત ભૂલી જવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. આપણે માથે પણ મરણની ડાંગ ઉગામીને યમરાજા ઊભા છે; તે આવી પડી નથી, ત્યાં સુધી અનંતકાળથી રખડતા, રઝળતા આ આત્માને જન્મમરણનાં અસહ્ય દુઃખમાંથી ઉગારી લેવાનો ઉપાય, વેળાસર કરી લેવાની પેરવી કરતા રહેવું. લોકલાજને વશ થઇને, વહેલા ઊઠીને મૂએલાને સંભારીને કકળાટ કરવાનો રિવાજ હોય તો તેમાં ભળવા કરતાં સત્પુરુષે આપેલાં સત્સાધન, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, મંત્ર આદિમાં ચિત્ત, વારંવાર બળ કરીને રોકવાથી આર્તધ્યાન એટલે ‘હું દુઃખી છું, દુઃખી છું’ એવો ભાવ મટી જઇ, ભક્તિમાં આનંદ આવશે. ‘‘સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇ ન બાંહ્ય સ્ટાશે.’' શ્રી મીરાંબાઇએ જેને માટે રાજ્ય-રિદ્ધિ છોડી, ભિખારણની પેઠે ભટક્યાં, તે ભક્તિ આપણને સહજમાં ‘ઘેર બેઠાં ગંગા આવે’ તેમ સદ્ગુરુકૃપાથી મળી છે તો હવે રાતદિવસ સત્પુરુષે આપેલા સાધનમાં મારે રહેવું છે, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે. કોઇ આવે-જાય તેમાં ન ચાલ્યે ચિત્ત દેવું પડે તો બોલવું-ચાલવું; પણ મારું મુખ્ય કામ ભગવાનની ભક્તિ છે, તેમાં વધારે વિઘ્ન ન આવે,એવું મારે કરવું છે. એટલું મનમાં દૃઢ કરવા માટે સત્સંગની જરૂર છે. ત્યાં બને તો ત્યાં, દ્વારિકા અનુકૂળ હોય તો ત્યાં, અને સર્વોતમ તો થોડો વખત અત્રે આશ્રમમાં રહી જવા જેવું છે; પણ તે પ્રારબ્ધને આધીન છે, છતાં ધાર્યું હોય તો વહેલુંમોડું બને છે.

Loading...

Page Navigation
1 ... 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778